Vastu Tips : ઘરમાં અટેચ્ડ બાથરૂમ હોય તો ન કરો આ ભૂલો, નહીંતર થઇ જશો કંગાળ
Vastu Tips : વાસ્તુશાસ્ત્ર એ આર્કિટેક્ચરનું એક પ્રાચીન, પરંપરાગત વિજ્ઞાન છે, જ્યાં તમે સમજી શકો છો કે, વ્યક્તિ પોતાના ઘરની જગ્યાઓ કેવી રીતે ડિઝાઇન અને લેઆઉટ કરે છે.
Vastu Tips : વાસ્તુશાસ્ત્રમાં બાંધકામ, ઘર અને ઓફિસ સંબંધિત ઘણા નિયમ જણાવવામાં આવ્યા છે. બાથરૂમમાં સકારાત્મક ઉર્જા હોવાનો જરૂરી છે. તેનું કારણ છે લોકો સવારે ઉઠીને બાથરૂમમાં ફ્રેશ થાય છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, બાથરૂમ માટેના વાસ્તુ નિયમો પર ધ્યાન આપવું અતિ જરૂરી છે. જે સ્વાસ્થ્ય સંબંધિત નુકસાન થઇ શકે છે અને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા અને અશુભ શુકન પણ લાવી શકે છે.

ખાસ કરીને એટેચ્ડ બાથરૂમ-ટોયલેટના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે, નહીં તો જીવન નકારાત્મકતાથી ભરાઈ જાય છે. જો તમે પણ ઘરમાં અટેચ બનાવવા માંગો છો અથવા તમારા રૂમ સાથે બાથરૂમ જોડાયેલું છે, તો તમારે ઘણી સાવચેતી રાખવી જરૂરી.
જો તમે સાવચેતી ન રાખો, તો વાસ્તુ અનુસાર તમને આર્થિક નુકસાન થઈ શકે છે. તો આ અહેવાલમાં તેના ઉપાયો વિશે જાણીશું.
સામાન્ય રીતે, આજકાલ ઘરોમાં અટેચ્ડ બાથરૂમ બનાવવામાં આવે છે. તેનાથી પતિ-પત્નીના સંબંધો પર નકારાત્મક અસર પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂતી વખતે તમારા પગ બાથરૂમ તરફ ન રાખો, આવું કરવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ વધી જાય છે.
સૂતી વખતે બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખો. નહિંતર લગ્ન જીવનમાં વિવાદ વધશે. ક્યારેક વાત એટલી વધી જાય છે કે, વાત
છૂટાછેડા સુધી પહોંચી જાય છે. તેની સાથે ઘરની આર્થિક સ્થિતિ પણ આના કારણે બગડવા લાગે છે.
અટેચ્ડ બાથરૂમ પણ વાસ્તુ દોષનું કારણ બને છે. વાસ્તુ દોષોને દૂર કરવા માટે તમારા બાથરૂમમાં કાચનો બાઉલ રાખો અને તેમાં રોક સોલ્ટ ભરો. તેને એક અઠવાડિયા સુધી બાથરૂમમાં આમ જ રહેવા દો. આ પછી, તે મીઠું સિંકમાં ફ્લશ કરો અને પછી બાઉલમાં બીજું મીઠું નાખો.
આ ઉપાયથી બાથરૂમ સાથે જોડાયેલા વાસ્તુ દોષ દૂર થાય છે. કોઈ પણ બાથરૂમ હોય, તેની ટોયલેટ સીટ હંમેશા બંધ રાખવી જોઈએ, કારણ કે, તેમાંથી નકારાત્મક ઉર્જા બહાર આવે છે, તેનાથી આર્થિક નુકસાન થાય છે.












Click it and Unblock the Notifications
