Swapna Shastra : જાણો સપનામાં ચંદ્ર દેખાવાનો મતલબ, જાણો સ્વપ્ન વિશ્લેષણ
Swapna Shastra : લોકોને તેમના સપનામાં અલગ-અલગ વસ્તુઓ જોવા મળે છે. કોઈને હાથી દેખાય છે, કોઈને સાપ દેખાય છે અને કોઈને સપનામાં ભગવાન દેખાય છે, પરંતુ શું તમે ક્યારેય તમારા સપનામાં ચંદ્ર જોયો છે?
Swapna Shastra : દુનિયામાં દરેક માણસને સપના આવે છે. ઘણા સ્વપ્ન યાદ રહી જાય છે, તો ઘણા યાદ રહેતા નથી. આપણને આવતા દરેક સપનાનો કોઇને કોઇ મતલબ હોય છે. આ સાથે સ્વપ્ન શાસ્ત્રમાં સમયનું પણ ઘણું મહત્વ છે.

વહેલી સવારે આવતા સ્વપ્ન યાદ પણ રહી જાય છે અને સાચા થવાની શક્યતા પણ વધું રહે છે. આવા સમય આપણે જો તમને સ્વપ્નમાં ચંદ્ર દેખાય તો તે શુભ છે કે અશુભ? અને તેનો શું મતલબ થાય છે? આ અહેવાલમાં એ વિશે જણીશું.

સપનામાં ચંદ્ર જોવાથી લાભ જ થાય છે
સ્વપ્ન શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, ચંદ્ર જોવો શુભ અને અશુભ બંને છે, પરંતુ એવું માનવામાં આવે છે કે, સપનામાં ચંદ્ર જોવાથી ભાગ્યનાદરવાજા ખુલે છે અને લાભ જ થાય છે. તમે જે પણ પ્રયાસ કરશો, તેમાં તમને સફળતા મળશે. હવે સમજો કે કયા સંજોગોમાં સપનામાં ચંદ્રજોવાનો અર્થ શું છે.

અર્ધ ચંદ્ર જુઓ
જો તમે તમારા સપનામાં અર્ધ ચંદ્ર જોયો હોય, તો તેનો અર્થ છે કે તમને ધંધામાં ફાયદો થશે. આ સિવાય કરિયરને લઈને જે પણસમસ્યાઓ છે, તે પણ દૂર થઈ જશે. જે લોકો બેરોજગાર છે, તેમને નોકરી મળી શકે છે. એટલે કે અર્ધ ચંદ્રનું સ્વપ્ન બિઝનેસ અને કરિયરબંને માટે શુભ માનવામાં આવે છે. તે વ્યવસાયના સંબંધમાં મુસાફરીનો પણ સંકેત આપે છે.

પૂર્ણ ચંદ્ર જુઓ
પૂર્ણ ચંદ્ર જોવાનો અર્થ એ છે કે, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. એટલે કે જે કામ માટે તમે મહેનત કરી રહ્યા છો, તેમાં તમનેસફળતા મળી શકે છે. તમારું પારિવારિક જીવન ખુશહાલ રહેશે. આ સાથે લોકોની ફરિયાદો પણ દૂર થશે. તમને વિદેશ પ્રવાસની તક મળીશકે છે.

વાદળો વચ્ચે ચંદ્ર જુઓ
જો તમે તમારા સપનામાં વાદળોની વચ્ચે ચંદ્ર જુઓ છો, તો તેનો અર્થ એ છે કે, તમારી દબાયેલી ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી નથી. અથવા તમેજે પ્રાપ્ત કરવા માંગો છો, તેમાં હાલ પૂરતી સમસ્યાઓ છે. જો તમે પણ આવું સપનું જોતા હોવ, તો તમારે જીવનમાં સારો બદલાવલાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આ પછી તમને સફળતા મળી શકે છે.

લાલ ચંદ્ર જુઓ
જો સપનામાં લાલાશ કે લાલ રંગનો ચંદ્ર દેખાય તો તેનો અર્થ એ છે કે, તમે માનસિક રીતે પરેશાન છો. આવા સ્વપ્ન પછી વિવાદ વધી શકેછે. તમારે સાવચેત રહેવાની જરૂર છે. તમે યોગ ધ્યાન કરવાથી લાભ મેળવી શકો છો.

તૂટેલા ચંદ્રને જુઓ
સ્વપ્નમાં તૂટેલો ચંદ્ર જોવો અશુભ છે. તે ઘરેલું વિખવાદ અને અલગતાનું સૂચક છે. આ સિવાય તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. જો આવુંસ્વપ્ન આવે તો તરત જ સાવધાન થઈ જાવ. કોઈ પણ બાબત પર વધુ પ્રતિક્રિયા આપવાનું ટાળવું જોઈએ. અન્યથા વિવાદ વકરી શકે છે.












Click it and Unblock the Notifications
