Vastu Tips: આર્થિક તંગી રહેતી હોય કે પૈસા ના બચતા હોય તો, આ ભૂલ હોઈ શકે છે કારણ
Vastu Tips: વાસ્તુશાસ્ત્ર સંપૂર્ણપણે દિશાઓ પર આધારિત છે. જો દિશાઓમાં કોઈ ખામી હોય તો તે ઘરમાં રહેતા લોકોના જીવનમાં ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. ઉદાહરણ તરીકે, જો પૂર્વ દિશામાં કોઈ ખામી હોય તો પરિવારના સભ્યોમાં હંમેશા માન-સન્માનની કમી રહે છે.
તે ઘરમાં રહેતા યુવાનોના કરિયરમાં ગતિ નથી આવતી, જો ઉત્તર દિશામાં કોઈ ખામી હોય તો હંમેશા પૈસાની તંગી રહે છે. તેવી જ રીતે જો દક્ષિણ દિશામાં દોષ હોય તો પરિવારના સભ્યોના સ્વાસ્થ્યમાં હંમેશા સમસ્યા રહે છે.

જો તમે તમારા ઘરની દિશાઓ સુધારશો તો તમારી સ્થિતિ આપોઆપ બદલાઈ જશે.વાસ્તુશાસ્ત્ર 10 દિશાઓ પર કામ કરે છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન (ઉત્તર-પૂર્વ), અગ્નિ (પૂર્વ-દક્ષિણ), નૈરિત્ય (દક્ષિણ-પશ્ચિમ), વાયવ્ય (પશ્ચિમ-ઉત્તર), આકાશ અને પૃથ્વી.
આ દસ દિશાઓના દેવતાઓ અને પ્રતિનિધિઓ ગ્રહો છે. ઈશાનના ભગવાન શિવ અને ગ્રહ ગુરુ છે, પૂર્વના ભગવાન ઇન્દ્ર અને ગ્રહ સૂર્ય છે, અગ્નિના દેવ અગ્નિ અને શુક્ર ગ્રહ છે, દક્ષિણના દેવ યમ અને મંગળ ગ્રહ છે, નૈઋત્યના દેવ નૈરુતિ રાક્ષસ છે અને રાહુ ગ્રહ છે, પશ્ચિમના દેવ વરુણ અને શનિ ગ્રહ છે, વાયવ્સના દેવ વાયુ છે અને ચંદ્ર ગ્રહ છે, ઉત્તરના દેવ કુબેર છે અને બુધ ગ્રહ છે. તેવી જ રીતે, આકાશ દિશાનાના સ્વામી બ્રહ્મા છે અને પૃથ્વીના સ્વામી શેષનાગ છે.
તમારા ઘરમાં દિશાઓથી સંબંધિત કોઈ વાસ્તુ દોષ હોય કે ન હોય, જો તમે આ દિશાઓમાં તેમના દેવી-દેવતાઓ સંબંધિત કોઈ વસ્તુ રાખો છો તો તમને અને તમારા પરિવારને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થશે.
ઈશાન:આ દિશામાં નાનો ફુવારો અથવા માછલીઘર મૂકી શકાય.
પૂર્વઃ આ દિશામાં ક્રિસ્ટલ બૉલ રાખો જેના પર સવારનો સૂર્યપ્રકાશ પડતો હોય.
અગ્નિઃ આ દિશામાં લાલ બલ્બ સાથે સફેદ સ્ફટિકનો દીવો સ્થાપિત કરો.
દક્ષિણઃ આ દિશામાં લાલ બલ્બ લગાવો અથવા દીવાલને લાલ રંગ કરો.
નૈઋત્યઃ આ દિશામાં કાળા કાચની બોટલ રાખવી અથવા કાળો કાચ લગાવવો વધુ સારું રહેશે.
પશ્ચિમઃ વાદળી કાચની બોટલમાં પાણી ભરો અને તેમાં મની પ્લાન્ટ લગાવો.
વાયવ્યઃ આ દિશામાં ઘંટ સ્થાપિત કરી શકાય અથવા સફેદ આરસની મૂર્તિ મૂકી શકાય.
ઉત્તરઃ આ દિશામાં દિવાલનો રંગ લીલો રાખો અથવા પિત્તળની કુબેરની મૂર્તિ રાખો.
આકાશઃ આ ઘરની મધ્યસ્થ જગ્યા છે, જો શક્ય હોય તો તેને ખાલી રાખો.
પૃથ્વીઃ આ તત્વને સંતુલિત કરવા માટે ઘરની વચ્ચે કાચી માટીથી બનેલી જગ્યા રાખો.












Click it and Unblock the Notifications
