Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

13 જુલાઈએ સૂર્ય ગ્રહણ, ભારતમાં જોવા નહિં મળે છતાં સર્જી શકે છે અનેક હોનારતો !

અષાઢ કૃષ્ણ અમાસ તારીખ 13 જુલાઈ 2018ને શુક્રવારના રોજ સૂર્ય ગ્રહણ થવાનું છે. આ ગ્રહણ પુનર્વસુ નક્ષત્ર અને હર્ષણ યોગમાં થશે.

અષાઢ કૃષ્ણ અમાસ તારીખ 13 જુલાઈ 2018ને શુક્રવારના રોજ સૂર્ય ગ્રહણ થવાનું છે. આ ગ્રહણ પુનર્વસુ નક્ષત્ર અને હર્ષણ યોગમાં થશે. આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહિં, જેથી સુતક મનાશે નહિં. જો કે આકાશ મંડળમાં ઉપસ્થિત તમામ ગ્રહોનો પ્રભાવ પૃથ્વી પર થશે, જેથી ભલે સૂર્ય ગ્રહણ ભારતમાં ન દેખાય પણ તેની અસર પ્રકૃતિ પર તો થશે. આ ગ્રહણ પૃથ્વીના ધ્રુવીય ક્ષેત્રો, દક્ષિણી ઓસ્ટ્રેલિયામાં મેલબર્ન, સ્ટીવર્ટ આઈલેન્ડ અને હોબાર્ટમાં આંશિક રીતે દેખાશે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ 13 જુલાઈને સવારે 7 વાગ્યાને 18 મિનિટ અને 23 સેકેન્ડે શરૂ થશે, જેનો મધ્ય 8 વાગ્યાને 13 મિનિટ 5 સેકન્ડ પર અને મોક્ષ 9 વાગ્યાને 43 મિનિટે 44 સેકેન્ડે થશે.

કર્ક અને મિથુન રાશિ માટે અશુભ

કર્ક અને મિથુન રાશિ માટે અશુભ

આ દિવસે અમાસ તિથિ સવારે 8 વાગ્યાને 17 મિનિટ સુધી રહેશે. આ ગ્રહણ કર્ક લગ્ન અને મિથુન રાશિમાં રહેશે. ખાસ કરીને આ દરમિયાન સૂર્ય અને ચંદ્ર બંને મિથુન રાશિમાં હાજર રહેશે અને લગ્નમાં બુધ અને રાહુ રહેશે. જો કે આ ગ્રહણ કર્ક લગ્ન અને મિથુન રાશિમાં થઈ રહ્યુ છે, જેથી કર્ક લગ્ન, કર્ક રાશિ, મિથુન લગ્ન, મિથુન રાશિના જાતકો માટે આ ગ્રહણ શુભ નથી.

કર્ક અને મિથુન રાશિ માટે અશુભ

કર્ક અને મિથુન રાશિ માટે અશુભ

સૂર્ય અને ચંદ્ર એક સાથે એક રાશિમાં રહેવાથી કર્ક, મિથુન અને સિંહ રાશિના જાતકોને માનસિક કષ્ટ ભોગવવું પડશે. શારીરિક રીતે અસ્વસ્થ રહેશો. આર્થિક મુદ્દાઓમાં સાવધ રહેવાની જરૂર છે. અન્ય રાશિઓ પણ ગ્રહણની અસરમાં આવશે. તેમના કામમાં થોડા સમય માટે વિરામ લાગશે, તેમના કામ ધીમી ગતિએ થશે. આર્થિક મુશ્કેલી આવશે. મન વિચલિત રહેશે અને કોઈ નિર્ણય પર આવી શકાશે નહિં.

અતિવૃષ્ટિ, ભૂકંપ, સમુદ્રમાં તોફાન, વાવાઝોડા જેવી ઘટનાઓ બનશે

અતિવૃષ્ટિ, ભૂકંપ, સમુદ્રમાં તોફાન, વાવાઝોડા જેવી ઘટનાઓ બનશે

સૂર્ય ગ્રહણને કારણે પૃથ્વીના કેટલાક ભૂભાગમાં અતિવર્ષા થશે. ભૂસ્ખલન, અતિવૃષ્ટિ, ભૂકંપ, સમુદ્રમાં તોફાન, વાવાઝોડા જેવી ઘટનાઓ થશે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કેટલીક ચોંકવાની ઘટનાઓ થશે. મોટા દેશોમાં યુદ્ધ છેડાઈ શકે છે. જે દેશોમાં તનાવ ચાલી રહ્યો છે, તેમની વચ્ચેનો વિરોધ ખુલીને સામે આવશે. ભારતની વાત કરીએ તો કોઈ મોટા રાજનેતાના હાની, ટ્રેન અને વિમાન દુર્ઘટનાની શક્યતા છે. ગ્રહણ દરમિયાન સૂર્ય અને ચંદ્ર સાથે હાજર રહેવાને કારણે નિર્ણય ક્ષમતા ખતમ થશે. પરસ્પર દ્રેષ વધશે. જાતિઓ વચ્ચે ટકરાવ, હિંસક ઘટનાઓ થશે. આત્મહત્યા જેવી પ્રવૃતિઓ વધશે.

પૂજા-પાઠ, દાનપુષ્ય દ્વારા લાભ

પૂજા-પાઠ, દાનપુષ્ય દ્વારા લાભ

ગ્રહણના પ્રભાવથી બચવા માટે તમામ રાશિના જાતકોએ કેટલાક ઉપાયો કરવા જોઈએ. ગ્રહણ દરમિયાન શિવ ચાલિસા અને આદિત્યહદય સ્ત્રોતનો પાઠ કરો. નવગ્રહ શાંતિ પાઠ અને નવગ્રહ પૂજા દ્વારા લાભ થશે. તમામ રાશિના જાતકો ગરીબોને અનાજનું દાન કરે, ગાયોને ચારો ખવડાવે, ભિખારીઓને મીઠા ભાત ખવડાવે. પોતાના ખિસ્સામાં ચંદ્ર યંત્ર સાથે રાખો અને જો તે ન હોય તો ચાંદીનું આભુષણ ધારણ કરો. આમ તો ભારતમાં આ ગ્રહણ જોવા મળશે નહિં, પણ તેમ છતાં ગર્ભવતી સ્ત્રીઓ ગ્રહણ કાળ દરમિયાન ચપ્પુ, કાતર કે કાપવાની વસ્તુઓનો ઉપયોગ ન કરે. ગ્રહણ પ્રારંભ થતા પહેલા તુલસીના પાનનું સેવન કરી લો. ગ્રહણ કાળમાં બહાર જવાનું ટાળો.

ગુપ્ત નવરાત્રીનો આ દિવસથી પ્રારંભ

ગુપ્ત નવરાત્રીનો આ દિવસથી પ્રારંભ

વર્ષમાં કુલ 4 નવરાત્રી આવે છે. જેમાંની બે ચૈત્ર અને અશ્વિન માસ જે જગ જાહેર છે, પણ બે ગુપ્ત નવરાત્રી હોય છે. પહેલી ગુપ્ત નવરાત્રી માગસર માસમાં અને બીજી અષાઢ માસમાં આવે છે. આ વખતે ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ 13 જુલાઈને સવારે 8 વાગ્યાને 17 મિનિટ પછી થઈ જશે. પંચાગ ભેદને કારણે કેટલાક લોકો 14 જુલાઈએ પણ તેને પ્રારંભ માનશે, પણ તે બરાબર નથી. દ્રિતિયામાં નવરાત્રી પ્રારંભ થતી નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X