Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કન્યા પ્રેમ રાશિફળ 2023(Virgo Love Horoscope): પ્રેમ સંબંધો માટે શુભ સમય

કન્યા રાશિ માટે આવનારા નવા વર્ષ 2023 દરમિયાન પ્રેમ રાશિફળ કેવુ રહેશે તે અહીં જાણો.

કન્યા પ્રેમ રાશિફળ 2023: કન્યા રાશિના લોકો માટે વર્ષ 2023 પ્રેમના મામલામાં મિશ્ર પરિણામ આપનારુ છે. ગ્રહોની બદલાતી સ્થિતિ પ્રેમ સંબંધોમાં ઉથલપાથલનુ કારણ બની શકે છે. આ વર્ષે ઘણા કિસ્સાઓમાં તમારે તમારો પ્રેમ સાબિત કરવાની સ્થિતિ પણ આવશે. તેનો અર્થ એ છે કે પાર્ટનર વિશ્વાસ નહિ કરે કે તમે તેને પ્રેમ કરો છો કે નહિ. વર્ષની શરૂઆતમાં શનિ અને શુક્ર તમારી રાશિથી પંચમ ભાવમાં સાથે રહેશે. પરિણામે તમારે તૂટેલા અને બગડેલા સંબંધોને ફરીથી બનાવવાની કોઈ તક છોડવી નહિ. જો કોઈ કારણસર સંબંધ બગડ્યો હોય તો તેને ફરી જીવંત કરવાનો પ્રયાસ કરો.

virgo

નવા પ્રેમ સંબંધ મળશે

તમારા જીવનસાથી સાથે વાત કરો અને તેમને સમજાવો. જો તમે આના માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરશો તો સંબંધ ચોક્કસપણે મજબૂત થશે અને જીવનસાથી સાથેની નિકટતા વધશે. 17 જાન્યુઆરી પછી છઠ્ઠા ભાવમાં શનિના ગોચરને કારણે બહારના વ્યક્તિના કારણે તમારા જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. જીવનસાથીથી અંતર પણ વધી શકે છે. સપ્ટેમ્બર પછીનો સમય પ્રેમ સંબંધો માટે શુભ રહેશે. નવા પ્રેમ સંબંધની પ્રાપ્તિ થશે, જૂનામાં નવો રોમાંચ થશે. વિવાહિત જીવન મધુર બનશે. જો કે, લગ્નમાં પણ કોઈ અન્ય વ્યક્તિ તરફ ઝૂકાવ થઈ શકે છે. અપરિણીત લોકોને લગ્નની તકો મળશે. આ સમય દરમિયાન પ્રેમ લગ્નનો યોગ પણ બની શકે છે.

શુભ રત્નઃ પન્ના ધારણ કરો.

ઉપાયઃ બુધવારથી શરુ કરીને દરરોજ શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X