For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Kali Chaudas 2021: આજે 'કાળી ચૌદશ', જાણો પૂજાનો સમય, મહત્વ અને મંત્ર

આજે કાળી ચૌદશનો પર્વ છે જેને ભૂત ચતુર્દશીના નામથી પણ ઓળખવામાં આવે છે. જાણો તેનુ મહત્વ, પૂજાનો સમય અને મંત્ર.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજે કાળી ચૌદશનો પર્વ છે જેને ભૂત ચતુર્દશીના નામથી પણ ઓળખવામાં આવે છે. દેવ કાલીને સમર્પિત આ તહેવાર પશ્ચિમી રાજ્યોમાં ખાસ કરીને ગુજરાતમાં મનાવવામાં આવે છે. કાળી ચૌદશ ચંદ્ર કેલેન્ડરના કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના રોજ મનાવવામાં આવે છે. મા કાળીનુ રૂપ ભલે વિકરાળ હોય પરંતુ તે પોતાના ભક્તોને ખૂબ પ્રેમ કરે છે. તે શક્તિ અને કરુણાની પર્યાય છે, તેની કૃપા જેના પર પણ થાય છે, તેનુ કોઈ પણ નુકશાન થતુ નથી. મા કાળીની પૂજા કરવાની માનવીને શક્તિ, સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે અને તેના બધા કષ્ટોનો અંત થઈ જાય છે.

maa kali

કાળી ચૌદશ 2021: તિથિ અને સમય

ચતુર્દશી તિથિ શરૂઃ 3 નવેમ્બરના રોજ 09.02
ચતુર્દશી તિથિ સમાપ્તઃ 4 નવેમ્બરના રોજ 06.03

કાળી ચૌદશનુ મહત્વ

કહેવાય છે કે કાળી ચૌદશના દિવસે પૂજા કરવાથી બધી ખરાબ આત્માઓથી છૂટકારો મળી જાય છે. કાળી ચૌદશને તાંત્રિક અને અઘોરીઓ માટે તપસ્યા અને તેમના વિશિષ્ટ અનુષ્ઠાનો માટે આદર્શ દિવસ માનવામાં આવે છે. મા કાળી દરેક રીતે પોતાના ભક્તોની રક્ષા કરે છે અને તેમને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

પૂજા વિધિ

કાળી ચૌદશના અનુષ્ઠાન સ્મશાનમાં જઈને કરવામાં આવે છે અને પૂજા અંધારામાં અને એકાંતમાં કરવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે કાળી ચૌદશની રાતે ખરાબ આત્માઓ ખૂબ શક્તિશાળી હોય છે માટે ખરાબ આત્માઓથી બચવા અને સામનો કરવાની શક્તિ મેળવવા માટે મા કાળીની પૂજા કરવામાં આવે છે.

મા કાળીને આ મંત્રોથી કરો પ્રસન્ન

કાળી ચૌદશના દિવસે મા કાળીને પ્રસન્ન કરવા માટે નીચે મુજબના મંત્રોનો જાપ કરવો જોઈએ.

  • ॐ ह्रीं क्लीं अमुकी क्लेदय क्लेदय आकर्षय आकर्षय, मथ मथ पच पच द्रावय द्रावय मम सन्निधि आनय आनय, हुं हुं ऐं ऐं श्रीं श्रीं स्वाहा"।
  • क्लीं क्रीं हुं क्रों स्फ्रों कामकलाकाली स्फ्रों क्रों क्लीं स्वाहा!! "शरणागत दीनार्त परित्राण परायणे। सर्वास्यार्ति हरे देवि नारायणि नमोस्तुते।।"
  • ओम एं ह्रीं क्लीं चामुण्डायै विच्चै।
  • ऊँ क्रीं क्रीं क्रीं हूं हूं ह्रीं ह्रीं दक्षिणे कालिके क्रीं क्रीं क्रीं क्रीं ह्रीं ह्रीं स्वाहा!

English summary
Today is Kali Chaudas Puja,. Know Puja Time, Vidhi, significance and Mantra. read full details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X