For Quick Alerts
For Daily Alerts

Surya Grahan 2022: આજે વર્ષનુ અંતિમ સૂર્યગ્રહણ, આ દરમિયાન શું કરવુ અને શું ના કરવુ જોઈએ?
વર્ષ 2022નુ બીજુ અને અંતિમ સૂર્યગ્રહણ આજે એટલે કે 25 ઓક્ટોબરે છે. જાણો આ દરમિયાન શું કરવુ અને શું ના કરવુ જોઈએ?
વર્ષ 2022નુ બીજુ અને અંતિમ સૂર્યગ્રહણ આજે એટલે કે 25 ઓક્ટોબરે છે. આ એક આંશિક ગ્રહણ છે જે ભારતના અમુક ભાગોમાં દેખાશે. જો કે વૈજ્ઞાનિકોના મતે ગ્રહણ એક ખગોળીય ઘટના છે જે દૂરના અવકાશમાં બનતી હોય છે પરંતુ વૈદિક ધર્મ અનુસાર ગ્રહણની અસર આપણા જીવન પર પડે છે. તેથી ગ્રહણના સમયગાળા દરમિયાન ઘણી બાબતોનુ ધ્યાન રાખવામાં આવે છે. આ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતુ નથી કે મૂર્તિપૂજા કરવામાં આવતી નથી. તમને જણાવી દઈએ કે ભારતમાં આગામી સૂર્યગ્રહણ 2 ઓગસ્ટ 2027ના રોજ દેખાશે જે સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે.

ગ્રહણ દરમિયાન શું કરવુ જોઈએ?
- ગ્રહણના સમયગાળા દરમિયાન લોકોએ પોતાના ઘરમાં ધૂપ અને અગરબત્તી સળગાવીને રાખવી જોઈએ. આમ કરવાથી નકારાત્મક વસ્તુઓ ઘરની બહાર જતી રહે છે.
- ગ્રહણના સમય પહેલા તુલસીના પાનને ખાવાની વસ્તુઓમાં નાખી દો. પ્રભુનુ ધ્યાન કરો.
- ઘરની બહાર ન નીકળો.
- કોઈ ગરીબને દાન કરો, ગ્રહણ સમાપ્ત થયા પછી પણ તમે આ કરી શકો છો.

ગ્રહણ દરમિયાન શું ન કરવુ જોઈએ?
- ગ્રહણના સમયગાળા દરમિયાન તુલસીના છોડને અડવુ નહિ કે સૂવુ નહિ.
- કાતરનો ઉપયોગ કરવો નહિ, ફૂલ તોડવા નહિ, વાળ અને કપડાંને સાફ કરવા નહિ, દાંત સાફ કરવા નહિ અથવા બ્રશ કરવુ નહિ.
- ગાય, ભેંસ અને બકરીનો દોવી નહિ.
- ભોજન ન કરવુ.
- ભગવાનની મૂર્તિઓને સ્પર્શવી નહિ.
- સંભોગ ન કરવુ.
- ઝઘડો ન કરવો, બુરાઈ ન કરવી, શુભ કામ ન કરવુ.
- મુસાફરી ન કરવી.
- ઉધાર ન આપવુ.
- સગર્ભા સ્ત્રીઓએ ઘરની બહાર ન નીકળવુ જોઈએ.

ગ્રહણ દરમિયાન આ મંત્રોનો જાપ કરવો
- ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजो राशे जगत्पते, अनुकंपयेमां भक्त्या, गृहाणार्घय दिवाकर:।
- ॐ ह्रीं ह्रीं सूर्याय सहस्रकिरणराय मनोवांछित फलम् देहि देहि स्वाहा।।
- विधुन्तुद नमस्तुभ्यं सिंहिकानन्दनाच्युत,दानेनानेन नागस्य रक्ष मां वेधजाद्भयात्॥
- ॐ ह्लीं बगलामुखी सर्वदुष्टानां वाचं मुखं पदं स्तंभय जिह्ववां कीलय बुद्धि विनाशय ह्लीं ओम् स्वाहा।।
- तमोमय महाभीम सोमसूर्यविमर्दन। हेमताराप्रदानेन मम शान्तिप्रदो भव॥
Comments
English summary
Solar Eclipse 2022 today. Know the Dos and Don'ts during Surya Grahan.
Story first published: Tuesday, October 25, 2022, 9:18 [IST]