For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vastu Tips: ઘરની ઉત્તર દિશાને ઠીક કરીને મેળવો સુખ-સમૃદ્ધિનુ વરદાન

ઉત્તર દિશાને સ્વચ્છ રાખીને અને અહીંથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહાવીને તમે પોતાની આવકના સ્ત્રોતમાં પણ વૃદ્ધિ કરી શકો છો.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની બધી દિશાઓનુ પોતાનુ વિશેષ મહત્વ હોય છે પરંતુ જો તમે પોતાના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ નિરંતર જાળવી રાખવા માંગતા હોય અને ધન-સંપત્તિમાં વધારો કરવા માંગતા હોય તો ઉત્તર દિશા પર ખાસ ધ્યાન આપવુ જોઈએ. ઉત્તર દિશાને ધન-સંપત્તિની દિશા કહેવામાં આવે છે. આ દિશાને સ્વચ્છ રાખીને અને અહીંથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહાવીને તમે પોતાની આવકના સ્ત્રોતમાં પણ વૃદ્ધિ કરી શકો છો. આના માટે અમુક વિશેષ વાતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે.

vastu

ઘરની ઉત્તર દિશામાં શું ન હોવુ જોઈએ

  • ઘરની ઉત્તર દિશા હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ. આ દિશામાં બિલકુલ ગંદકી, કચરો ન હોવો જોઈએ.
  • કાંટાવાળા છોડ, પીપળાનું ઝાડ, વડનુ ઝાડ કે મોટા કદના વૃક્ષો ઉત્તર દિશામાં ન લગાવવા જોઈએ.
  • હિંસક પ્રાણીઓ, પક્ષીઓ, યુદ્ધના ચિત્રો વગેરે ઉત્તરની દિવાલ પર ન લગાવવા જોઈએ.
  • ઇલેક્ટ્રિકલ ઉપકરણો, ભારે મશીનરી, અગ્નિ સંબંધિત વસ્તુઓ ઉત્તર દિશામાં ન હોવી જોઈએ.

ઉત્તર દિશામાં શું હોવુ જોઈએ

  • ઉત્તર દિશા ખુલ્લી રાખવામાં આવે તો સારુ રહેશે પરંતુ જો કોઈ બાંધકામ કરવામાં આવે તો પૂજા ખંડ, સ્ટડી હોલ કે લાયબ્રેરી હોવી જોઈએ.
  • ઉત્તર દિશામાં તુલસી, મની પ્લાન્ટ અથવા ક્રસુલાનો છોડ લગાવવાથી આર્થિક સમૃદ્ધિ વધે છે.
  • ઉત્તર દિશામાં ફુવારો, ધોધ વગેરે બનાવી શકાય.
  • જો તમારા ઘરનો કોઈ પણ ઓરડો ઉત્તર દિશામાં બનેલો હોય તો તેની ઉત્તરની દીવાલ પર લક્ષ્મી-કુબેરની મૂર્તિ કે ચિત્ર લગાવવાથી ધન-સંપત્તિ વધે છે.
  • મોટાથી લઈને નાના સુધીના તમામ પ્રકારના ચલણ, નોટો વગેરેને ઉત્તરીય દિવાલ પર એક ફ્રેમમાં લગાવવી જોઈએ.
  • ઉત્તરની દીવાલ વાંસળી, શ્રી કૃષ્ણના ચિત્રો વગેરેથી શણગારેલી હોવી જોઈએ. તેનાથી પરિવારમાં પ્રેમ જળવાઈ રહે છે.

English summary
Vastu Tips: Know about north direction of the house to get blessings, dos and donts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X