For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tulsi Vivah 2022 Muhurat & Katha: આજે તુલસી વિવાહ, જાણો શુભ મુહૂર્ત અને કથા

આજે તુલસી વિવાહ પહેલા દરેક વ્યક્તિએ આ લગ્નના કારણ અને વાર્તા વિશે જાણવુ જોઈએ.

By Desk
|
Google Oneindia Gujarati News

Tulsi Vivah 2022 Muhurat & Katha: જે લોકો કારતક મહિનાની દ્વાદશી તિથિએ તુલસી વિવાહ કરે છે તેઓ શનિવારે એટલે કે 5 નવેમ્બરના રોજ ભગવાન શાલિગ્રામ સાથે તુલસી માતાના વિવાહ કરશે. તમને જણાવી દઈએ કે જે દિવસે તુલસી વિવાહ થાય છે તે દિવસે ઘરમાં ઉત્સવનો માહોલ હોય છે. મા તુલસીનો શ્રૃંગાર એવી રીતે થાય છે જેવી રીતે લગ્ન માટે કોઈ છોકરીને શણગારવામાં આવે છે. તુલસી વિવાહ પહેલા દરેક વ્યક્તિએ આ લગ્નના કારણ અને વાર્તા વિશે જાણવુ જોઈએ.

tulsi vivah

પૌરાણિક કથાઓ મુજબ પ્રાચીન સમયમાં જલંધર નામનો એક દુષ્ટ રાક્ષસ રહેતો હતો, જે ખૂબ જ શક્તિશાળી હતો. આમ તો તેનામાં ઘણી બધી બુરાઈઓ હતી પરંતુ તેણે એક સારુ કામ કર્યુ હતુ અને તે હતુ વૃંદા કન્યા સાથે લગ્ન. વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. તે દિવસ-રાત તેમની પૂજામાં મગ્ન રહેતી. તે જાણતી હતી કે તેનો પતિ અસુર છે પરંતુ તેમ છતાં તે તેના પત્ની ધર્મનુ સંપૂર્ણ પ્રમાણિકતાથી પાલન કરતી હતી. તેની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેને સદાય સુખી રહેવાનુ વરદાન આપ્યુ હતુ.

આ વરદાન પછી જલંધરની શક્તિ વધી ગઈ હતી. તે પહેલા કરતા વધુ શક્તિશાળી બની ગયો હતો પરંતુ તેણે પોતાની શક્તિનો ખોટા કામોમાં ઉપયોગ કરવા માંડ્યો હતો. તેણે દેવતાઓ અને દેવકન્યાઓને પરેશાન કરવાનુ શરૂ કર્યુ. જેના કારણે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માટે દોડ્યા. જ્યારે વિષ્ણુને ખબર પડી કે આ બધુ તેમના પોતાના વરદાનથી થઈ રહ્યુ છે ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ ગયા અને તેમણે જલંધરને પાઠ ભણાવવા માટે એક માયાની રચના કરી.

તેમણે જલંધરનુ રૂપ લઈને વૃંદાનુ સતીત્વ ભંગ કરી દીધુ. ત્યારબાદ જલંધરની શક્તિ અડધી થઈ ગઈ અને તે યુદ્ધમાં માર્યો ગયો પરંતુ જ્યારે વૃંદાને સત્ય ખબર પડી ત્યારે તેને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે છેતરપિંડી કરવા બદલ ભગવાન વિષ્ણુને પત્થર બનવાનો શ્રાપ આપ્યો પરંતુ પછીથી દેવતાઓની પ્રાર્થનાથી તેણે પોતાનો શ્રાપ પાછો ખેંચી લીધો હતો અને જલંધરની ચિતા સાથે સતી થઈ હતી પરંતુ ભગવાન વિષ્ણુને પોતાની ભૂલ માટે ક્ષોભ થયો. જેના પસ્તાવા માટે તેમણે પોતાનુ એક રુપ શાલિગ્રામ તરીકે ધારણ કર્યુ હતુ.

જ્યાં વૃંદા સતી થઈ હતી ત્યાં તુલસીના છોડનો જન્મ થયો હતો. જેને વિષ્ણુએ પવિત્ર હોવાનુ અને પોતાની ભૂલ સુધારીને શાલિગ્રામની પત્ની બનવાનો અધિકાર આપ્યો અને કારતક મહિનાની દ્વાદશી તિથિએ તુલસી સાથે લગ્ન કર્યા અને ત્યારથી લોકો આ દિવસને તુલસી વિવાહ તરીકે ઉજવવા લાગ્યા. એટલા માટે ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરવામાં આવે છે. તુલસીને દેવી લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં આવે છે.

તુલસી વિવાહ શુભ મુહૂર્ત

તુલસી વિવાહ તારીખ - 05 નવેમ્બર 2022
તુલસી વિવાહ શુભ મુહૂર્ત: 5 નવેમ્બરના રોજ સાંજે 05:35થી 07:12 સુધી,
તુલસી વિવાહના દિવસે રવિ યોગ બની રહ્યો છે, જે લગ્ન માટે શુભ હોય છે.

તુલસી વિવાહનુ મહત્વ

કહેવાય છે કે જે ઘરમાં તુલસી વિવાહ થાય છે ત્યાં હંમેશા સુખ-શાંતિ રહે છે. તે ઘરમાં માતા લક્ષ્મી અને વિષ્ણુની કૃપા બની રહે છે. પતિ-પત્ની વચ્ચે હંમેશા પ્રેમ રહે છે, તેને ભૂલીને પણ તેમના ઘરમાં કોઈ દુ:ખ નથી આવતુ. સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે.

English summary
Tulsi Vivah 2022 on 5th November. Know shubh muhurt, Katha and everything about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X