Virgo(Kanya) Business Horoscope 2023: વેપાર લાભ આપશે
કન્યા રાશિ માટે આવનારા વર્ષ 2023માં બિઝનેસમાં કેવી સફળતા મળશે તે જાણવા માટે અહીં જુઓ બિઝનેસ રાશિફળ 2023.
Virgo Business Horoscope 2023: કન્યા રાશિના લોકો માટે આ વર્ષ ઘણી રીતે ખાસ રહેવાનુ છે. ક્યારેક તમારા કામમાં અચાનક અડચણ આવી શકે છે તો ક્યારેક તમે અચાનક પ્રગતિના માર્ગ પર ચાલી શકો છો. જે લોકો નવુ કામ શરૂ કરવા માગે છે તેમણે 15 ફેબ્રુઆરી પછી કરવુ જોઈએ. 15 ફેબ્રુઆરીથી 30 જુલાઇ વચ્ચે કરેલા કામનો લાભ મળશે.

તમે અનાજ, ખાણકામ, સરકારી કરાર, વીમો, સૌંદર્ય પ્રસાધનો વગેરે સંબંધિત કોઈપણ કામ કરી શકો છો. જો યુવાનોએ નવુ સ્ટાર્ટઅપ શરૂ કરવુ હોય તો જુલાઈથી ઓગસ્ટ સુધીના બે મહિના ખાસ છે.
પરિવારનો પૂરો સહયોગ મળશે
આ સમયમાં કરેલ કાર્ય લાંબા સમય સુધી લાભ આપશે. તમારા નવા વ્યવસાયમાં તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. ભાગીદારીમાં શરૂ થયેલા વ્યવસાયો લાભ આપશે પરંતુ ભાગીદારો સાથે પારદર્શક રહેવુ પડશે. ઑક્ટોબરના સમય દરમિયાન તમે વ્યવસાયને લઈને મૂંઝવણમાં પડી શકો છો. કોઈ પ્રકારનો કોર્ટ કેસ સામે આવી શકે છે.
વેપારીઓ મોટો લાભ મેળવશે
ગોળ, ઘઉં, લાલ વસ્તુઓના વેપારીઓને સૂર્ય-બુધના સંયોગથી મોટો ફાયદો થશે. નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન કામના વિસ્તરણ માટે ઘણી યાત્રાઓ કરવી પડશે. સાથે જ લોન પણ લેવી પડી શકે છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી શકશો.












Click it and Unblock the Notifications
