12 જુલાઈથી શનિ મકર રાશિમાં, આ ત્રણ રાશિઓ થઈ જાવ સાવધાન!
શનિએ આજે 12મી જુલાઈએ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. જાણો કઈ ત્રણ રાશિએ સાવધાન થવાનુ છે.
નવી દિલ્લીઃ શનિએ આજે 12મી જુલાઈએ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. 29મી એપ્રિલ 2022ના રોજ શનિએ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. હવે ફરી એકવાર તે તેની પ્રિય રાશિ મકર રાશિમાં આવી ગયો છે. શનિની રાશિ બદલાતાની સાથે જ 3 રાશિઓ પર ફરી સાડાસાતી અને ઢૈયા શરૂ થઈ ગયા છે. એપ્રિલમાં શનિએ કુંભ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ આ લોકોને સાડાસાતી-ઢૈયામાંથી મુક્તિ મળી હતી પરંતુ હવે તેઓ ફરી એકવાર શનિની પકડમાં આવી ગયા છે. આ રાશિઓ પર 17 જાન્યુઆરી 2023 સુધી શનિની મહાદશા રહેશે.

મિથુન
શનિ મકર રાશિમાં પ્રવેશતાની સાથે જ મિથુન રાશિના લોકો પર શનિની ઢૈયા ફરીથી શરૂ થઈ ગઈ છે. તેમણે જાન્યુઆરી 2023 સુધી વાદ-વિવાદ અને તણાવથી દૂર રહેવુ જોઈએ. આ દરમિયાન તેમના ખર્ચમાં પણ વધારો થશે. આ સમય દરમિયાન અકસ્માતો ટાળો. ગાડી ધ્યાનથી ચલાવો.

તુલા
તુલા રાશિના જાતકો માટે પણ શનિનુ ગોચર સારુ નથી. શનિના મકર રાશિમાં પ્રવેશ સાથે જ તુલા રાશિના લોકો પર શનિની ઢૈયા શરૂ થઈ ગઈ છે. આ લોકોને માનસિક તણાવ થઈ શકે છે. આ સિવાય શારીરિક પીડાનો પણ સામનો કરવો પડી શકે છે. તેથી તણાવ ટાળવા માટે હકારાત્મક રહેવાનો પ્રયાસ કરો.

ધન
શનિનુ રાશિ પરિવર્તન ધન રાશિના લોકો માટે સારુ નથી. આ રાશિ પર શનિની સાડાસાતી ફરી શરૂ થઈ છે. તેથી 6 મહિના સુધી આ લોકોને ફરીથી શનિના પ્રકોપનો સામનો કરવો પડશે. ધનહાનિ થઈ શકે છે, પ્રતિષ્ઠામાં ઘટાડો થશે. વિવાદમાં ફસાઈ શકો છો.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
