For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vastu Tips : જો ઘરના મની પ્લાન્ટમાં બાંધો લાલ દોરો, મળશે ચમત્કારી ફાયદા

મની પ્લાન્ટ એક એવો છોડ છે, જે સામાન્ય રીતે દરેક ઘરમાં જોવા મળે છે. લોકો તેને ઘરની અંદર અથવા બાલ્કનીમાં મૂકવાનું પસંદ કરે છે. કેટલાક લોકો તેને ઓફિસમાં પણ રાખે છે.

|
Google Oneindia Gujarati News

Vastu Tips : મની પ્લાન્ટ એક એવો છોડ છે, જે સામાન્ય રીતે દરેક ઘરમાં જોવા મળે છે. લોકો તેને ઘરની અંદર અથવા બાલ્કનીમાં મૂકવાનું પસંદ કરે છે. કેટલાક લોકો તેને ઓફિસમાં પણ રાખે છે. મની પ્લાન્ટની સારી વાત એ છે કે તેની વધારે કાળજી લેવી પડતી નથી અને તેને ઉગાડવામાં સરળતા રહે છે. મની પ્લાન્ટના ઘણા ફાયદા છે. વાસ્તુ અનુસાર જે ઘરમાં મની પ્લાન્ટ હોય ત્યાં સકારાત્મક ઉર્જા બની રહે છે.

શુક્રની ખરાબ અસર થતી નથી

શુક્રની ખરાબ અસર થતી નથી

વાસ્તુમાં મની પ્લાન્ટ વિશે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. મની પ્લાન્ટનો છોડ ઘરમાં રાખવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાયછે, કારણ કે મની પ્લાન્ટનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. જે ઘરમાં મની પ્લાન્ટ યોગ્ય દિશામાં લગાવવામાં આવે છે, ત્યાં શુક્ર ગ્રહની કોઈ ખરાબઅસર થતી નથી અને સુખ-સમૃદ્ધિ રહે છે.

લાલ રંગનો દોરો બાંધવો શુભ

લાલ રંગનો દોરો બાંધવો શુભ

વાસ્તુ અનુસાર મની પ્લાન્ટના છોડને લાલ રંગનો દોરો બાંધવો શુભ હોય છે. જો કોઈ વ્યક્તિ પૈસાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા ઈચ્છે છેઅને પ્રગતિ કરવા ઈચ્છે છે, તો તેણે શુક્રવારે મની પ્લાન્ટના છોડમાં લાલ દોરો બાંધવો જોઈએ.

કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે

કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે

મની પ્લાન્ટમાં લાલ દોરો બાંધતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. શુક્રવારની સવારે સ્નાન કર્યા પછી દેવી લક્ષ્મીની પૂજાકરો અને અગરબત્તી પ્રગટાવો.

તમે મની પ્લાન્ટમાં જે દોરો બાંધવા જઈ રહ્યા છો તે દેવી લક્ષ્મીના ચરણોમાં ચઢાવો, પછી માતાની આરતીકરો અને લાલ દોરામાં કુમકુમ ચઢાવો. હવે આ દોરાને મની પ્લાન્ટના મૂળની આસપાસ બાંધો. આ ઉપાય કરવાના થોડા દિવસો પછી તમનેતેના ફાયદા દેખાવા લાગશે.

English summary
Vastu Tips: If you tie a red thread in the money plant of the house, you will get miraculous benefits
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X