Vastu Tips: ઘરમાં તાંબાના સૂર્ય આ રીતે લગાવવાથી થાય છે અઢળક ફાયદા
ઘર કે ઑફિસમાં તાંબાનો સૂર્ય લગાવવાના અઢળક ફાયદા છે. આવો જાણીએ તેના લાભ અને તે ક્યાં લગાવવો જોઈએ.
Copper Sun Vastu Tips: ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે તાંબાના સૂર્યને શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. તાંબાનો સૂર્ય એટલે કે તાંબાની પ્લેટ પર સૂર્ય જેવી આકૃતિ. એવુ માનવામાં આવે છે કે ઘરમાં યોગ્ય સ્થાને તાંબાનો સૂર્ય લગાવવાથી ઘરમાંથી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તાંબાનો સૂર્ય પૉઝિઝિટ એનર્જી વધારીને હાનિકારક પ્રભાવને દૂર કરે છે. આવો જાણીએ તાંબાનો સૂર્ય લગાવવાના ફાયદા અને તેને ઘરમાં ક્યાં લગાવવો જોઈએ.

તાંબાનો સૂર્ય લગાવવાના લાભ
- ઘરમાં તાંબાનો સૂર્ય લગાવવાથી આખા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે.
- ઘર કે ઑફિસમાં તાંબાનો સૂર્ય લગાવવાથી માન અને સમ્માન મળે છે.
- તાંબાનો સૂર્ય લગાવવાથી પ્રભાવશાળી લોકો સાથે તમારા સંબંધો વધુ સારા કરવામાં મદદ કરે છે.
- એવુ કહેવાય છે કે તાંબાના સૂર્યમાં એટલી પ્રબળ આકર્ષણ ક્ષમતા હોય છે કે તે પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા લોકોને પોતાની તરફ આકર્ષે છે.
- તાંબાનો સૂર્ય ક્રિએટીવ વ્યક્તિઓને ખાસ લાભ આપે છે. તે લગાવવાથી તેમની ક્રિએટીવિટીમાં વધારો થાય છે.
- તાંબાનો સૂર્ય લગાવવાથી ઘરમાં પરસ્પર સંબંધો મજબૂત થાય છે. કીર્તિ અને યશ વધે છે.
- વેપારીઓ, સરકારી અધિકારીઓ કે કલાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ પોતાના ઘરમાં ખાસ તાંબાનો સૂર્ય લગાવવો જોઈએ.
તાંબાનો સૂર્ય ક્યાં લગાવવો જોઈએ
- ઘરમાં પૂર્વ દિશામાં જો કોઈ બારી કે રસ્તો ના હોય તો પૂર્વ દિશાની દિવાલ પર તાંબાનો સૂર્ય લગાવવો જોઈએ. આનાથી વાસ્તુદોષ દૂર થાય છે. ઘરમાં સમૃદ્ધિ આવે છે અને ઘરમાં રહેતા લોકો સાથે સંબંધો મધુર બને છે.
- ઘરનુ મુખ્ય દ્વાર પૂર્વ દિશામાં હોય તો દરવાજા પર બહારની બાજુ તાંબાનો સૂર્ય લગાવવાથી ધન-સંપત્તિ તમારા ઘર તરફ આકર્ષાય છે. આ સૂર્ય ઘરમાં પ્રવેશ કરતી વખતે તમને દેખાવો જોઈએ.
- ઑફિસમાં પૂર્વ દિશાની દિવાલ પર તાંબાનો સૂર્ય લટકાવવાથી તમારા કરિયરમાં પ્રગતિ થાય છે. તમારી નોકરી અને વ્યવસાયમાં સફળતા મળે છે.
- માનવામાં આવે છે કે જો તમે સીધા સૂર્યના કિરણો સામે ઉભા ના રહી શકતા હોય તો પછી તાંબાના સૂર્યથી મળતી ઉર્જાનો લાભ મેળવી શકો છો.
- તમે ઑફિસ કે ઘરમાં ક્યાંય પણ તાંબાનો સૂર્ય લગાવી શકો છો. તેમાંથી મળતી ઉર્જી આપણને કરિયરમાં આગળ વધવામાં મદદ કરે છે અને સાચો રસ્તો બતાવે છે.












Click it and Unblock the Notifications
