For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શીતળા સપ્તમીઃ 24 માર્ચે શીતળા સાતમ અને 25મીએ આઠમ, જાણો તેનુ મહત્વ

હોળી પછી સાતમા અને આઠમા દિવસે શીતળા માતાની પૂજા કરવાની પરંપરા છે. જાણો તેનુ મહત્વ.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ હોળી પછી સાતમા અને આઠમા દિવસે શીતળા માતાની પૂજા કરવાની પરંપરા છે જેને શીતળા સાતમ(મારવાડી સાતમ) અથવા શીતળાષ્ટમી કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા છે કે શીતળા માતાની પૂજા અને વ્રત કરવાથી અછબડા સાથે જ અન્ય પ્રકારની બિમારીઓ અને સંક્રમણ થતુ નથી.

શીતળા સાતમ અને આઠમ

શીતળા સાતમ અને આઠમ

દેશમાં અમુક જગ્યાએ શીતળા માતાની પૂજા ફાગણ મહિનાના વદ પક્ષની સાતમે જ્યારે અમુક જગ્યાએ આઠમના દિવસે કરવામાં આવે છે. આ વખતે આ તિથિ 24 અને 26 માર્ચના રોજ રહેશે. સાતમની તિથિના સ્વામી સૂર્ય અને આઠમના દેવતા શિવ હોય છે. બંને ઉગ્ર દેવ હોવાથી આ બંને તિથિઓમાં શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. સાતમની પૂજા અને વ્રત ગુરુવારે અને શીતળા આઠમ શુક્રવારના રોજ ઉજવવામાં આવશે.

ઠંડુ ભોજન લેવાની પરંપરા

ઠંડુ ભોજન લેવાની પરંપરા

શીતળા માતાના વ્રતમાં ઠંડુ ભોજન લેવામાં આવે છે. આ વ્રતમાં એક દિવસ પહેલા બનાવેલુ ઠંડુ ભોજન કરવાની પરંપરા છે. આ વ્રતને બસોડા કે બસિયોરા પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે ઋતુઓ બદલાય ત્યારે ભોજનમાં પણ ફેરફાર કરવો જોઈએ એટલે ઠંડુ ભોજન કરવાની પરંપરા બનાવવામાં આવી છે. ધર્મગ્રંથો મુજબ ઠંડુ ભોજન કરવાથી સંક્રમણ અને અન્ય બિમારીઓ થતી નથી.

શીતળા સાતમની માન્યતા

શીતળા સાતમની માન્યતા

માન્યતા છે કે દેવી શીતળા અછબડા અને ઓરી જેવી બિમારીથી બચાવે છે અને લોકો આ બિમારીઓને દૂર કરવા માટે તેમની પૂજા કરે છે. ગુજરાતમાં કૃષ્ણ જન્માષ્ટમીના એક પહેલા શીતળા સાતમ અન આઠમનુ વ્રત ઉજવવામાં આવે છે. શીતળા સાતમ પણ દેવી શીતળાને સમર્પિત છે અને શીતળા સાતમના દિવસે તાજુ ભોજન બનાવવામાં આવતુ નથી.

English summary
Shitla Saptami: Shitla Satam on 24th March, Shitlashtami on 25th March, Know importance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X