Trigrahi Yog 2023 : 18 ફેબ્રુઆરીના રોજ કુંભ રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, 3 રાશિની ખુલશે કિસ્મત
Trigrahi Yog 2023 : ફેબ્રુઆરીમાં 3 ગ્રહ એક જ રાશિમાં એકસાથે ભેગા થવા જઇ રહ્યા છે. જે કારણે ત્રિગ્રહી યોગ બનશે. જેની શુભ અસર 3 રાશિ પર થશે.
Trigrahi Yog 2023 : જ્યોતિષ શાસ્ત્રમાં રાશિ પરિવર્તન અને ગ્રહ સંયોગનું ઘણુ મહત્વ છે. દરેક ગ્રહ એક નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરે છે, જેને ગોચર કહેવામાં આવે છે. જો એખ રાશિમાં એક કરતા વધારે ગ્રહ ભેગા થાય તો તેને સંયોગ અથવા યુતિ તરીકે ઓળખાય છે.
આ ગ્રહ ગોચરની અસર દરેક પર પડે છે. આ મહિને 3 ગ્રહ એક જ રાશિમાં ભેગા થવા જઇ રહ્યા છે. જેની શુભ અસર 3 રાશિ પર થશે. આ 3 ગ્રહ ભેગા થવાથી ત્રિગ્રહી યોગ બનશે.

શનિ, સૂર્ય અને ચંદ્ર - આ ત્રણેય ગ્રહો કુંભ રાશિમાં હશે
18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી છે, જે હિન્દુઓ માટે મોટો તહેવાર છે. સાથે મહાશિવરાત્રીના દિવસે ત્રણ મુખ્ય ગ્રહો કુંભ રાશિમાં એક સાથે
એકઠા થવા જઈ રહ્યા છે. જેમાં શનિ, સૂર્ય અને ચંદ્ર આ ત્રણેય ગ્રહો કુંભ રાશિમાં હશે.

શનિદેવ 17 જાન્યુઆરી, 2023 સુધી કુંભ રાશિમાં છે
ઉલ્લેખનીય છે કે, શનિ અઢી વર્ષમાં એક વખત પોતાની રાશિ બદલે છે, સૂર્ય દર એક મહિને પોતાની નિશાની બદલે છે, જ્યારે ચંદ્ર દર અઢીદિવસે પોતાની રાશિ બદલે છે. શનિદેવ 17 જાન્યુઆરી, 2023 સુધી કુંભ રાશિમાં છે, જ્યારે સૂર્ય 13 ફેબ્રુઆરીથી 14 માર્ચ સુધી કુંભ રાશિમાંરહેશે.

3 રાશિના લોકો પર તેની વિશેષ અસર પડશે
18 ફેબ્રુઆરીના ચંદ્ર કુંભ રાશિમાં રહેશે. કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગની રચના તમામ રાશિના લોકો પર અસર કરશે, પરંતુ 3 રાશિના લોકો પરતેની વિશેષ અસર પડશે.

મેષ પર ત્રિગ્રહી યોગની અસર
મેષ રાશિના જાતકો માટે ત્રણ ગ્રહોનો ત્રિગ્રહી યોગ શુભ અને ફળદાયી સાબિત થવાનો છે. ત્રિગ્રહી યોગ તમારી રાશિના 11મા ઘરમાં બનશે.કુંડળીમાં 11મું ઘર આવક અને લાભનું સ્થાન છે.

આવકના નવા સ્ત્રોત મળવાની સંભાવના
આ સમય દરમિયાન તમારી આવકમાં સારો વધારો નોંધી શકાય છે. મેષ રાશિના લોકોને આવકના નવા સ્ત્રોત મળવાની સંભાવના છે.સારી ડીલ મળી શકે છે

અટકેલા કામ અને પૈસા જલ્દી મળવાના સંકેત
કાર્યક્ષેત્રમાં વખાણ અને વિસ્તરણ, અટકેલા કામ અને પૈસા જલ્દી મળવાના સંકેત છે. આ સમય દરમિયાન તમને તમારા હાથમાં સારી ડીલમળી શકે છે.

વૃષભ પર ત્રિગ્રહી યોગની અસર
વૃષભ રાશિના લોકો માટે ત્રિગ્રહી યોગ વરદાનથી ઓછો નહીં હોય. નાણાંકીય લાભની સારી તકો મળશે.

વિવાહિત જીવન સુખમય રહેશે
આ સમય દરમિયાન વિવાહિત જીવન સુખમય રહેશે. જે લોકો નોકરી કરે છે, તેમને એક સાથે નોકરીમાં ઘણી તકો મળી શકે છે.

નવા કાર્યની શરૂઆત માટે સમય શુભ
આવા સમયે વ્યવસાયમાં સારો નફો અથવા નફાકારક ડીલ થઈ શકે છે. નવા કાર્યની શરૂઆત કરવા માટે આ સમય ખૂબ જ શુભ સાબિતથશે.

મકર પર ત્રિગ્રહી યોગની અસર
કુંભ રાશિમાં સૂર્ય-શનિ અને ચંદ્રનો ત્રિગ્રહી યોગ મકર રાશિ માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે.

બીજા ભાવમાં થવાનું છે આ ગ્રહોનું ગોચર
આ ગ્રહોનું ગોચર તમારી કુંડળીના બીજા ભાવમાં થવાનું છે. કુંડળીનું બીજું ઘર ધન અને વાણીનું સ્થાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાંમકર રાશિના લોકોને અચાનક પૈસા મળવાની સંભાવના છે.

મીઠી વાણીના કારણે સમાજમાં માન-સન્માન મળશે
તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને કોઈ સારા સમાચાર મળી શકે છે. વેપારમાં વિસ્તરણની સારી સંભાવના છે. તમારી મીઠી વાણીનાકારણે સમાજમાં માન-સન્માન મળશે.












Click it and Unblock the Notifications
