Happy Birthday: મંગળવારે જન્મેલા લોકો હોય છે આવા!
વ્યક્તની જન્મના આધારે તેમના વિશે ઘણુ બધુ જાણી શકાય છે. તેમના જીવનના ઘણા તબ્બકાઓની પહેલેથી જ જાણ થઈ જાય છે. તો જાણો તમારા જન્મના દિવસ અનુસાર તમારુ ભવિષ્ય.
જેવી રીતે જન્મના આંકડાની તમારા જીવન પર અસર પડે છે. તેવી જ રીતે તમે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યુ હશે કે, બાળકનો જન્મ આ દિવસે કરાવો, આ દિવસે નહિં. આ વિશે વાત કરતા પ્રસુતિ રોગના નિષ્ણાત ડૉ. ગૌરી જૈનનું કહેવું છે કે, હંમેશા લોકઅમારી પાસે આવે છે અને કહે છે કે મેડમ જો ઓપરેશન કરવાનું હોય તો આ દિવસે કરાવો કારણ કે બ્રાહ્મણ પ્રમાણે આવનારા બાળક માટે આ દિવસ શુભ છે. તેને આધારે આજે અમે તમને જણાવીશું કે તમે જે દિવસે જન્મ લો છો તેની તમારા જીવન પર કેવી અસર પડે છે. આજે વાત કરીશું મંગળવારે જન્મેલા જાતકો વિશે.

મંગળવાર
મંગળવારનો દિવસ એટલે હનુમાનનો દિવસ. આ દિવસે જન્મેલુ બાળક અત્યંત બળશાળી, ચતુર અને હોંશિયાર મનાય છે. મંગળવારનો દિવસ બાળકના જન્મ માટે અત્યંત શુભ દિવસ છે. આ દિવસે જન્મેલા જાતકોમાં અનેક વિશેષ ગુણો હોવાની સાથે કેટલીક નબળાઈઓ પણ હોય છે. તો આગળ વિસ્તારથી જાણો તેમનામાં કયા કયા ગુણો હોય છે.

બહાદૂર, સ્માર્ટ અને એક્ટિવ
- મંગળવારે જન્મેલા લોકો ઘણા બહાદૂર, સ્માર્ટ અને એક્ટિવ હોય છે.
- તેઓ લોકોની મદદ કરવા હંમેશા તૈયાર રહે છે, તેમનો સ્વભાવ થોડો પરોપકારી પ્રકારનો હોય છે.
- તેઓ પોતાના દરેક કામો ગંભીરતાથી કરે છે.
- તેઓ મુશ્કેલીઓથી ઘેરાયેલા રહે છે, તેમની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ લેતી નથી.
- તેમનાથી ખોટુ સહન થતુ નથી, પરિણામે તેમને ગુસ્સો વધારે અને જલ્દીથી આવે છે.
- તમને લક્ઝરી જીવન જીવવું ગમે છે, પરિણામે તેમની પાસે સારા કપડા, ગાડી, ઘર અને તમામ વસ્તુઓ હોય છે જે એક લકઝરી જીવન જીવવા માટે જરૂરી હોય છે.
- તેઓ સ્વભાવે ઈમાનદાર અને સાચા બોલા હોય છે, પરિણામે તેઓ પોતાના દમે સફળતા પ્રાપ્ત કરે છે.
- તેઓ જલ્દી કોઈનાથી ભળતા નથી, તેમને ઈશ્વરમાં વિશ્વાસ હોય છે.
- આવા જાતકો જલ્દીથી કોઈને માફ કરી શકતા નથી, જે તેમની નજરમાંથી એકવાર ઉતરી જાય તે ફરી તેમના મનમાં જગ્યા બનાવી શકતુ નથી.
- તેમને પોતાના નિર્ણયો જાતે લેવા ગમે છે, અને તેઓ ખૂબ જ ખર્ચિલા હોય છે.
- તેમનું લગ્નજીવન સુખમય હોય છે, મોટેભાગે તેમને એક સુંદર જીવનસાથી મળે છે.
- તેમની સૌથી મોટી ખામી છે કે તેમનું મન ખૂબ જ જલ્દી ચીજોથી ઉબાઈ જાય છે.
- તેઓ સ્ટ્રેટ ફોરવર્ડ હોય છે, પરિણામે હંમેશા લોકો તેમના વિશે ખોટી ધારણા બાંધી લે છે, પણ તેઓ મનના કોમળ હોય છે.
- મંગળવારે જન્મેલા લોકોની કોઈ એક ખાસિયત હોય છે, જે તેમને તમામ ભીડથી અલગ પાડે છે.

ઈમાનદાર અને સાચાબોલા

નિર્ણયો













Click it and Unblock the Notifications
