આ 4 રાશિઓ માટે આવનારુ વર્ષ 2023 ખૂબ જ ફળદાયી, શનિદેવની રહેશે કૃપા દ્રષ્ટિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આવનારુ વર્ષ 2023 ચાર રાશિઓ માટે ખૂબ જ ફળદાયી રહેશે. શનિની કૃપા દ્રષ્ટિ તેમના પર રહેશે.
શનિના શુભ પ્રભાવથી રંક પણ રાજા બની જાય છે અને વ્યક્તિનુ જીવન સુખ-સમૃદ્ધિથી ભરાઈ જાય છે. જો શનિ અશુભ થાય તો વ્યક્તિએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હાલમાં ધન, મકર અને કુંભ રાશિ પર શનિની સાડાસાતી અને મિથુન, તુલા રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે. 17 જાન્યુઆરી, 2023ના રોજ શનિનુ રાશિ પરિવર્તન થવા જઈ રહ્યુ છે. એવામાં ચાર રાશિઓ એવી છે જેમના પર અશુભ પ્રભાવ નહિ પડે.

આ રાશિઓ પર વરસશે શનિદેવની કૃપા
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મેષ, વૃષભ, સિંહ અને કન્યા રાશિ પર વર્ષ 2023માં શનિની ખરાબ દ્રષ્ટિ નહિ પડે. ધન, મકર, કુંભ પર શનિની સાડાસાતી અને મિથુન અને તુલા પર શનિની ઢૈયા હોવાથી આ રાશિઓએ ખાસ ધ્યાન રાખવુ પડશે. શનિ જ્યારે 17 જાન્યુઆરીએ રાશિ પરિવર્તન કરશે ત્યારે આ રાશિઓને શનિના પ્રકોપમાંથી રાહત મળી શકે છે.
રોજ કરો હનુમાન ચાલીસાનો પાઠ
હનુમાનજીની પૂજા-અર્ચના કરવાથી શનિના અશુભ પ્રભાવથી બચી શકાય છે. હનુમાનજીની કૃપા મેળવવા માટે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો.
શિવલિંગ પર જળ અર્પણ કરો
ભગવાન શિવની કૃપાથી શનિ દેવના અશુભ પ્રભાવોથી બચી શકાય છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રોજ શિવલિંગ પર જળ અર્પણ કરો.
શનિ ચાલીસા અને મંત્રનો જાપ કરો
શનિ દેવને પ્રસન્ન કરવા માટે શનિ ચાલીસા અને શનિ દેવના બીજ મંત્રનો જાપ કરો. શનિ દેવની પૂજા-અર્ચના કરવાથી શનિદેવનાન અશુભ પ્રભાવોથી બચી શકાય છે.












Click it and Unblock the Notifications
