For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Surya Grahan 2022: 25 ઓક્ટોબરે 1 કલાક 12 મિનિટનુ રહેશે ખંડગ્રાસ સૂર્યગ્રહણ, જાણો સમય

સંવત 2079 કારતક અમાસ 25 ઓક્ટોબર, 2022 મંગળવારના રોજ ખંડગ્રાસ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સંવત 2079 કારતક અમાસ 25 ઓક્ટોબર, 2022 મંગળવારના રોજ ખંડગ્રાસ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યુ છે. આ ગ્રહણ પૂર્વ ભારતના કેટલાક વિસ્તારો સિવાય સમગ્ર દેશમાં જોવા મળશે. દીવાળીના બીજા દિવસે થનારુ આ સૂર્યગ્રહણ સ્વાતિ નક્ષત્ર અને તુલા રાશિમાં હશે. ગ્રહણનો સમય ઉજ્જૈનના કેન્દ્રના સમય મુજબ સાંજે 4:41 વાગ્યે શરૂ થશે. ગ્રહણનો મધ્યકાળ સાંજે 5:38 કલાકે રહેશે અને ગ્રહણનો સંપૂર્ણ મોક્ષ સાંજે 6.29 કલાકે થશે.

solar eclipse

આ એક તીવ્ર ગ્રહણ છે એટલે તે સૂર્યાસ્ત પછી પણ ચાલુ રહેશે. તેથી તેની કુલ અવધિ સૂર્યાસ્ત સુધી એટલે કે સાંજે 5.53 વાગ્યા સુધી ગણવામાં આવશે. આ રીતે ગ્રહણનો સમયગાળો 5.53 વાગ્યે સૂર્યાસ્ત સુધી રહેશે જે 1 કલાક 12 મિનિટનો રહેશે. સૂર્યગ્રહણનુ સૂતક સૂર્યોદયના 12 કલાક પહેલા એટલે કે સવારે 4:41 કલાકે શરૂ થશે.

27 વર્ષ પહેલા દીવાળી પર આવ્યુ હતુ સૂર્યગ્રહણ

આ વખતે અમાસના બે દિવસના કારણે દીવાળી એક દિવસ પહેલા એટલે કે 24 ઓક્ટોબરે ઉજવવામાં આવશે તેથી ગ્રહણ દીવાળીની પૂજામાં અડચણ નહિ બને. આ પહેલા 27 વર્ષ પહેલા 24 ઓક્ટોબર 1995ના રોજ દીવાળીના દિવસે સૂર્યગ્રહણ થયુ હતુ.

દેશના વિવિધ શહેરોમાં ગ્રહણનો સમય

સ્થાન પ્રારંભ મોક્ષ

  • કુરુક્ષેત્ર સાંજે 4.26થી સાંજે 5.42
  • પ્રયાગરાજ સાંજે 4.39થી સાંજે 5.26
  • હરિદ્વાર સાંજે 4.27થી સાંજે 5.37
  • વારાણસી સાંજે 4.42થી સાંજે 5.22
  • પુષ્કર સાંજે 4.32થી સાંજે 5.55
  • દિલ્હી સાંજે 4.29થી સાંજે 5.42
  • પ્રતાપગઢ સાંજે 4.38થી સાંજે 5.59
  • ચિત્તોડગઢ સાંજે 4.38થી સાંજે 6.00
  • બાંસવાડા સાંજે 4.39થી સાંજે 5.59
  • ઝાલાવાડ સાંજે 4.37થી સાંજે 5.50
  • ઓમકારેશ્વર સાંજે 4.44થી સાંજે 5.56
  • ભોપાલ સાંજે 4.42થી સાંજે 5.47

English summary
Surya Grahan 2022 on 25th October. Khandagras Surya Grahan time, Place and all you need to know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X