પાણીના કેટલાક ઉપયોગી સિદ્ધ ટોટકા, અપાવશે તમામ મુશ્કેલીમાંથી છૂટકારો....

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

પાણી વ્યકિતના જીવનનુ સૌથી અગત્યનું તત્વ છે. પૃથ્વી પરના તમામ જીવ માટે પાણી એ જીવનનો આધાર છે. જળ વિના કોઈનું જીવન શક્ય નથી. આજે અમે તમને જ્યોતિષમાં પાણીની અગત્યતા વિશે જણાવિશું. આજે તમને પાણીના કેટલાક એવા ઉપાયો જણાવિશું જેના દ્વારા તમે જીવનની અનેક મુશ્કેલીઓને દૂર કરી શકશો.

કૌટુંબિક સુખ અને સૌભાગ્ય

કૌટુંબિક સુખ અને સૌભાગ્ય

જે સ્ત્રીઓને ગર્ભ ન રહેતો હોય તેઓ મંગળવારે કુંભાર જે દોરાથી વાસણ કાપે છે તે દોરો લઈ પાણીમાં ધોઈ હનુમાનજીના પગમાં ચઢાવો પછી આ જ દોરાને પાણી ભરેલા ગ્લાસમાં નાખો અને તે પાણી પી સંભોગ કરવાથી ગર્ભ જરૂર રહે છે.

ઝગડો

ઝગડો

કલેશ દૂર કરવા-ઘરમાં હંમેશા ઝગડા થતા રહેતા હોય તો રાત્રે સુતા સમયે પલંગની નીચે એક લોટો જળ રાખો. સવારે આ જળને કોઈ સ્થાને નાખો જ્યાં તેનું અપમાન ન થતુ હોય. આમ કરવાથી ઘરનો કલેશ ધીરે ધીરે દૂર થઈ જશે.

સૌભાગ્ય વૃદ્ધિ

સૌભાગ્ય વૃદ્ધિ

શ્રાવણ મહિનામાં જ્યારે પહેલો વરસાદ પડે ત્યારે મકાનના નાળામાંથી જે પાણી વહે તેનાથી સ્નાન કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને આર્થિક સમૃદ્ધિ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

ધનલક્ષી

ધનલક્ષી

જો તમારા વેપારમાં ધીમે ધીમે પ્રગતિ થઈ રહી હોય, ગ્રાહક આવીને પાછા જતા રહે છે. ધક્કો મારી મારીને ગાડુ ચાલે છે તેવા સમયે વ્યવસાયના પરિસરના મુખ્ય દરવાજાની સામે કે અંદર લોબીમાં એક પાણીનો ફુવારો લગાવો, તેનાથી તમારા વેપારમાં નિરંતર ઉન્નતિ થશે. ઉપરાંત વ્યવસાય સ્થળે આઠ સોનેરી તથા એક કાળી માછલીનું એક્વેરિયમ રાખો. જેનાથી પણ વેપારમાં વૃદ્ધિ થાય છે.

ધન વૃધ્ધિ

ધન વૃધ્ધિ

રવિવારે રાત્રિ ભોજન દરમિયાન એક લોટો પોતાના માથા બાજુ મુકી સુવો. સવારે આ લોટાના જળને કિકરના વૃક્ષ પર ચઢાવો. આ ઉપાય 7 રવિવાર કરવાથી ધનમાં વધારો થાય છે. સવારે વહેલા ઉઠી ઝાડુ લગાવી ઘરના મુખ્ય દરવાજે જળ ચઢાવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.

આરોગ્યલક્ષી

આરોગ્યલક્ષી

નકસીર રોગ - જે લોકો નકસીર રોગથી હેરાન છે તેઓ ગરમ પાણીમાં હાથ ધોઈ ગાયનું સુકુ છાણ ઝીણું વાટી સુંઘવાથી નકસીર રોગમાં લાભ થાય છે.

તાણને દૂર કરવા - કોઈ કારણથી તમે બેચેન અને તાણમાં રહેતા હોય તો એક ગ્લાસ પાણીમાં ‘‘ऊॅ हंसः हंसः'' ના 21 મંત્ર કરી ફૂંક મારી આ પાણી પીવો, તેનાથી તમારી બેચેની દૂર થઈ જશે.

બાળક પાણી ન પીવે

બાળક પાણી ન પીવે

ક્યારેય એવું બને છે કે બાળક પાણી પીતા ઉલ્ટી કરી નાખતુ હોય. તેવા સમયે એક લોટામાં પાણી લઈ બાળકના માથા પરથી સાત વખત ઉતારી દરવાજાની બહાર ડાબી-જમણી બાજુએ નાખી દો. આ ઉપાયથી બાળક જલ્દી જ પાણી પીવાનું શરૂ કરી દેશે.

ભોજનમાં નજર લાગી હોય

ભોજનમાં નજર લાગી હોય

ભોજન પહેલા નીચે જળનો ક્રોસ બનાવી ભોજન કરવાથી ભોજન પર કોઈની નજર લાગતી નથી.

કોઈને પોતાના અનુકૂળ કરવા

કોઈને પોતાના અનુકૂળ કરવા

આદ્રા નક્ષત્રમાં નદીમાં એક ડુબકી લગાવી, થોડી રેત કાઢી લો અને તે રેતને પોતાના ઈષ્ટદેવની આરાધના કરી તેને સિદ્ધ કરી લો. આ રેતને જે પુરુષના મસ્તકે લગાવશો. તે તમારા અનુકૂળ બની જશે.

English summary
Water is used in many ways. Water is life, check Water and Astrology Connection

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.