શુક્રનું રાશિ પરિવર્તન: જાણો તમારી રાશિ પર કેવો પ્રભાવ પાડશે

પ્રેમ, સૌદર્ય, આકર્ષણ, દાંપત્યજીવન, યોન સુખ, ભૌતિક સુખ-સુવિધાઓ અને લક્ઝરી લાઈફનું પ્રતિનિધિ કરનારો ગ્રહ શુક્ર 9 સપ્ટેમ્બરની મધ્યરાત્રી બાદ 1 વાગ્યાના 41 મિનિટે કન્યા રાશિમાં પ્રવેશ કરશે.

પ્રેમ, સૌદર્ય, આકર્ષણ, દાંપત્યજીવન, યોન સુખ, ભૌતિક સુખ-સુવિધાઓ અને લક્ઝરી લાઈફનું પ્રતિનિધિ કરનારો ગ્રહ શુક્ર 9 સપ્ટેમ્બરની મધ્યરાત્રી બાદ 1 વાગ્યાના 41 મિનિટે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. લગભગ 24 દિવસ કન્યા રાશિમાં રહ્યા બાદ શુક્ર 3 ઓક્ટોબરની મધ્યરાત્રી બાદ અને 4 ઓક્ટોબરના રોજ 5 વાગ્યાના 14 મિનિટે તુલા રાશિમાં પ્રવેશ કરશે. બુધની રાશિ કન્યામાં શુક્રનું ગોચર તમારી રાશિ પર શું અસર કરશે, આવો જાણીએ...

મેષ

મેષ

મેષ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર છઠ્ઠા ભાવમાં રહેશે. જો કે આ શત્રુ અને રોગનું સ્થાન છે અને શુક્રનું આધિપત્ય જળ અને ખાનપાન સાથે જોડાયેલા રોગોથી થાય છે, જેથી આ રાશિના જાતકો આ 24 દિવસ દરમિયાન આરોગ્યની ખાસ કાળજી લે. બહારનું જમવાનું ટાળે. આર્થિક મામલા માટે આ ગોચર શુભ રહેશે. ધનસંપતિની પ્રાપ્તિનો યોગ બનશે.

વૃષભ

વૃષભ

વૃષભ રાશિ માટે શુક્રનું ગોચર પંચમ સ્થાનમાં રહેશે. જેથી આ રાશિના જાતકોને સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળશે. સંતાન કોઈ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી શકે છે. જે દંપતિ સંતાન સુખની રાહ જોઈ રહ્યા છે તેમની ઈચ્છા પૂરીં થશે. કૌટુંબિક વાતાવરણ સુખદ રહેશે. નવી જમીન, મકાન ખરીદવાનો યોગ છે.

મિથુન

મિથુન

આ રાશિ માટે શુક્રનું ગોચર ચતુર્થ સ્થાનમાં રહેશે. આ રાશિનો સ્વામી બુધ અને શુક્ર બુધની જ અન્ય રાશિ કન્યામાં પ્રવેશ કરી રહ્યો છે. જેથી આ રાશિના જાતકો માટે તે અત્યંત શુભ રહેશે. બૌદ્દિક કાર્યો સાથે જોડાયેલા જાતકોના સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરીમાં ઉન્નતિનો યોગ છે. ધન આગમન સરળ બનશે.

કર્ક

કર્ક

કર્ક રાશિના જાતકો માટે તૃતિય સ્થાનમાં શુક્ર ગોચર કરશે. ભાઈ-બહેન સાથે ચાલતી અનબન ખતમ થશે. કૌટુંબિક સમાગમ, કોઈ શુભ માંગલિક કામ થવાનો યોગ છે. ભૌતિક સુખ-સુવિધાઓ પર ખર્ચા થશે. પ્રવાસ થશે. વેપારીઓને આર્થિક મજબૂતાઈ આવશે. નોકરીમાં સ્થાનાંતરણનો યોગ છે. સ્ત્રીઓ દ્વારા ગિફ્ટ મેળવશો.

સિંહ

સિંહ

સિંહ રાશિના જાતકો માટે શુક્ર દ્વિતિય સ્થાનમાં ગોચર કરશે. ધન સ્થાનમાં શુક્રનું આવવું આ રાશિના જાતકોને મોટો આર્થિક લાભ કરાવશે. જૂના રોકાણથી મોટો લાભ થશે. સંપતિ ખરીદીનો યોગ બનશે. નવા મકાનમાં પ્રવેશ કરી શકો છો. વાહન અને ઘરેણાની ખરીદી કરશો. આ રાશિના જાતકો પોતાના કાર્યક્ષેત્રે કોઈ સન્માન મેળવશે.

કન્યા

કન્યા

આ રાશિના પ્રથમ સ્થાનમાં શુક્ર આવી રહ્યુ છે. તેમને બધી તરફથી લાભ થશે. કૌટુંબિક, સામાજીક જીવન, કાર્યસ્થળ વગેરે જગ્યાએ તમારા નિર્ણયો વખણાશે. તમે જાત અને કુટુંબીજનો માટે ભૌતિક સુખો પાછળ ખર્ચા કરશો. જ્વેલરી ખરીદી શકો છો. પરિજનો સાથે કોઈ મનોરંજન પ્રવાસનો યોગ છે. મોટી ગિફ્ટ મળી શકે છે.

તુલા

તુલા

આ રાશિના જાતકોનો સ્વામી શુક્ર છે અને શુક્ર આ રાશિ માટે દ્વાદશ સ્થાનમાં આવી રહ્યો છે. જો કે આ વ્યય સ્થાન છે. જેથી તુલા રાશિના જાતકો સમજી-વિચારીને ખર્ચા કરે. પેટને લગતા રોગોથી હેરાન થઈ શકો છો. શુક્ર જ્યાં આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે, ત્યાં જ ખર્ચા પણ વધારે કરાવે છે. ખાનપાનમાં સાચવજો.

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકો માટે શુક્રનું ગોચર એકાદશ સ્થાનમાં થઈ રહ્યુ છે. જે આવકનું સ્થાન છે. જો કે વૃશ્ચિકનો સ્વામી મંગળ છે. જેથી આ રાશિના જાતકોને જૂના દેવામાંથી મુક્તિ મળશે. સાથે જ નવું દેવું લેવાની નોબત આવી શકે છે. અટકેલા પૈસા મળી રહેશે પણ તે જૂનું દેવું ભરપાઈ કરવામાં જતા રહેશે. માનસિક ચિંતામાં વધારો થશે.

ધન

ધન

ધન રાશિના નોકરી કરતા જાતકો માટે આ સમય ઉત્તમ રહેશે. આ માટે શુક્ર દશમ સ્થાનમાં આવી રહ્યો છે. દશમ શુક્ર લક્ઝરી લાઈફ પ્રદાન કરશે, જેથી જે લોકો પૈસાનું સારી રીતે મેનેજમેન્ટ કરશે તે ભોગ-વિલાસની વસ્તુઓ સરળતાથી ખરીદી શકશે. નોકરીમાં ઉન્નતિ, બિઝનસમાં લાભનો સંકેત છે. લગ્નજીવનની સમસ્યાઓનું નિદાન આવશે.

મકર

મકર

મકર રાશિના જાતકો માટે શુક્ર નવમ સ્થાનમાં આવી રહ્યો છે. આ ભાગ્ય ભાવ અને ધર્મ સ્થાન છે. આમા શુક્રનું આવવું એ વાતનો સંકેત છે કે મકર રાશિનું ભાગ્ય ચમકવાનું છે. કોઈ મોટો પ્રોજેક્ટ હાથ લાગશે. ધનસંપતિ પ્રાપ્તિનો માર્ગ ખુલશે. આર્થિક મુશ્કેલીનું નિદાન આવશે. દેવું ચૂકતે થશે.

કુંભ

કુંભ

કુંભ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર આરોગ્ય પર ધ્યાન આપવા કહે છે. પેટ, માથુ અને હાડકાને લગતા રોગો ઉભા થઈ શકે છે. તેના પર ખર્ચા થશે. આર્થિક સમસ્યા આવી શકે છે. જો કે લગ્નજીવનની સમસ્યાઓ દૂર થશે. રોકાણમાં કાળજી લેજો. તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખજો.

મીન

મીન

મીન રાશિના જાતકો માટે શુક્રનું ગોચર સપ્તમ સ્થાનમાં રહેશે. લગ્નજીવન અને દાંપત્ય સુખ મળી રહેશે. નવો પ્રેમ સંબંધ બંધાઈ શકે છે. અને પ્રેમીઓ વચ્ચે ગિફ્ટનું આદાન-પ્રદાન થશે. નવું વાહન, નવું મકાન, ફાર્મ હાઉસ, કે કૃષિ જમીન ખરીદીનો યોગ છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. વિશેષ યાત્રા પર જઈ શકો છો.

આ પણ વાંચો: જો તમારું નામ આ અક્ષરથી શરુ થાય, તો તમને ગુસ્સાવાળી પત્ની મળી શકે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X