Swapna shastra : શું તમને પણ આવે છે આવા સપના? જાણી લો તેનો અર્થ!

તમને ઘણીવાર સુતા સમયે સ્વપ્ન આવતા હશે, પરંતું તમને તેનો મતલબ ખબર નથી હોતો. દરેક સપનાનો મતલબ હોય છે, ઘણીવાર તો સ્વપ્ન નજીકના ભવિષ્યની ઝાંખી પણ કરાવે છે.

Swapna shastra : તમને ઘણીવાર સુતા સમયે સ્વપ્ન આવતા હશે, પરંતું તમને તેનો મતલબ ખબર નથી હોતો. દરેક સપનાનો મતલબ હોય છે, ઘણીવાર તો સ્વપ્ન નજીકના ભવિષ્યની ઝાંખી પણ કરાવે છે. આવા સમયે જો તમે સપનાને અર્થ સમજી શકો છો, તો ઘણી સમસ્યાઓમાંથી બચી પણ શકો છો. આજે અમે તમને સામાન્ય સપના જે લગભગ દરેક વ્યક્તિને આવે છે, તેનો અર્થ જણાવીશું.

dream

જો તમે તમારા સપનામાં બહુ બધા પૈસા જુઓ છો તો તેનો અર્થ જાણીને તમે પણ ચોંકી જશો. તમારા સપનામાં પૈસા જોવાનો અર્થ એ છે કે, તમે તમારા જીવનમાં સફળતા મેળવવા માગો છો. આ સાથે સાથે તમારા મનમાં સત્તા મેળવવાની ઈચ્છા પણ ઉત્પન્ન થઈ રહી છે.

સપના ઘણીવાર આપણા મનમાં ચાલી રહેલી મૂંઝવણને પ્રતિબિંબિત કરે છે. જો તમે સપનું જુઓ કે તમે ક્યાંક ખોવાઈ ગયા છો અથવા એવી જગ્યાએ છો જ્યાંથી તમને કોઈ રસ્તો મળી રહ્યો નથી, તો તેનો અર્થ એ છે કે, તમે વાસ્તવિક જીવનમાં વર્તમાન સમયમાં જે પણ પરિસ્થિતિમાં ફસાયેલા છો, તમારે તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.

ઘણી વાર તમે તમારા સ્વપ્નમાં તમારી જાતને ઊંચી ઇમારત અથવા પર્વત પરથી પડતા જોતા હશો. આ સામાન્ય સ્વપ્ન તમારી અસુરક્ષાની ભાવના દર્શાવે છે. એટલે કે તમે અસુરક્ષિત અનુભવો છો. આ ઉપરાંત આ સ્વપ્નનો એ પણ અર્થ થઈ શકે છે કે, તમે તમારી કામમાંથી ઉદ્ભવતા સંભવિત જોખમ પ્રત્યે બેદરકાર બની રહ્યા છો.

લોકો ક્યારેક તેમના સપનામાં કોઈ સેલિબ્રિટીને મળે છે અથવા લોકો આ પ્રખ્યાત હસ્તીઓ સાથે વાત કરવાનું શરૂ કરે છે, તો તેનો અર્થ એ છે કે, તમે વિશેષ અનુભવ કરવા માગો છો અથવા તમારા તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવાની ઈચ્છા ધરાવો છો.

જો તમે સ્વપ્નમાં તમારી જાતને ઉડતી જોઈ હોય, તો તેના બે અર્થ થાય છે. જો તમે તમારા સ્વપ્નમાં ઉડવાની ખુશી અનુભવો છો, તો તમે તમારા જીવનમાં આવવાના અનુભવ માટે ઉત્સાહિત છો. બીજી તરફ જો તમે તમારા સ્વપ્નમાં ઉડતી વખતે ડર અનુભવો છો, તો પછી તમે આવનારા નવા અનુભવ માટે ચિંતિત છો અથવા ડર અનુભવો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X