For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Religion: જાણો શા માટે થાય છે મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મની આરતી?

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની જે ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. તેના દર્શન માત્રથી જ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. આવો જાણીએ શા માટે મહાકાલ મંદિરમાં ભસ્મથી પૂજા કરવામાં આવે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

આજે અમે વાત કરીશું ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની જે ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. કહેવાય છે કે તેના દર્શન માત્રથી જ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. મહાકવિ કાલિદાસે મેઘદૂતમાં ઉજ્જૈનની ચર્ચા કરતા આ મંદિરની પ્રશંસા કરી હતી. આમ તો તે આસ્થાનું કેન્દ્ર છે પણ તે મંદિર પોતાની ભસ્મની આરતી માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. આવો જાણીએ શા માટે મહાકાલ મંદિરમાં ભસ્મથી પૂજા કરવામાં આવે છે.

ભસ્મ એટલે રાખ

ભસ્મ એટલે રાખ

કહેવાય છે કે એક દિવસ દરેકને રાખમાં ભળી જવાનું છે. ભસ્મ દ્વારા વ્યક્તિ ભગવાન શિવ સાથે જોડાયેલો રહે છે. આ કારણે મહાકાલેશ્વરમાં શિવને સાક્ષાત્કાર કરવા શ્રદ્ધાળુંઓ ભસ્મ લગાવે છે.

ઝાડ-પાન-માટીથી પ્રેમ

ઝાડ-પાન-માટીથી પ્રેમ

શિવ હંમેશા જંગલો અને પહાડોમાં વસ્યા છે. પરિણામે હંમેશા ઝાડ-પાન-માટીથી તેમને પ્રેમ રહ્યો છે. એવું મનાય છે કે, ભસ્મ દ્વારા વ્યક્તિ તેની નજીક પહોંચવાનો પ્રયત્ન કરે છે. ભસ્મ વ્યક્તિની અંદર એક શક્તિ પ્રદાન કરે છે, ભસ્મ ધારણ કરનાર વ્યક્તિને ભગવાન શિવ સંદેશ આપે છે કે પરિસ્થિતિઓ પ્રમાણે પોતાને ઢાળી દેતા શીખો.

રાખનું તિલક

રાખનું તિલક

રાખ હંમેશા પવિત્ર મનાય છે, પરિણામે લોકો રાખથી વાંસણ માંજતા. જ્યારે રાખથી તિલક કરવામાં આવે છે ત્યારે વ્યક્તિના મન-દિમાગ બંને શુદ્ધ થઈ જાય છે.

જીર્ણોદ્ધાર અને સૌન્દર્યીકરણ

જીર્ણોદ્ધાર અને સૌન્દર્યીકરણ

કહેવાય છે કે ઈ. 1235 માં ઈલ્તુત્મિશ દ્વારા આ પ્રાચીન મંદિરનો ધ્વંસ કરી દેવાયો, પણ ત્યાર બાદ ત્યાં જેટલા શાસકો રહ્યા, તેમણે આ મંદિરમાં જીર્ણોદ્ધાર અને સૌંદર્યીકરણ પર વધુ ધ્યાન આપ્યુ. પરિણામે આ મંદિર ફરી તેના વાસ્તવિક સ્વરૂપમાં આવી ગયુ છે.

English summary
Mahakaleshwar is the only Jyotirlinga temple,where the Bhasma Arti is performed.To attend Bhasma Arti in Mahakaleshwar is the desire of every Hindu devotee. Mahakal and Bhasma Arti are synonymous with each other.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X