આ વાતોનું ધ્યાન રાખશો તો હંમેશા થશે ધનની વર્ષા

Posted By: Staff
Subscribe to Oneindia News

વાસ્તુ શાસ્ત્રમાં ઉત્તર દિશાના સ્વામી કુબેર મનાય છે. પરિણામે મોટાભાગના લોકોની ઈચ્છા હોય છે ઉત્તરમુખી મકાન લેવા કે બનાવડાવવાની. વ્યાપારિક મકાન કે કોર્પોરેટ હાઉસ પણ ઉત્તર મુખી ભૂખંડ પર બનાવવામાં આવે છે, પરિણામે આ દિશામાં બનાવેલા મકાન આર્થિક સંપન્નતા પ્રદાન કરે છે.

ઉત્તર તરફના મુખ વાળા મકાનમાં રહેનારા લોકો માત્ર સુખી-સંપન્ન નથી રહેતા, પણ તેમનું આરોગ્ય પણ અત્યંત સારુ રહે છે. ઉત્તરમુખી ભવનમાં વાસ્તુ શાસ્ત્રના મોટા ભાગના નિયમો ફીટ બેસે છે. ઘણીવાર ઉત્તર દિશા તરફના મકાન બનાવતી વખતે પણ લોકો ઘણી ભૂલો કરી બેસે છે, જે તેમની માટે મુશ્કેલીનું કારણ બને છે.

vastu

ઉત્તર દિશામાં મકાન બનાવતા ધ્યાનમાં રાખવાની બાબતો

 • ઉત્તર દિશા ધનના આધિપતિ કુબેરની દિશા છે પરિણામે આ દિશાના મકાનમાં આગળની તરફે વધુમાં વધુ ખાલી જગ્યા છોડવી જોઈએ.
 • મકાન બનાવતી વખતે ઉત્તર-પૂર્વ દિશામાં ભારે પિલર, થાંભલા ન બનાવડાવવા, તેનાથી મોટો વાસ્તુ દોષ પેદા થાય છે. 
 • મકાનની ઉત્તર અને પૂર્વ દિશા તરફ અને અન્ય દિશાઓની અપેક્ષાએ વધારે બારીઓ હોવી જોઈએ. 
 • ઉત્તરમુખી ભવનમાં લગાવામાં આવતો મુખ્ય દરવાજો ચારખૂણા વાળો રાખવો જોઈએ. તે આર્ક કે ગોળાકારમાં રાખવો સારો નથી. 
 • ઉત્તરની બાજુ ઓપન ટેરેસ રાખવું જોઈએ. તે સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં મદદ કરે છે. 
 • ધાબાનો ઢોળાવ પણ ઉત્તર કે પૂર્વની બાજુ રાખવો જોઈએ. 
 • અંડરગ્રાઉન્ડ ટાંકી ઉત્તર-પૂર્વમાં બનાવવી, તેનાથી મકાનમાં રહેનારા લોકો ધનનો સંગ્રહ કરી શકે છે. 
 • ધ્યાન રાખજો કે ઉત્તર-પૂર્વ દિશામાં સૈપ્ટિક ટેંક કે ગંદા પાણી વહેવાનું સ્થાન ભૂલથી પણ ન બનાવવું. 
vastu

ઉત્તર દિશામાં આ વસ્તુઓ ક્યારેય ન રાખવી

 • ઉત્તરદિશામાં રસોડું ન હોવું જોઈએ. 
 • ટોયલેટ-બાથરૂમ ન હોવું જોઈએ. 
 • ઉત્તર-દિશાનો કોઈ ખૂણો કપાયેલો ન હોવો જોઈએ. 
 • ભારે પોલ કે ઝાડ ન હોવું જોઈએ. 
 • ઉત્તર દિશાની જમીન ઉંચી ન હોવી જોઈએ. 
 • દક્ષિણની અપેક્ષાએ ઉત્તરની છત ઉંચી ન હોવી જોઈએ. 
 • ઉત્તર દિશામાં ઓવરહેડ ટેંક ન હોવી જોઈએ. 
 • ઉત્તર દિશામાં બેડરૂમ ન હોવું જોઈએ. 
 • ઉત્તર દિશામાં કચરો ભેગો ન કરવો જોઈએ.
English summary
Vastu Shastra Remedy For North Direction.
Please Wait while comments are loading...