આ મૂળાંકના જાતકોની વર્ષ 2023માં ખુલશે કિસ્મત, જાણો શું કહે છે અંકશાસ્ત્ર

નવું વર્ષ શરૂ થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આવા સમયે લોકો આશા રાખે છે કે, કેલેન્ડરમાં વર્ષ સાથે તેમનું નસીબ પણ બદલાય અને તેમનું નસીબ ખુલે.

નવું વર્ષ શરૂ થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આવા સમયે લોકો આશા રાખે છે કે, કેલેન્ડરમાં વર્ષ સાથે તેમનું નસીબ પણ બદલાય અને તેમનું નસીબ ખુલે. આવા સમયે અમે તમને જણાવી રહ્યા છીએ કે, અંક શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જેનો મૂળાંક 2 છે તે લોકો માટે આવનારુ વર્ષ કેવું રહેશે. કોઇપણ મહિનામાં 2, 11 કે 20 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 2 હોય છે.

2 મૂળાંક ધરાવતા લોકોનો વધશે પ્રભાવ અને સન્માન

2 મૂળાંક ધરાવતા લોકોનો વધશે પ્રભાવ અને સન્માન

વર્ષ 2023 મૂળાંક 2 ના જાતકોને ઘણું સન્માન આપશે. તમારો પ્રભાવ વધતો રહેશે. કાર્યસ્થળ પર તમારી જવાબદારીઓ વધશે. તમેતમારા કામને સારી રીતે સંભાળશો. આ તમારા માટે ફાયદાકારક રહેશે.

આ વર્ષ દરમિયાન તમને એક બાદ એક ઘણી સુવર્ણ તકો મળશે. તમે આ તકોનો લાભ લેતા રહો, જેના થકી તમને પ્રગતિ મળશે. વર્ષના મધ્યમાં તમે ખૂબ પ્રભાવશાળી સ્થિતિમાં રહેશો.

સમાજમાં માન-સન્માન મળશે. જે લોકો લાંબા સમયથી વિદેશમાં સ્થાયી થવાનું વિચારી રહ્યા હતા, તેમની યોજના આ વર્ષે પૂર્ણ થઈ શકે છે.

સ્વાસ્થ્ય અને બજેટનું ધ્યાન રાખો

સ્વાસ્થ્ય અને બજેટનું ધ્યાન રાખો

મૂળાંક 2ના જાતકોની આવક વર્ષ 2023 માં સારી રહેશે, પરંતુ ખર્ચ પણ વધશે. જો તમે બજેટને અનુસરો છો, તો તમે બચત પણ કરીશકશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ ઉતાર-ચઢાવથી ભરેલું હોય શકે છે, તેથી વર્ષ દરમિયાન આરોગ્ય અંગે સાવચેત રહો.

પ્રેમ જીવન અને લગ્ન જીવન

પ્રેમ જીવન અને લગ્ન જીવન

વર્ષ 2023માં મૂળાંક 2 ના જાતકોની લવ લાઈફ અને વિવાહિત જીવન પણ સારું રહેશે. જે લોકો લવ મેરેજ કરવા ઈચ્છે છે, તેમનેસફળતા મળશે. અવિવાહિતોને જીવનસાથી મળવાની શક્યતા છે. તો બીજી તરફ પરિણીત લોકોનું જીવન સુખમય રહેશે, સંબંધ મજબૂત રહેશે. જોકે પરિવારમાં કેટલીક તણાવપૂર્ણ પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે, જેને તમે દૂર કરી શકશો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X