8 એપ્રિલે સુર્યગ્રહણ, જાણો ક્યાં ક્યાં જોવા મળશે?
હોળીએ ચંદ્રગ્રહણ બાદ હવે 8 એપ્રિલે સુર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ 50 વર્ષ પછી થઈ રહ્યું છે. દિવસ દરમિયાન સૂર્ય ચંદ્રથી ઢંકાઈ જશે અને દિવસ દરમિયાન અંધારું જોવા મળશે.
આ સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે અને લગભગ 7 મિનિટ સુધી સૂર્ય નહીં દેખાય. આ સમયગાળા દરમિયાન 7 મિનિટ માટે સંપૂર્ણ અંધારપટ રહેશે.

8 એપ્રિલે સૂર્યગ્રહણ દરમિયાન અમેરિકાના ઘણા ભાગોમાં અંધારું છવાઈ જશે. આ જ કારણ છે કે ગ્રહણ અને અંધકારને કારણે સુરક્ષાના પગલા તરીકે ઘણા રાજ્યોમાં શાળાઓ બંધ કરવામાં આવી છે. જો કે આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય.
આ સૂર્યગ્રહણ યુનાઇટેડ સ્ટેટ્સમાં દક્ષિણમાં ટેક્સાસથી ઉત્તરપૂર્વમાં મેન સુધી દેખાશે. મિયામીમાં આંશિક ગ્રહણ દેખાશે, જેના કારણે સૂર્યની ડિસ્કના 46 ભાગ અસ્પષ્ટ થઈ જશે. સિએટલમાં ચંદ્ર સૂર્યના 20 ટકા ભાગને કવર કરશે.
નિષ્ણાતો અનુસાર, સૂર્યગ્રહણના કારણે સૌર ઉર્જા ઉત્પાદનને મોટું નુકસાન થઈ શકે છે. હેયસ કાઉન્ટી, ડેલ વેલે, મેનોર અને લેક ટ્રેવિસ શાળા જિલ્લાઓએ યુનાઇટેડ સ્ટેટ્સમાં સૂર્યગ્રહણને કારણે રજાઓ જાહેર કરાઈ છે.
અમેરિકામાં એવી અપેક્ષા છે કે લાખો લોકો સૂર્યગ્રહણ નિહાળશે. અધિકારીઓએ લોકોને ટ્રાફિક જામ વિશે ચેતવણી આપી છે અને તેમને સૂર્ય તરફ સીધા જોવાનું ટાળવાની સલાહ પણ આપી છે, કારણ કે તે આંખોને નુકસાન પહોંચાડી શકે છે.
આ ઉપરાંત ભારે ભીડ અંગે પણ ઘણી ચિંતાઓ છે. સ્થાનિક સંસાધનો અને કટોકટી કર્મચારીઓ પર દબાણ વધારી શકે છે તેથી અમેરિકામાં આ શાળાઓએ સંપૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન બંધ રાખવાની જાહેરાત કરી છે.
ગ્રહણ વખતે સૂર્યને જોવા માટે સોલાર ફિલ્ટરનો ઉપયોગ કરવો જોઈએ. સંપૂર્ણ ગ્રહણની ચોક્કસ ક્ષણ દરમિયાન ચંદ્ર સંપૂર્ણપણે સૂર્યને આવરી લે ત્યારે તમે તેને નરી આંખે જોઈ શકો છો.
આ સિવાય સૂર્યગ્રહણ જોવા માટે તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. ગ્રહણ જોવા માટે તમારા માટે ચશ્મા પહેરવા અથવા ટેલિસ્કોપમાં સોલર ફિલ્ટર સ્થાપિત કરવું વધુ સારું રહેશે.












Click it and Unblock the Notifications
