Trigrahi Yog 2023 : મકર રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, ચમકાવશે ત્રણ રાશિની કિસ્મત

Trigrahi Yog 2024 : વૈદક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ચાલનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તમામ ગ્રહ એક નિશ્ચિત સમયે એક રાશિમાંથી અન્ય રાશિમાં પ્રવેશ કરે છે, જેને ગ્રહ ગોચર કહેવામાં આવે છે.

ત્રિગ્રહી યોગની અસર તમામ રાશિ પર શુભ અને અશુભ અસર થાય છે. આ સાથે ગ્રહ ગોચરના કારણે શુભ અને અશુભ યોગ બને છે, જેનું કારણ ગ્રહો વચ્ચેનો મિત્રતા અને શત્રુતાનો ભાવ જવાબદાર હોય છે.

આ સિવાય જ્યારે એકથી વધુ ગ્રહો એક જ રાશિમાં આવે છે, ત્યારે એક સંયોગ રચાય છે. તેવી જ રીતે 50 વર્ષ બાદ મકર રાશિમાં ત્રણ ગ્રહોનો સંયોગ બનવા જઈ રહ્યો છે.

Trigrahi Yog 2023

ફેબ્રુઆરી મહિનામાં ધન, સમૃદ્ધિ અને સુંદરતાનો મુખ્ય ગ્રહ શુક્ર મકર રાશિમાં રહેશે, બુધ અને મંગળ પણ મકર રાશિમાં રહેશે. મકર રાશિમાં ત્રણ ગ્રહોના સંયોગને કારણે તમામ રાશિઓ પર તેની અસર પડશે, પરંતુ આમાંથી કેટલીક રાશિઓ એવી હશે, જે સૌથી વધુ પ્રભાવિત થશે.

મેષ રાશિ પર ત્રિગ્રહી યોગની અસર : મેષ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. નાણાકીય લાભ માટે સારી તકો મળી શકે છે. તમારી રાશિમાં ત્રણ ગ્રહોનો સંયોગ જન્મકુંડળીના કર્મ ગૃહમાં બનવા જઈ રહ્યો છે.

નોકરીમાં પ્રમોશનના સંકેતો છે. જે લોકો રિયલ એસ્ટેટનો વેપાર કરે છે, તેમને સારી તકો મળી શકે છે. તમને પૈતૃક સંપત્તિથી પણ લાભ મળી શકે છે.

ધન રાશિ પર ત્રિગ્રહી યોગની અસર : ધન રાશિના લોકો માટે ત્રિગ્રહી યોગ ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. તમારી રાશિમાં, તમારા પૈસા અને વાણીના ઘરમાં આ યોગ બનવા જઈ રહ્યો છે. આ રીતે એવા સંકેતો છે કે, તમને અણધાર્યા પૈસા મળશે.

તમે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોશો. જેઓ બેરોજગાર છે, તેમને રોજગાર મળવાની સંભાવના છે. જે લોકો બિઝનેસ સાથે જોડાયેલા છે, તેમને બિઝનેસને આગળ વધારવામાં મદદ મળશે. જેના પૈસા ફસાયેલા છે, તે લોકોને પરત મળવાની આશા છે. આ સમય દરમિયાન યાત્રા થઈ શકે છે.

મકર રાશિ પર ત્રિગ્રહી યોગની અસર : મકર રાશિમાં ત્રિગ્રહી યોગ બનવાને કારણે મકર રાશિના લોકોને તેનો સૌથી વધુ ફાયદો થશે. તમારી રાશિમાં મંગળ, શુક્ર અને બુધનો સંયોગ બનશે. તમારો આત્મવિશ્વાસ વધશે.

દરેક પ્રકારના કામમાં સફળતા મળશે. વિવાહિત જીવનમાં તમને તમારા જીવનસાથી તરફથી સારો સહયોગ મળશે. નાણાકીય લાભની સારી તકો મળશે. નોકરી કરતા લોકોને સારી નોકરીની ઓફર મળશે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X