Vastu Tips : ઘરમાં રહે છે બિમારીઓનો ડેરો, રસોડામાંથી દૂર કરો આ વસ્તુ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં દવાઓ પણ ન રાખવી જોઈએ, જેના કારણે સતત સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહે છે. આ સાથે સાથે ઘરમાં નકારાત્મક ઉર્જા પણ વધવા લાગે છે
Vastu Tips : વાસ્તુ શાસ્ત્રમાં વાસ્તુ શાસ્ત્રમાં ઘર સજાવટ માટે ઘણા સૂચનો કરવામાં આવ્યા છે. જેનાથી તમને નાણાકીય લાભ મળે છે. વાસ્તુ શાસ્ત્રમાં રસોડાનું આગવું મહત્વ હોય છે. રસોડાને પૂજાઘર જેટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. જે કારણે રસોડામાં પણ સાફ-સફાઇનું ધ્યાન રાખવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર અમુક વસ્તુ રસોડામાં રાખવી જોઇએ નહીં.

તૂટેલા વાસણો ન રાખો
ગૃહિણીઓને વાસણો ખૂબ ગમે છે. આ બાબતમાં તે સહેજ તૂટેલા વાસણોને ફેંકી દેવાને બદલે, બને ત્યાં સુધી તેનો ઉપયોગ કરતી રહે છે. જે વાસ્તુ અનુસાર શુભ માનવામાં આવતું નથી. રસોડામાં કોઈપણ પ્રકારનો જૂનો સામાન, કાંટ લાગેલા વાસણો વગેરે ન રાખવા જોઈએ. જેનાથી માતા અન્નપૂર્ણા આનાથી નારાજ થઈ શકે છે.

રસોડામાં ન રાખો દવાઓ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં દવાઓ પણ ન રાખવી જોઈએ, જેના કારણે સતત સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહે છે. આ સાથે સાથે ઘરમાંનકારાત્મક ઉર્જા પણ વધવા લાગે છે.

અશુભ છે સાવરણી રાખવી
વાસ્તુ અનુસાર ઘરનું રસોડું સાફ રાખવું જોઈએ. અલબત્ત સાવરણી સ્વચ્છતા માટે ઉપયોગી છે, પરંતુ સાવરણીને રસોડામાં રાખવી અશુભ છે.
એવું માનવામાં આવે છે કે, રસોડામાં સાવરણી રાખવાથી સ્વાસ્થ્ય પર માઠી અસર થાય છે. આ સાથે જ માતા અન્નપૂર્ણા પણ ક્રોધિત થાય છે, જેના કારણે ઘરમાં ભોજનની અછત રહે છે.

રસોડામાં ન મૂકો અરીસો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે રસોડામાં અરીસો લગાવ્યો હોય તો તે અશુભ છે. આ કારણે જીવનમાં સમસ્યાઓ આવતી અને જતી રહે છે. એવું માનવામાં આવે છે કે, રસોડામાં અરીસાના કારણે અગ્નિનું પ્રતિબિંબ બને છે. જેના કારણે રસોડામાં વધુ ઉર્જા ઉત્પન્ન થાય છે અને તે ખૂબ જ નુકસાનકારક છે.












Click it and Unblock the Notifications
