For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાશિ મુજબ જાણો શું છે તમારા નેગેટિવ પોઇન્ટ?

|
Google Oneindia Gujarati News

કોઇ પણ માણસ પરફેક્ટ નથી હોતું. અને આજ કારણ છે કે આપણે બધા પોત પોતાની રીતે યુનિક છીએ. દરેક વ્યક્તિમાં કેટલાક સારા પાસા હોય છે તો કેટલાક ખરાબ. બસ જરૂર એટલી જ છે કે જે ખરાબ પાસા હોય તેને આપણે આપણી મજબૂરી નહીં તાકાત બનાવી દઇએ તો સફળતા મેળવવી થોડીક સરળ પડી જાય.

આ 6 રાશિઓ હોય છે કપટી, બચીને રહેજો!

ધણીવાર તેવું થતું હોય છે કે માણસને પોતાના ગુણો વિષે તો ખબર હોય છે પણ પોતાની દુર્બળતા કે નેગેટિવ પોઇન્ટ વિષે ખબર નથી હોતી. ત્યારે આજે અમે રાશિ મુજબ તમારી અંદર કેવી દુર્બળતા છે તે વિષે જણાવાના છીએ. જેના વિષે જાણી તમે તમારા સ્વભાગ કે વર્તનમાં પરિવર્તન લાવી તેને વધુ સફળ બનાવી શકો છો. ત્યારે જાણો રાશિ મુજબ તમારા નેગેટિવ પોઇન્ટ...

મેષ

મેષ

મેષ રાશિના જાતકો સાફ અને સ્પષ્ટ બોલવાનું પસંદ કરે છે. જે એક સારી વાત છે પણ લોકોને દરેક વખતે સાચું સાંભળવું નથી ગમતું. અને તેના માટે લોકો તમને કટુવચની કહે છે. વળી તમને તમારો અહંકાર ખૂબ જ પ્રિય હોય છે.

વૃષભ

વૃષભ

વૃષભ લોકો ખૂબ જ જિદ્દી સ્વભાવના હોય છે. ધણીવાર તેમના માટે તેની જિદ્દ એટલી મહત્વની થઇ જાય છે કે તે સાચા-ખોટા વચ્ચે અંતર પારખવાનું ભૂલી જાય છે. વળી વૃષભના જાતકોની ડિક્સનરીમાં "ધીરજ" નામનો શબ્દ હોતો જ નથી.

મિથુન

મિથુન

મિથુન રાશિના જાતકો વધુ પડતું બોલે છે. બડબોલા સ્વભાવના કારણે તે ક્યારે પોતાના જ પગ પર કુહાડો મારી દે છે.

કર્ક

કર્ક

કર્ક રાશિ વાળી જે કરે છે તેમાં પોતાનું 100 % આપે છે પણ આ જ ચક્કરમાં તે એક જ વસ્તુને પકડીને બેઠા રહે છે. અને અન્ય વસ્તુનો જાણવાનો પ્રયાસ જ નથી કરતા.

સિંહ

સિંહ

સિંહ રાશિ વાળા સહમતિ કરવામાં નથી માનતા. તે ખાલી પોતાનું જ કહ્યું માને છે અને કરે છે. પણ વાત એમ છે કે દુનિયા એકલાથી નથી ચાલતી અને ધણી વાર ટીમવર્ક પણ જરૂરી હોય છે.

કન્યા

કન્યા

બહુ જલ્દી પોતાના હથિયાર નાખી દે છે. અને તેમનામાં ફાઇટિંગ સ્પિરીટ ઓછું હોય છે.

તુલા

તુલા

તુલા રાશિના જાતકો થોડા વધુ પડતા જ ઉદારવાદી હોય છે. જેના કારણે તે પોતે જ ધણીવાર મુશ્કેલીમાં પડી જતા હોય છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

ગુસ્સો વૃશ્ચિક જાતિના જાતકોનો સૌથી મોટો દુશ્મન હોય છે. તેમની પાસે તમામ શક્તિઓ હોય છે પણ તેમનો ગુસ્સો તેમની તમામ સારાઇ પર પાણી નાંખી દે છે.

ધનુર

ધનુર

આ રાશિના જાતકો બહુ જલ્દી લોકો માટે પોતાના મનમાં રાય બનાવી લે છે. પણ દર વખતે તમે જે રીતે માણસને જુઓ છો જરૂરી નથી કે તે તેવો જ હોય!

મકર

મકર

આ રાશિના જાતકો ખુબ જ વિચારે છે પણ પોતાના વિચારોને કદી શેયર નથી કરતા એટલા માટે જ તેમના નજીકના લોકો તેમને યોગ્ય રીતે સમજી નથી શકતા અને વિવાદ સર્જાય છે.

કુંભ

કુંભ

આ લોકો પોતાની જાતને સર્વશ્રેષ્ઠ સમજે છે. અને આ હુંપદાઇ જ તેમનું માનભંગ કરાવે છે.

મીન

મીન

આ લોકો પોતાની દુનિયામાં જ મસ્ત હોય છે. જેના લીધે કરીને લોકો તેમને સ્વાર્થી ગણે છે.

English summary
Every astrological sign has good and bad qualities. Here is The Bad Side Of Each Sign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X