પંચકમાં થયુ સુશાંત સિંહનુ મોત, જ્યોતિષ અનુસાર બૉલિવુડમાં થઈ શકે છે બીજા મોત
સુશાંત સિંહનુ મોત જ્યોતિષ અનુસાર એવા અશુભ કાળમાં થયુ છે જે સારા સંકેત નથી બતાવી રહ્યુ.
બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત સમાચાર સાંભળી દરેક જણ સ્તબ્ધ છે. 14 જૂને સુશાંત સિંહે મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમા ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત સિંહનુ મોત જ્યોતિષ અનુસાર એવા અશુભ કાળમાં થયુ છે જે સારા સંકેત નથી બતાવી રહ્યુ.

સુશાંત સિંહ રાજપૂતનુ પંચક યોગમાં થયુ મોત
સુશાંતનુ મોત જ્યોતિષ અનુસાર પંચક કાળમાં થયુ હતુ. પંચક કાલમાં થયેલ મોત પર સમાજના વિવિધ વર્ગોમાં વિચાર કરવામાં આવે છે. પંચક દરમિયાન કોઈનુ મૃત્યુ થઈ જાય તો ઘર પરિવારમાં પાંચ લોકો પર મૃત્યુ થવાનુ જોખમ મંડરાવા લાગે છે. બૉલિવુડ પણ એક પરિવાર જ છે. સુશાંત સિંહના મોત બાદ જ્યોતિષીઓએ જણાવ્યુ કે આ કાળમાં અત્યાર સુધી ફિલ્મી દુનિયાની ઘણી મોટી હસ્તીઓના મોત થઈ ચૂક્યા છે. સુશાંત સિંહનુ આ કાળમાં મોત બૉલિવુડ માટે સારા સંકેત નથી. વળી, સુશાંતના અંતિમ સંસ્કાર સમયે તેના ભાભીના મોતના સમાચાર સાંભળીને લોકોનો ડર વધી ગયો છે.

સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર સમયે તેની ભાભીનુ થયુ મોત
તમને જણાવી દઈએ કે બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહની આત્મહત્યાનુ દુઃખ તેમના ભાભી સુધા દેવી સહન કરી શક્યા નહિ. શોકમાં તેમનુ મોત થઈ ગયુ. તેમનુ મોત બરાબર એ જ સમયે થયુ જ્યારે મુંબઈમાં સુશાંતના અંતિમ સંસ્કાર સંપન્ન થઈ રહ્યા હતા. સુધા દેવીએ દિયરના મોતના સમાચાર સાંભળ્યા બાદ ખાવાપીવાનુ છોડી દીધુ હતુ. તે સુશાંત સિંહ રાજપૂતના પૈતૃક ગામ પૂર્ણિયાના મલડીહામાં રહેતા હતા. સુધા દેવીના પતિ તેમજ સુશાંતા પિતરાઈ ભાઈ અમરેન્દ્ર સિંહે જણાવ્યુ કે સોમવારે સવારથી સુદા દેવીની તબિયત વધુ ખરાબ થવા લાગી હતી. સાંજે પાંચ વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા. શોકાતુર અમરેન્દ્ર સિંહે રડતા રડતા જણાવ્યુ કે પહેલા ભાઈએ સાથ છોડ્યો, હવે પત્ની પણ ચાલી ગઈ. હવે તે કોના સહારે જીવતા રહેશે. હવે સુશાંતના મોત બાદ જ્યોતિષ આને પંચક કાળ સાથે જોડીને જોઈ રહ્યા છે.

સુશાંતના અંતિમ સંસ્કાર પહેલા કરાવાઈ હતી આ વિશેષ પૂજા
સુશાંત સિંહ રાજપૂતના પરિવારની નજીક ગણાતા જ્યોતિષે પરિવારને જણાવ્યુ છે કે સુશાંત સિંહનુ મૃત્યુ પંચક વિચરમાં થયુ છે. અષાઢ મહિનાના પંચકની શરૂઆત 10 જૂનની મધ્યરાત્રિથી થઈ છે અને તે 15 જૂનની મધ્યરાત્રિ બાદ 3.18 વાગ્યા સુધી રહ્યુ. આ જ કારણ હતુ કે સુશાંતના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર પહેલા પટનાથી આવેલા પંડિતે પંચક પૂજા કરી હતી.

શું છે પંચક કાળ, કેમ તેને ખતરનાક માનવામાં આવે છે
જ્યોતિષમાં પંચક કાળનુ વિશેષ મહત્વ છે. જ્યોતિષમાં પંચકને શુભ નક્ષત્ર માનવામાં આવતુ નથી. આને અશુભ અને હાનિકારક નક્ષત્રોનો યોગ માનવામાં આવે છે. નક્ષત્રોના મેળથી બનતા વિશેષ યોગને પંચક કહેવાય છે. જ્યારે ચંદ્રમા, કુંભ અને મીન રાશિ પર રહે છે ત્યારે એ સમયને પંચક કહેવામાં આવે છે. આ રીતે ઘનિષ્ઠાથી રેવતી સુધી જે પાંચ નક્ષત્ર (ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ તેમજ રેવતી) હોય છે તેમને પંચક કહેવામાં આવે છે. પ્રાચીન જ્યોતિષમાં સામાન્ય રીતે માનવામાં આવે છે કે પંચકમાં અમુક કાર્ય કરવામાં નથી આવતા. પાંચ નક્ષત્રોના યોગથી પંચક બને છે.
જ્યોતિષ અનુસાર જો પંચકના સમયે કોઈ અશુભ કાર્ય થઈ જાય તો તેનુ પાંચ વાર આવૃત્તિ થાય છે. એટલે કે જે પણ અશુભ થયુ છે, તે પાંચ વાર પુનરાવર્તિત થાય છે. ગરુણ પુરાણ મુજબ જો પંચકમાં કોઈનુ મોત થાય તો આવી મુશ્કેલી તેના પરિવારમાં પાંચ લોકો પર આવે છે. પંચકના પ્રભાવ માટે કહેવામાં આવે છે કે આનાથી બચવુ મુશ્કેલ હોય છે. જો કે શાસ્ત્રોમાં આના ઉપાયોનો પણ ઉલ્લેખ છે. આ ઉપાયો કરીને તેની અસર ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
MPના રાજ્યપાલ લાલજી ટંડનની હાલત નાજુક, વેન્ટીલેટર પર શિફ્ટ કરાયા
-
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
