Garuda Purana : મોત પહેલા મળે છે આવા સંકેત, જાણો શું કહે છે ગરૂડ પુરાણ
Garuda Purana : ગરુડ પુરાણ અનુસાર જ્યારે કોઇ વ્યક્તિનું મોત થવાનું હોય છે, તેને મોત પહેલા અમુક સંકેત મળે છે. જેનો ઉલ્લેખ ગરૂડ પુરાણમાં જોવા મળી રહ્યો છે.
Garuda Purana : હિંદુ ધર્મમાં કુલ 18 પુરાણ છે, જેમાં ગરૂડ પુરાણનું ઘણું મહત્વ છે. જેમાં ભગવાન વિષ્ણુ અને તેમના વાહન ગરૂડ વચ્ચેનો સંવાદનું વર્ણન છે. આ પુરાણમાં મોત અને મોત પછીના રહસ્યો વિશે વિસ્તારમાં જણાવવામાં આવ્યું છે.

ગરૂડ પુરાણ કોઈના મૃત્યુ બાદ જ વાંચવામાં આવે છે. ગરૂડ પુરાણમાં સ્વર્ગ, નરક, પાપ, પુણ્ય જ્ઞાન, નીતિ, નિયમો અને ધર્મ જેવી બાબતોનું વર્ણન જોવા મળે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે, તો તે પહેલા તેને કેટલાક ખાસ સંકેત મળવા લાગે છે.
વ્યક્તિ મૃત્યુ પહેલા જૂના જીવનને યાદ કરવા લાગે છે. તેના દ્વારા કરવામાં આવેલા તમામ ખરાબ અને સારા કાર્યો યાદ આવવા લાગે છે. તે ઈચ્છે તો પણ આ યાદોને રોકી શકતો નથી. આવી સ્થિતિમાં તેનું મન અસ્વસ્થ થવા લાગે છે.
ગરુડ પુરાણમાં જણાવ્યા અનુસાર કે, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે તેને એક રહસ્યમય દરવાજો દેખાવા લાગે છે. કેટલાકને જ્વાળાઓ દેખાય છે અને કેટલાકને તેજસ્વી પ્રકાશ દેખાય છે. આ ચિહ્નો દર્શાવે છે કે, તેમનું મૃત્યુ નજીક છે.
હથેળીની રેખાઓ વ્યક્તિના આખા જીવનનો અરીસો હોય છે, પરંતુ જ્યારે કોઈનું મૃત્યુ નજીક હોય છે, ત્યારે તેની હથેળીની રેખાઓ હળવી થઈ જાય છે. કેટલાક લોકો માટે તેઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ જાય છે.
જ્યારે વ્યક્તિના મૃત્યુમાં એક કલાક બાકી હોય છે, ત્યારે તેને યમદૂત દેખાવા લાગે છે. તેને લાગે છે કે, તેની આસપાસ નકારાત્મક ઉર્જા આવી ગઈ છે.
મૃત્યુ પહેલા વ્યક્તિને વિચિત્ર સપના આવવા લાગે છે. પૂર્વજો સપનામાં દેખાવા લાગે છે અને તેમની મુલાકાત શરૂ થાય છે. બીજી તરફ સપનામાં પૂર્વજોને રડતા જોવું એ પણ આવનાર મૃત્યુનો સંકેત છે.












Click it and Unblock the Notifications
