For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vastu Tips : અઠવાડિયાના આ બે દિવસે ન કરો અગરબત્તી, નહીંતર ઘરમાં રહેશે ક્લેશ

Vastu Tips : વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. એવી જ રીતે દેવી-દેવતાઓની સામે પૂજા કરતી વખતે, જ્યારે ઘરમાં અગરબત્તી પ્રગટાવવી, તો પહેલા તેનાથી સંબંધિત કેટલાક નિયમો વિશે જાણી લો

|
Google Oneindia Gujarati News

Vastu Tips : હિન્દુ ધર્મમાં દેવી-દેવતાની પૂજા આરાધના કરવાનું ઘણું મહાત્ય છે. આ પૂજા દરમિયાન લોકો દીવા-અગરબત્તી, ફુલહાર, પ્રસાદ, ફળ અક્ષત, ચંદન ભગવાનને ચડાવે છે. જેમાં દરેક વસ્તુનું પોતાનું આગવું મહત્વ છે. આવામાં સવાર-સાંજ થતી દૈનિક પૂજામાં દીવા-અગરબત્તી ચોક્કસથી કરવામાં આવે છે.

agarbatti

અગરબત્તી સામાન્ય રીતે મોટાભાગના ઘરોમાં વપરાય છે, પરંતુ શું તમે જાણો છો કે, અઠવાડિયાના દરેક દિવસે અગરબત્તી ન પ્રગટાવવી જોઈએ? તમારે એ જાણી લેવું જોઇએ કે, કયા દિવસે અગરબત્તી ન પ્રગટાવવી જોઈએ. અગરબત્તી કરવાથી થતા નુકસાન વિશે વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે.

આ દિવસે અગરબત્તી ન કરવી

આ દિવસે અગરબત્તી ન કરવી

વાસ્તુશાસ્ત્ર અનુસાર મંગળવાર અને રવિવારની પૂજા દરમિયાન અગરબત્તી ન કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, આ દિવસેઅગરબત્તી સળગાવવાથી સુખ-સમૃદ્ધિ પર ખરાબ અસર પડે છે. આ સાથે તમારે નાણાકીય તંગીનો સામનો કરવો પડી શકે છે.

અગરબત્તી વાંસની બનેલી હોય છે. એટલા માટે રવિવાર અને મંગળવારના રોજ વાંસ ન બાળવો જોઈએ. આવું કરવાથી બાળક પર પણખરાબ અસર પડે છે. આ સાથે જ પરિવારમાં ઝઘડા અને ક્લેશ પણ થાય છે.

અગરબત્તી ન કરવી હિતાવહ

અગરબત્તી ન કરવી હિતાવહ

વાસ્તુશાસ્ત્ર ધાર્મિક માન્યતાઓ અનુસાર, વાંસને વંશનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જ કહેવાય છે કે, વાંસને ક્યારેય બાળવો જોઈએનહીં. તેનાથી સંતાનના વિકાસને નુકસાન થાય છે. તેની સાથે પિતૃદોષનો અનુભવ થાય છે. તેથી વાંસમાંથી બનેલી અગરબત્તીઓ નબાળવાનો પ્રયાસ કરો, તે વધુ સારું છે.

નસીબ પર અસર પડે છે ખરાબ

નસીબ પર અસર પડે છે ખરાબ

ફેંગશુઈ અનુસાર, વાંસ સળગાવવાથી ખરાબ નસીબ આવે છે. ઘરમાં નકારાત્મક ઉર્જા વધવાથી દરેક વ્યક્તિની પ્રગતિ પર ખરાબ અસરપડે છે.

અગરબત્તીઓની જગ્યાએ ધુપનો ઉપયોગ કરો

અગરબત્તીઓની જગ્યાએ ધુપનો ઉપયોગ કરો

શાસ્ત્રો અનુસાર, જો તમે ઇચ્છો તો અગરબત્તીની જગ્યાએ ધુપ સળગાવી શકો છો. કારણ કે, તેમાં વાંસનો ઉપયોગ થતો નથી.

English summary
Vastu Tips : Do not burn incense stick on these two days of the week, know the reason
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X