For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવી હસ્તરેખા ધરાવતા લોકો ભરી શકે છે આ પગલું

વધુ સંવેદનશીલ અને કલ્પનાશીલ હોવાને કારણે વ્યક્તિ પર દુઃખ, કલંક કે મુશ્કેલીની અસર અનેક ગણી વધારે થાય છે, આવી સ્થિતિમાં તે પોતાનું જીવન ટૂંકાવી દેવાનો નિર્ણય લઈ બેસે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

આત્મહત્યા એટલે પોતાની જાતે પોતાની હત્યા. દરેકને જીવવું એટલું ગમે છે કે કોઈ જલ્દી મરવાનું પસંદ કરતું નથી. અનેક દુઃખોની શ્રૃંખલા વ્યક્તિને આત્મહત્યા કરવા પ્રેરે છે. જ્યારે વ્યક્તિની સામે જીવવા માટે કોઈ આશા નથી બચતી ત્યારે તે મોતને ગળે લગાવે છે. આખરે કઈ રીતે જાણી શકાય કે, જે-તે વ્યક્તિ આત્મહત્યા જેવું પગલું ભરી શકે એમ છે? વ્યક્તિની હથેળીમાં એવા તો કયા લક્ષણો હોય છે જેને જોઈ જાણી શકાય કે તે સ્ત્રી કે પુરુષ આત્મહત્યા કરશે?

astrology

લાંબા હાથ અને ચંદ્ર પર્વત ઉપસેલો

જે હાથોમાં આત્મહત્યાની પ્રવૃતિ જાણાતી હોય તે મોટાભાગે લાંબા હોય છે. તેમના હાથમાં મસ્તિષ્ક રેખા ઘટ્ટ હોય છે અને ચંદ્ર પર્વત ક્ષેત્ર પોતાના મુળ સ્થાન પર ઉપસેલો અને વિકસિત હોય છે. ઉપરાંત મસ્તિષ્ક રેખા પણ જીવન રેખા સાથે જોડાયેલી હોય છે, જેને કારણે વ્યક્તિની સંવેદનશીલતામાં વધારો થાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિ આત્મહત્યા કરવાનું ધારી લે છે. વધુ સંવેદનશીલ અને કલ્પનાશીલ હોવાને કારણે વ્યક્તિ પર દુઃખ, કલંક કે મુશ્કેલીની અસર અનેક ગણી વધારે થાય છે. આવી સ્થિતિમાં તે પોતાની જાતને ખતમ કરવાની હિંમત કરે છે.

જીવન જીવવા યોગ્ય ન લાગવું

શનિ પર્વત ક્ષેત્ર ઉપસેલો હોવો તે પણ એ વાતનો સંકેત આપે છે કે, વ્યક્તિ આત્મહત્યા કરી શકે છે. શનિ પર્વતના ઉન્નત રહેવાને કારણે વ્યક્તિ સંવેદનશીલ હોય છે અને માનસિક સ્થિતિથી કંટાળી આવો નિર્ણય કરી લે છે. તેમને જ્યારે લાગે કે જીવન હવે જીવવા જેવું રહ્યું નથી, ત્યારે સામાન્ય ઉશ્કેરાટથી પ્રેરાઇને કે નિરાશામાં આવી વ્યક્તિ આત્મહત્યા કરી લેતી હોય છે.

ઢળતી મસ્તિષ્ક રેખા

વ્યક્તિના હાથમાં ઢળતી મસ્તિષ્ક રેખાને કારણે તે આત્મહત્યા કરી શકે છે. આવી વ્યક્તિ પોતાના સ્વભાવ પ્રમાણે ક્ષણિક આવેશમાં આવી આત્મહત્યા કરે છે. ઘેરો આઘાત કે મુશ્કેલી તેને ઉત્તેજીત કરવા માટે ઘણી છે. આવો વ્યક્તિ આત્મહત્યા કરતા પહેલા કંઈ જ વિચારતો નથી.

શનિ પર્વત ક્ષેત્ર ઉન્નત હોવો

મસ્તિષ્ક રેખાના ઝુકેલ ન રહેવા છતાં પણ વ્યક્તિ આત્મહત્યા કરી શકે છે. આવી વ્યક્તિના હાથમાં મસ્તિષ્ક રેખા જીવનરેખા સાથે મજબૂતાઈથી જોડાયેલી હોવી જોઈએ. ગુરૂ પર્વત ક્ષેત્ર દબાયેલો અને શનિ પર્વત પૂર્ણ રીતે ઉન્નત હોવો જોઈએ. જેનાથી વ્યક્તિ તેના જીવનમા નિરાશ અને ઉત્સાહ વિનાનો થઈ જાય છે અને તેની સહનશક્તિ ખતમ થઈ જાય છે. ત્યારે તે આત્મહત્યા જેવો અઘરો નિર્ણય લઈ બેસે છે.

નબળી ભાગ્યરેખા

જીવનરેખાને અનેક નાની નાની રેખાઓ કાપતી હોય અને ભાગ્ય રેખા નવળી હોય તો પણ વ્યક્તિ આત્મહત્યા કરવા તરફ વળે છે. જ્યારે તમામ પરિસ્થિતિઓ વિશે વિચારતા તેને આશાની કોઈ કિરણ ન દેખાય ત્યારે તે પોતાના જીવનને ટૂંકાવી દેવાનો પ્રયત્ન કરે છે.

{promotion-urls}

English summary
Sign Of Suicide Palm Reading in Gujarati, its really important.Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X