For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જન્માષ્ટમી પર આ ઉપવાસ કરવાથી તમારી બંધ કિસ્મતના તાળાં ખુલી જશે, જાણો પૂજા વિધિ

જન્માષ્ટમી પર આ ઉપવાસ કરવાથી તમારી બંધ કિસ્મતના તાળાં ખુલી જશે, જાણો પૂજા વિધિ

|
Google Oneindia Gujarati News

જન્માષ્ટમીનો તહેવાર શ્રી કૃષ્ણના જન્મોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. 12 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી પર્વ ઉજવવામાં આવશે. દેશના અમુક સ્થળે 11 ઓગસ્ટે જન્માષ્ટમી ઉજવાઈ રહી છે. પરંતુ મોટાભાગના રાજ્યોમાં બે સાતમ આવતી હોવાથી 12 ઓગસ્ટે જન્માષ્ટમી ઉજવાશે. મથુરા નગરીમાં અસુરરાજ કંસના કારાવાસમાં દેવકીના આઠમા સંતાનના રૂપમાં ભગવાન શ્રીકૃષ્ણ ભાદ્રપદ કૃષ્ણપક્ષની અષ્ટમીના રોજ જન્મ્યા. તેમના જન્મનો સમય અર્ધરાત્રી હતો, ચાંદો ઉગી રહ્યો હતો અને એ સમયે રોહિણી નક્ષત્ર પણ હતું. માટે દર વર્ષે આ દિવસને કૃષ્ણ જન્મોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે.

જન્માષ્ટમી વ્રત

જન્માષ્ટમી વ્રત

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત બધા આયુષ્યના લોકો કરી શકે છે. પરંતુ જેમને સ્વાસ્થ્ય સમસ્યાઓ છે તેઓ આ વ્રત કરવાનું ટાળે તો તેમાં કંઈ વાંધો નહિ. તેઓ માત્ર ભગવાનની આરાધના કરે તો પણ વ્રત સમાન ફળ મળે છે. જ્યોતિષીય માન્યતાઓ મુજબ જન્માષ્ટમીનું વ્રત કરવાથી વ્યક્તિને બાળ કૃષ્ણ જેવું સંતાન પ્રાપ્ત થયા છે.

જન્માષ્ટમી વ્રત અને પૂજા વિધિ

જન્માષ્ટમી વ્રત અને પૂજા વિધિ

  • આ વ્રતમાં આઠમના વ્રતથી પૂજા અને નવમીના પારણાથી વ્રતની પૂર્તિ થાય છે.
  • આ ઉપવાસ કરનારા ઈચ્છે તો એક દિવસ પહેલા હળવો અને સાત્વિક ભોજન કરી શકે છે.
  • રાત્રે સ્ત્રી સંગથી વંચિત રહેવું અને બધી તરફથી મન અને ઈન્દ્રીઓને કાબૂમાં રાખવી.
  • ઉપવાસ વાળા દિવસે વહેલી સવારે સ્નાન કરી તમામ દેવી દેવતાઓને નમસ્કાર કરી પૂર્વ કે ઉત્તર તરફ મોઢું કરીને બેસવું.
પૂજા વિધિ

પૂજા વિધિ

  • હાથમાં જળ, ફળ અને પુષ્પ લઈ ઉપવાસનો સંકલ્પ કરો
  • હવે ભગવાન કૃષ્ણને સ્તનપાન કરાવતી માતા દેવકી જીની મૂર્તિ કે સુંદર ચિત્રની સ્થાપના કરો. પૂજામાં દેવકી, વાસુદેવ, બળદેવ, નંદ, યશોદા અને લક્ષ્મી જી આ બધાના નામ ક્રમશઃ લેતા વિધિવત પૂજા કરો.
  • આ વ્રત રાત્રે 12 વાગ્યા બાદ જ ખોલી શકાય છે. આ વ્રતમાં અનાજનો ત્યાગ કરવો.

જન્માષ્ટમી પર આ 6 વસ્તુઓ ભગવાન શ્રીકૃષ્ણને કરે છે અપ્રસન્નજન્માષ્ટમી પર આ 6 વસ્તુઓ ભગવાન શ્રીકૃષ્ણને કરે છે અપ્રસન્ન

English summary
the ritual of worship lord krishna on janmashtami
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X