Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સૂર્યગ્રહણ 2019: તમામ રાશિના જાતકો પર કેવી રહેશે સૂર્ય ગ્રહણની અસર? જાણો

આ સૂર્યગ્રહણની બધી 12 રાશિઓ પર અસર થવાની છે. જાણો આ રાશિઓનુ રાશિફળ...

પંડિત શર્માના જણાવ્યા અનુસાર આ સૂર્યગ્રહણની બધી 12 રાશિઓ પર અસર થવાની છે. મેષ, વૃષભ, મિથુન, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર રાશિના લોકો માટે આ સૂર્ય ગ્રહણ અશુભ ફળ આપનાર રહેશે. જ્યારે કર્ક, તુલા, કુંભ અને મીન રાશિ માટે ગ્રહણ શુભ રહેવાનુ છે. આ લોકોને લાભ મળી શકે છે. જાણો આ રાશિઓનુ રાશિફળ...

મેષ

મેષ

આ રાશિ માટે નવમ રાશિમાં ગ્રહણ હશે. ભાગ્યની કમી થઈ શકે છે. મદદ કરનારા તૈયાર હશે પરંતુ સમયના તાલમેલથી ગરબડ થઈ શકે છે.

વૃષભ

વૃષભ

તમારા માટે અષ્ટમ રાશિમાં ગ્રહણ હશે. ખૂબ જ સાવચેત રહેવુ પડશે. વાહન વગેરેમાં સાવચેતી રાખવી તેમજ વિવાદોથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો.

મિથુન

મિથુન

મિથુન રાશિથી સપ્તમ રાશિમાં ગ્રહણ હશે. પ્રેમમાં મુશ્કેલી આવી શકે છે. વૈવાહિક જીવનમાં પણ તણાવ થઈ શકે છે.

કર્ક

કર્ક

તમારા માટે ષષ્ઠમ રાશિમાં ગ્રહણ હશે. સ્વયંને સંભાળવાનો સમય છે. મહેનતનુ ફળ મળશે. શત્રુઓને પરાજિત કરવામાં સફળ થઈ શકો છો.

સિંહ

સિંહ

પંચમ રાશિમાં ગ્રહણ થવાથી સંતાન માટે ચિંતા વધશે. નોકરીમાં તણાવ થઈ શકે છે. કાર્યસ્થળે વિવાદ પણ થઈ શકે છે.

કન્યા

કન્યા

ચતુર્થ રાશિમાં ગ્રહણ થઈ રહ્યુ છે. સુખમાં ઘટાડો થશે. અશુભ સમાચાર મળી શકે છે. તણાવ વધશે.

તુલા

તુલા

તૃતીય રાશિમાં ગ્રહણ થઈ રહ્યુ છે. જૂના વિવાદ શાંત થશે. પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. યોજનાઓ સફળ થઈ શકે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

દ્વિતીય રાશિમાં ગ્રહણ હશે. સ્થાયી સંપત્તિ સાથે જોડાયેલા મામલામાં સમસ્યાઓ આવી શકે છે. ધનની કમી રહેશે અને ઉદાસી રહેશે.

ધન

ધન

આ રાશિમાં એક સાથે 6 ગ્રહ રહેશે અને ગ્રહણ હશે. ધીરજ રાખવાનો સમય છે. સ્વયંને સંભાળો અને વિચારોમા સમાનતા રાખો.

મકર

મકર

દ્વાદશ રાશિમાં ગ્રહણ. વધુ વ્યય કરશે તેમજ બિનજરૂરી મુશ્કેલી ઉભી કરશે. ઘરની ઉપયોગી વસ્તુઓ યોગ્ય રીતે કામ નહિ કરે.

કુંભ

કુંભ

એકાદશ રાશિમાં ગ્રહણ આવકને બાધિત કરી શકે છે પરંતુ મહેનતનુ ફળ મળશે. પૂજા-પાઠમાં મન લાગશે.

મીન

મીન

દશમ રાશિમાં ગ્રહણ કાર્યમાં બાધાઓ આવશે પરંતુ સ્વયંની સમજદારીથી મુશ્કેલીઓનો ઉકેલ કાઢી શકશો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X