Surya Gochar 2023 : 15 માર્ચના રોજ થશે મહાગોચર, આ ત્રણ રાશિના જાતકોને નોકરીમાં મળશે બઢતી

Surya Gochar 2023 : જ્યોતિષશાસ્ત્ર અનુસાર 15 માર્ચ, 2023ના રોજ સૂર્ય ગોચર કરશે. ભગવાન સૂર્ય મીન રાશિમાં ગોચર કરશે. આ કારણે મીન રાશિમાં સૂર્ય અને ગુરુનો સંયોગ થશે, જે ત્રણ રાશિના જાતકોને ખૂબ જ શુભ ફળ આપશે.

Surya Gochar 2023 : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજ સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. સૂર્ય એક રાશિમાં એક મહિનો એટલે કે 30 દિવસ સુધી રહે છે, જેને સંક્રાંતિ પણ કહે છે. આ મહિને સૂર્ય ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કરશે, જેને મીન સંક્રાંતિ કહેવામાં આવે છે.

સૂર્ય ગોચર ત્રણ રાશિ માટે શુભ સાબિત થશે

સૂર્ય ગોચર ત્રણ રાશિ માટે શુભ સાબિત થશે

સૂર્યનું રાશિ પરિવર્તન અને મીન રાશિમાં પ્રવેશ કરવાથી તમામ 12 રાશિઓ પર અસર થશે. આ સાથે મીન રાશિમાં સૂર્ય અને ગુરુનો સંયોગપણ થશે, તેની અસર પણ તમામ રાશિના લોકો પર પડશે. આજે આપણે આ અહેવાલમાં 15 માર્ચના રોજ જે સૂર્ય ગોચર થવા જઈ રહ્યું છે,સૂર્ય ગોચર ત્રણ રાશિ માટે શુભ સાબિત થશે.

વૃષભ રાશિ પર સૂર્ય ગોચરની અસર

વૃષભ રાશિ પર સૂર્ય ગોચરની અસર

વૃષભ રાશિના લોકો માટે સૂર્ય ગોચર ખૂબ જ શુભ રહેશે. આ લોકોની આવકમાં જોરદાર વધારો થશે. રોકાણથી લાભ થશે. કરિયરમાં ઉન્નતિથશે. પ્રમોશન-ઇન્ક્રીમેન્ટ મળશે. જોખમી રોકાણ પણ સારું વળતર આપી શકે છે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે.

મિથુન રાશિ પર સૂર્ય ગોચરની અસર

મિથુન રાશિ પર સૂર્ય ગોચરની અસર

મિથુન રાશિના લોકોને પણ સૂર્યનું ગોચર સાનુકૂળ પરિણામ આપશે. નવી નોકરીની શોધ પૂર્ણ થશે. બેરોજગારોને રોજગાર મળશે.પ્રમોશન-ઉન્નતિ મળશે. કાર્યમાં સફળતા મળશે. વેપારમાં લાભ થશે, આ સાથે નફો પણ વધશે.

કર્ક રાશિ પર સૂર્ય ગોચરની અસર

કર્ક રાશિ પર સૂર્ય ગોચરની અસર

સૂર્યની રાશિમાં પરિવર્તન અને સૂર્ય અને ગુરુનો સંયોગ પણ કર્ક રાશિના જાતકોને ઘણો લાભ આપશે. અટકેલા કામ પૂરા થશે. આ સમયદરમિયાન તમને ભાગ્યનો પૂરો સાથ મળશે, જેના કારણે તમને સફળતા મળશે.

કરિયર માટે આ સારો સમય છે. આ સમય દરમિયાનબિઝનેસ ટ્રીપ પર જઈ શકો છો. ધનલાભની પ્રબળ શક્યતાઓ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X