2018: કઈ રાશિઓ પર શનિ થશે કોપાયમાન અને કોને કરશે ખુશ!

Posted By:
Subscribe to Oneindia News

શું તમે જાણો છો કે ભગવાન શનિ આ વર્ષે તમારા ચંદ્ર રાશિમાં 2 વર્ષથી વધુ સમય વિતાવશે? શનિ ખૂબ જ શક્તિશાળી ગ્રહ મનાય છે. જો કે તમારુ ભાગ્ય સુધારવા અને બગાડવામાં તેમની ભૂમિકા અગત્યની હોય છે. આવો જાણીએ કે 2018માં શનિ કઈ કરી રાશિઓથી રહેશે વરદાન અને કઈ કઈ રાશિ પર રહેશે કોપાયમાન. આજે અમે તમને દરેક રાશિ પ્રમાણે જણાવિશું કે કઈ રાશિમાં કેટલા દિવસ વિરાજશે શનિ અને તેનું પરિણામ કેવુ રહેશે.

મેષ

મેષ

આ આવનારુ વર્ષ મેષ માટે અપ્રત્યાશિત રહેશે. આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષ સારુ છે, પણ કરિયરમાં થોડા સાચવીને ચાલવાની જરૂર છે. તમને ખોટી રીતે ફસાવી તમારા પર આરોપ લગાવામાં આવી શકે છે.

વૃષભ

વૃષભ

આ રાશિના જાતકો આ વર્ષે ખૂબ ઉતાર-ચઢાવ જોશે. આ વર્ષ તમે તમારા જીવનમાં કોઈ મોટો ફેરફાર કરશો નહિં. આ વર્ષે તમને તમારી ઈચ્છા વિરુદ્ધ જઈ કામ કરવું પડશે.

મિથુન

મિથુન

આ વર્ષે બને કે તમારુ કુટુંબ અને તમારા મદદનીશો તમને દરેક જગ્યાએ સાથ આપે. લગ્નજીવનમાં તિરાડ પડી શકે છે. જો કે તમે બંને અલગ થશો નહિં.

કર્ક

કર્ક

તમારુ જૂનું અને અટકેલુ નાણું પાછું મળવાની શક્યતા છે. વ્યાપારિક ભાગીદાર સાથે મતભેદ થવાની શક્યતા છે. ઉપરાંત આ વર્ષ તમારી માટે તમારી મહેનતનું ફળ આપશે. જે સ્ત્રીઓને સંતાન પ્રાપ્તિમાં અડચણો આવી રહી છે તે આ વર્ષે દૂર થઈ જશે.

સિંહ

સિંહ

કુટુંબમાં જે પણ અનબન ચાલી રહી છે. તે આ વર્ષે ખતમ થઈ જશે. આ વર્ષે તમે મિલકતમાં રોકાણ કરી શકશો. સહકર્મીઓ સાથે મળી કામમાં સારો દેખાવ કરી ખુશ થશો. નકામી બહેસમાં પડવાથી બચજો, જાત પર સંયમ જાળવજો નહિંતર બનેલી વાત બગડી શકે છે.

કન્યા

કન્યા

આ વર્ષ તમારા માટે થોડુ અઘરું રહેશે. આ વર્ષે જે વેપારીઓ તેમનો વેપાર વધારવાનું વિચારી રહ્યા છે તેઓ થોડા રોકાઈ જાય, કારણ કે આ વર્ષે તેનો કોઈ ખાસ ફાયદો થતો જણાતો નથી.

તુલા

તુલા

આ વર્ષ તમારા આરોગ્ય માટે સારુ જણાઈ રહ્યુ છે. જો કે બીજી બાજુ આ વર્ષે નકામા ખર્ચા પણ તેટલા જ થવાની શક્યતા છે. જેઓ પરણિત છે તેઓ ફેમેલી પ્લાનિંગ વિશે વિચારી રહ્યા છે તેમની માટે આ વર્ષ ઉત્તમ છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

તમારી રાશિ શનિના પ્રકોપથી ઢૈયામાંથી પસાર થઈ રહી છે. જો કે તમારો વધુમાં વધુ સમય મુસાફરીમાં વિતશે. જેથી તમારુ આરોગ્ય બગડી શકે છે. જેની અસર તમારા કામ પર પણ પડશે.

ધન

ધન

આ વર્ષ તમારા માટે મુશ્કેલીઓભર્યો વિતશે. કારણ કે શનિ તમારી રાશિથી નીકળી ચૂક્યો છે. આ વર્ષે તમારા લક્ષ્યોની પ્રાપ્તિ માટે અનેક અડચણોનો સામનો કરવાનો આવી શકે છે. જેથી સંયમથી કામ કરવું.

મકર

મકર

આ વર્ષે તમે ખૂબ જ યાત્રા કરશો. જેમ કે, તમે વેપારમાં ખૂબ ઉતાર-ચઢાવ જોઈ શકો છો. જેને કારણે તમારા મગજમાં અશાંતિ રહેશે. આ વર્ષે રિલેશનશીપમાં અનેક ઉતાર-ચઢાવ જોશો.

કુંભ

કુંભ

આ વર્ષ તમારી રાશિ પ્રમાણે ખૂબ જ શાંતિપૂર્વક વિતશે. જૂના મુદ્દાઓ રફેદફે થઈ જશે. ઉપરાંત ધન લાભ થવાની પ્રબળ શક્યતા છે. આ વર્ષે તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે.

મીન

મીન

આ વર્ષે તમે આરામ કરવાના મુડમાં રહેશો. કારણ કે આ વર્ષે તમારા આવકના સાધનો વધવાની શક્યતા છે. આર્થિક સ્થિતિમાં મજબૂતાઈ આવશે. ઉપરાંત તમે સફળ ઉદ્ધમી બનો તેવી શક્યતા છે.

English summary
Do you know that Lord Shani is going to be moody for certain zodiac signs in the coming year?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.