સૂર્ય અને બુધ એક જ દિવસે 16 જુલાઈએ કર્ક રાશિમાં કરશે પ્રવેશ, જાણો દરેક રાશિ પર અસર

માન-સમ્માન, પદ અને પ્રતિષ્ઠાનો ગ્રહ સૂર્ય તેમજ જ્ઞાન, બુદ્ધિ, વાણી અને સંપત્તિનો પ્રતિનિધિ ગ્રહ બુધ બંને 16 જુલાઈએ એક જ દિવસે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જાણો દરેક રાશિ પર અસર

નવી દિલ્લીઃ માન-સમ્માન, પદ અને પ્રતિષ્ઠાનો ગ્રહ સૂર્ય તેમજ જ્ઞાન, બુદ્ધિ, વાણી અને સંપત્તિનો પ્રતિનિધિ ગ્રહ બુધ બંને 16 જુલાઈએ એક જ દિવસે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય 16મી જુલાઈ 2022ના રોજ રાત્રે 10.56 કલાકે કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને બુધ બપોરે 12.10 કલાકે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ચંદ્રની કર્ક રાશિમાં બંને ગ્રહોની એકસાથે યાત્રા ખૂબ જ શુભ રહેશે. મંગળ પણ આ જ દિવસે સવારે 7.55 કલાકે ભરણી નક્ષત્રમાં પ્રવેશ કરશે.

કર્ક રાશિમાં બુધાદિત્ય યોગ

કર્ક રાશિમાં બુધાદિત્ય યોગ

સૂર્ય-બુધનો સંયોગ કર્ક રાશિમાં બુધાદિત્ય યોગ બનાવશે જે વિશેષ ફળદાયી રહેશે. સૂર્યની રાશિ સિંહ, બુધની રાશિ મિથુન-કન્યા અને ચંદ્રની રાશિ કર્ક માટે આ ગોચર શ્રેષ્ઠ રહેશે. અન્ય રાશિઓ માટે પણ આ ગોચર શુભાશુભ રહેશે. 31મી જુલાઈએ બુધ સિંહ રાશિમાં પ્રવેશ કરશે જ્યારે સૂર્ય 17મી ઓગસ્ટે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ રીતે બુધાદિત્ય યોગનો સંયોગ 15 દિવસ સુધી રહેશે.

મેષથી લઈને કન્યા રાશિ પર પ્રભાવ

મેષથી લઈને કન્યા રાશિ પર પ્રભાવ

  • મેષ: મેષ રાશિના ચોથા ભાવમાં સૂર્ય-બુધ ગોચર કરશે. શુભ પરિણામ મળશે. ધન-સંપત્તિ અને માતૃત્વ સુખ મળશે.
  • વૃષભ: ત્રીજા ભાવમાં સૂર્ય-બુધનુ ગોચર ભાઈ-બહેન તરફથી લાભ કરાવશે. સંબંધો સુધરશે, પરાક્રમમાં વધારો થશે.
  • મિથુન: ધન અને વાણીનો પ્રભાવ વધશે. લાભની તકો ઊભી થશે. પ્રોપર્ટી સંબંધિત કામ ઝડપી ગતિએ થશે.
  • કર્કઃ શારીરિક પીડા દૂર થશે. બૌદ્ધિક કાર્યમાં તમને લાભ મળશે. પ્રવાસો થશે. આવકના નવા સ્ત્રોત મળશે.
  • સિંહ: દ્વાદશમાં બુધાદિત્ય સર્વત્ર વિજય અપાવશે. આર્થિક લાભ થશે, કેસોમાં જીત થશે.
  • કન્યા: લાભની તકો વધશે. આવક પ્રાપ્ત થશે. રોકાણ નફો આપશે. મિત્રો, જીવનસાથી તરફથી તમને લાભ મળશે.
તુલાથી લઈને મીન સુધી પ્રભાવ

તુલાથી લઈને મીન સુધી પ્રભાવ

  • તુલા: લાભ ભાવનો સૂર્ય-બુધ વિશેષ સિદ્ધિઓ આપશે. આવકના નવા સ્ત્રોત મળશે. સ્વજનોનો સહયોગ મળશે.
  • વૃશ્ચિક: ભાગ્યને બળ મળશે. સંકટ ઓછુ થશે. ધન આવશે પણ ખર્ચ પર નિયંત્રણ રાખવુ પડશે. સ્વાસ્થ્ય ખરાબ રહેશે.
  • ધન: શારીરિક પીડા તમને પરેશાન કરી શકે છે. પૈસાની કમી અનુભવાશે. તમે બૌદ્ધિક ક્ષમતા દ્વારા પૈસા કમાઈ શકશો.
  • મકર: વિવાહિત જીવન સુખમય રહેશે. માન-સન્માન મળશે. આર્થિક સંકટ દૂર થશે. મિત્રો તરફથી તમને લાભ મળશે.
  • કુંભ: શત્રુઓ અને રોગો તમને પરેશાન કરશે. જો કે તમે તેના પર વિજય મેળવી લેશો. આર્થિક સંકટ આવી શકે છે. સ્વાસ્થ્ય બગડશે.
  • મીન: પ્રેમ, શિક્ષણ, સંતાનની બાબતોમાં તમને લાભ થશે. કટોકટી ટળી જશે. ધન લાભ થશે. નવી વિદ્યાઓ શીખશો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X