Vastu Tips : પતિ-પત્ની ખુશ રહે તે માટે અપનાવો આ વાસ્તુ ટિપ્સ

લગ્ન જીવનમાં ખટપટનું કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. આપનાવો કેટલાક ઉપાયો અને મેળવો દોષથી મુક્તિ.આ અંગે વધુ વાંચો અહીં.

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહે. કુટુંબના દરેક સભ્યો એકબીજા સાથે મળીને રહે અને તેમની વચ્ચે પ્રેમ જળવાઈ રહે, પણ ઘણા કુટુંબોમાં સભ્યો વચ્ચે ખટપટ ચાલ્યા કરતી હોય છે. કોઈને કોઈ વાતને લઈ એકબીજા વચ્ચે મનદુઃખ રહે છે. જો તમારા કુટુંબમાં પણ આવું જ ચાલી રહ્યુ છે તો તેનું કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્રનો મૂળ આધાર દિશાઓ હોય છે. તે જણાવે છે કે તમારે ઘર કેવી રીતે બનાવવું જોઈએ.

દૈવિય દિશા

દૈવિય દિશા

વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર અને પૂર્વને દૈવિય દિશા માનવામાં આવે છે અને તેના મધ્યની દિશા ઈશાન કોણ કહેવાય છે. આ ત્રણેય દિશાઓને સાફ-સ્વચ્છ, ખુલ્લી અને હવા-ઉજાશવાળી રાખવી જોઈએ. આ દિશાઓ પર લાલ અને ગુલાબી રંગ ક્યારેય ન કરો. જૂના છાપા, ડસ્ટબિન, ભારે વસ્તુઓ, ઈલેક્ટ્રોનિક સાધનો આ દિશામાં મુકવા નહિં. ટોયલેટ અને કિચન પણ આ દિશાઓમાં ન મુકવા. જો આમ કરો છો તો માનસિક તાણ રહ્યા કરે છે.

બેડરૂમ

બેડરૂમ

પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાં બેડરૂમ ન હોવા જોઈએ. તેનાથી તમારી વચ્ચે ભાવનાત્મક રીતે દબાણ રહે છે. કોઈ પણ કામમાં મન લાગતુ નથી. માથુ ભારે રહે છે અને તાણ રહ્યા કરે છે. મનમાં નકારાત્મક વિચારો આવશે. દાંપત્યજીવનમાં પણ આ દિશામાં બેડરૂમ તાણ પેદા કરે છે.

મુખ્ય દ્વાર

મુખ્ય દ્વાર

ઘરનું મુખ્ય દ્વાર અગ્નેય કોણ એટલે કે દક્ષિણ-પૂર્વ દિશામાં ક્યારેય ન હોવું જોઈએ. તેનાથી કુટુંબમાં વિના કારણે મુશ્કેલી અને ઝગડા થયા કરે છે. ઘરનો ઉત્તર-પશ્ચિમી ખૂણો એટલે કે વાયવ્ય ખૂણો વધેલો ન હોવો જોઈએ. આવું હોવાને કારણે ઘરના બાળકોને અભ્યાસમાં મન લાગતુ નથી. તે હંમેશા ચિંતામાં રહે છે, જેની અસર તેમના રિઝલ્ટ પર પડે છે. મગજની શાંતિ માટે સારી ઉંઘ આવવી જરૂરી છે. જેથી ઊંઘતી વખતે તમારુ માથુ ઉત્તર કે પશ્ચિમ દિશામાં રહે છે તો તેને બદલો. ઊંઘતી વખતે માથુ દક્ષિણ દિશામાં હોય તો વધુ સારુ મનાય છે.

ઉત્તર-પૂર્વ દિશા

ઉત્તર-પૂર્વ દિશા

ઉત્તર કે પૂર્વ દિશામાં ઓમ અને સ્વસ્તિકનું ચિન્હ લગાવો. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ થાય છે અને માનસિક તાણમાંથી છૂટકારો મળે છે. મગજના બ્લોકેજ ખુલશે. ઘરની પૂર્વ દિશામાં રહેલી બારી કે દરવાજા જ્યાં સવારે સુરજની રોશની આવે છે, ત્યાં એક ક્રિસ્ટલ બોલ રાખો. તડકો ક્રિસ્ટલ બોલ પર પડવો જોઈએ. તેનાથી આખા ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ થાય છે.

દક્ષિણ દિશા

દક્ષિણ દિશા

ભારે અને ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે, વોશિંગ મશીન, ફ્રિજ વગેરે અગ્નેય કોણ કે દક્ષિણ દિશામાં રાખો. દક્ષિણની દિવાલો લાલ, કત્થઈ રંગમાં રંગો. દક્ષિણ દિશામાં એક લાલ બલ્બ લગાવો. આખા ઘરને સાફ-સ્વચ્છ રાખો. સુગંધિત ધૂપ, અગરબત્તી નિયમિત લગાવો. તાજા સુગંધિત ફૂલો રોજ ઘરમાં લાવો અને ફ્લાવર વાસમાં લગાવો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X