શું તમે હનુમાનજી ભક્તો છો? તો તમને ખબર હોવી જોઇએ આ વાતો

Posted By:
Subscribe to Oneindia News

હિંદુ ધર્મમાં ભગવાન હનુમાનનું વિશેષ સ્થાન છે. તેમને વાનર દેવતા અને ભગવાન રામના ભક્ત તરીકે ઓળખવામાં આવે છે. માત્ર ભારતમાં જ નહિં બીજા અનેક દેશોમાં પણ હનુમાનની પૂજા કરવામાં આવે છે. મંગળવાર અને શનિવાર ભગવાન હનુમાનની પૂજા માટે ખાસ દિવસ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે હનુમાનને સિંદુર અને ચમેલીનું તેલ ચડાવવાથી અનેક લાભ થાય છે. મોટેભાગે તમે હનુમાનની મૂર્તિને ઉભી ગદા ધારણ કરેલી અવસ્થામાં જોઈ હશે. એવું મનાય છે કે તેમની પાસે શક્તિઓનો ભંડાર હતો. તેમના બળ અને સાહસની અનેક વાર્તાઓ આપણે વાંચી હશે. જેવી કે.

હનુમાન શિવનો અવતાર

હનુમાન શિવનો અવતાર

ભગવાન હનુમાન શિવનો અવતાર મનાય છે. એવું કહેવાય છે કે, ભગવાન વિષ્ણુએ ભગવાન રામમાં અવતાર લીધો હતો. સતિ દેવી તેનાથી ખુશ ન હતા. તેમને ડર હતો કે તેનાથી તેઓ જુદા થઈ જશે. જેમાં પતાવટ સ્વરૂપે ભગવાન શંકરે આ અંશના રૂપે જન્મ લેવાની યોજના બનાવી. તેમના અવતાર રૂપે પ્રશ્નો ઉઠતા તેમણે વાનરના રૂપે જન્મ લેવાનું વિચાર્યુ. ત્યાર બાદ જ્યારે સમય આવ્યો તો ભગવાન વિષ્ણુએ રાજા દશરથ અને હનુમાને પવન પુત્રના રૂપે જન્મ લીધો.

અંજના શિવભક્ત હતી

અંજના શિવભક્ત હતી

ભગવાન હનુમાન રાજા કેસરી અને તેમની પત્ની અંજનાના પુત્ર રૂપે જન્મ લીધો. એવું કહેવાય છે કે માતા અંજના એક અપ્સરા હતી અને તે ભગવાન બ્રહ્માની સેવામાં હતી. એકવાર તેમને અહંકાર આવી ગયો અને તેમણે ઋષિને નારાજ કર્યા જેનાથી ઋષિએ તેમને શ્રાપ આપ્યો કે જ્યારે પણ તેમને કોઈનાથી પ્રેમ થશે તો તે વાનર રૂપમાં પરિવર્તિત થઈ જશે. બ્રહ્માને તેમની માટે દુઃખ થયુ અને તેમણે તેને ધરતી પર મોકલી દીધી. ત્યાર બાદ તેમને વાનર રાજ કેસરીથી પ્રેમ થયો અને તેમની સાથે લગ્ન કરી લીધા. અંજના શિવની ભક્ત હતી. પરિણામે તેમણે તેમના ખોળે જન્મ લીધો.

રામ અને હનુમાન

રામ અને હનુમાન

કહેવાય છે કે જ્યારે રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવડાવ્યુ ત્યારે તે પ્રસાદને થોડું અંજના માતાએ પણ ગ્રહણ કર્યુ હતુ. કારણ કે એક પતંગની દોરી માતા કૌશલ્યાના હાથને અડી આવી હતી જેમાં પ્રસાદ લાગેલો હતો અને તે માતા અંજનાના ભોજનમાં આવ્યો હતો. આમ પણ હનુમાનજીને રામના પરમ ભક્ત કહેવાય છે.

અહંકારનું હનન એટલે હનુમાન

અહંકારનું હનન એટલે હનુમાન

હનુમાનનો એક અર્થ છે નિરહંકારી અને અભિમાનરહિત. હનુનો અર્થ છે હનન કરવુ અને માનનો અર્થ છે અહંકાર. એટલે જેમણે પોતાના અહંકારનું હનન કરી લીધુ હોય. આ તો બધા જાણે જ છે કે હનુમાનજીને કોઈ જ અભિમાન ન હતું.

જય બજરંગ બલી

જય બજરંગ બલી

હનુમાનને અંજની પુત્ર, પવન પુત્ર પણ કહેવામાં આવે છે. જ્યારે જ્યારે હનુમાનને ભૂખ લાગતી ત્યારે તે માતા અંજના પાસે જતા, માતા અંજના તેમને ભોજન આપતી. પણ એકવાર માતા અંજના કામમાં હતા અને હનુમાનને ભૂખ લાગી. ત્યારે તેમણે બગીચામાં જઈ ખાવાનું કંઈ શોધતા તેમને ઉપરની તરફ આકાશમાં ફળ જેવું કંઈક લાગ્યુ અને તેને તે ગળી ગયા. આખી દુનિયામાં અંધારુ થઈ ગયુ. ત્યારબાદ સૂર્ય ભગવાને પ્રાથના કરી અને તમામ દેવો એ આગ્રહ કર્યો. જેનાથી ગુસ્સે થઈ ઈન્દ્રે પોતાના વજ્રથી હનુમાન પર પ્રહાર કર્યો જેનાથી હનુમાન નીચે પડી ગયા.

English summary
Read this interesting article to know about the facts and stories of Lord Hanuman.
Please Wait while comments are loading...