• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Weekly Horoscope in Gujarati: 14 જૂનથી 20 જૂન 2021 સુધીનું સાપ્તાહિક રાશિફળ

By desk
|

જાણો જ્યોતિષ પ્રમાણે, તમારી રાશિ મુજબ તમારું આ આખું અઠવાડિયું કેવું જશે? સાથે જ તમારા કુટુંબીજનોની રાશિ પ્રમાણે પણ અઠવાડિયાનું ભવિષ્ય ફળ વાંચો અહીં. અમારા આ જ્યોતિષ સેક્શનમાં અમે તમને 12 રાશિઓનું આ અઠવાડિયાનું રાશિફળ જણાવીશું. આ અઠવાડિયા દરમિયાન શું કરવું અને શું ન કરવું તે પણ જાણી શકશો. ઉપરાંત આ અઠવાડિયું નોકરી, ધંધા અને પરિવારની દ્રષ્ટિએ કેવું રહેશે તે વિસ્તારથી જાણવા માટે આગળ વાંચતા રહો...

મેષ

મેષ

સંકટો ઘટવાનો સિલસિલો શરૂ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. મંગળના પુષ્યમાં પ્રવેશ કરવાની સાથે જ તમારી આર્થિક સમસ્યાઓ ઘટવા લાગશે. વેપાર અને નોકરીમાં લાભની સ્થિતિ બનશે. પારિવારિક સામાજિક જીવનનો શ્રેષ્ઠ સમય આવી રહ્યો છે. દાંપત્ય જીવન ખુશહાલ થશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ બાદ ઉર્જાથી ભરપુર રહેશો અને કોઈ પ્રકારની મોટી સમસ્યા નહી આવે. માતા-પિતાના સહયોગથી જીવનની મોટી સમસ્યાઓનો હલ કરવામાં સફળ થશો.

વૃષભ

વૃષભ

ભૌતિક સુખમાં વૃદ્ધિનો સમય આવી ગયો છે. જૂના સમયથી ચાલી રહેલ પરેશાનીઓમાં ઘણી હદ સુધી રાહત મહેસૂસ કરશો. આર્થિક પ્રગતિના રસ્તા ખુલનાર છે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ વ્યાપ્ત રહેશે. વેપારી અને નોકરીયાતોએ વધુ મહેનત કરવાની જરૂરત છે. આ અઠવાડિયે રોકાણ કરવાની જરૂરત છે. આ અઠવાડિયે રોકાણથી લાભ કમાઈ શકશો. સંપત્તિ ખરીદવાના યોગ બની રહ્યા છે. દાંપત્ય જીવનમાં ચાલી રહેલ મતભેદો દૂર થશે. સ્વાસ્થ્યમાં સુધારો આવી રહ્યો છે, બીમારીઓ પર થતા ખર્ચમાં પણ કમી આવશે. રાહત મહેસૂસ કરશો.

મિથુન

મિથુન

પારિવારિક- સામાજિક જીવનમાં પ્રતિષ્ઠા, સમ્માનમાં વધારો થશે. તમારા અટકેલાં બધાં કાર્ય આ અઠવાડિયે ગતિ પકડશે. પરિવાર સાથે સુખદ સમય વિતાવશો. સંકટ દૂર થશે પરંતુ કોઈ મોટી આર્થિક લેણદેણ એ વ્યક્તિ સાથે જ કરવી જેને તમે બહુ પહેલેથી સારી રીતે જાણો છો. સ્વાસ્થ્ય સુધરશે. રોગો પ્રત્યે રાહત મળશે. આનાથી માનસિક સુખ- શાંતિ પ્રાપ્ત થશે. નોકરીયાત લોકોની પ્રગતિ થશે. પગારવધારાના યોગ છે. વેપારીઓને કાર્યમાં લાભની સંભાવના છે. નવું કાર્ય પ્રારંભ કરવાથી લાભ થશે.

કર્ક

કર્ક

માનસસિક અસ્થિરતાનો જમાનો સમાપ્ત થનાર છે. ઘણા સમયથી બંધ પડેલ કામ ફરીથી પાટા પર આવવા લાગશે. આર્થિક સ્થિતિમાં મજબૂતી બનશે. સંપૂર્ણ મન લગાવીને કાર્યો કરવાં. અતિ આત્મવિશ્વાસમાં આવીને તમારા પ્રદર્શનને કમજોર ન થવા દો. શારીરિક માનસિક રૂપે મજબૂત મહેસૂસ કરશો. રોગોથી મુક્તિ મળશે. નોકરીયાતોને કાર્યનું શ્રેષ્ઠ ફળ મળશે. વેપારીઓને લાભ, કાર્ય વિસ્તરણ થશે. લાંબા સમયથી ચાલી રહેલ બીમારીઓ પર થતા ખર્ચમાં ઘટાડો આવશે.

સિંહ

સિંહ

આ અઠવાડિયે સંયમથી કામ લો. જો કોઈની કોઈ વાત ખોટી લાગી હોય તો તેને શાંતિથી સમજાવી લો. કોઈ પ્રકારના વિવાદમાં ન પડો. માનસિક અને શારીરિક રૂપે સ્વસ્થ મહેસૂસ કરશો. રોગોથી મુક્તિ મળશે. નોકરીયાતો અને કારોબારીઓને લાભ પ્રાપ્ત થશે. કાર્યમાં બદલાવની સંભાવના પણ છે. ભૂમિ, સંપત્તિ ખરીદવાના યોગ છે. આ અઠવાડિયે કેટલીક યાત્રાઓ પણ થઈ શકે છે. પરિવાર, સમાજના કોઈ માંગલિક પ્રસંગમાં જવું પડશે. સ્વાસ્થ્ય સારું રહેશે. યોગ અધ્યાત્મ અને ધર્મ પ્રત્યે ઝુકાવ વધશે.

વૉટ્સએપમાં રાશિફળ મેળવવા માટે અમારા ગ્રુપમાં અત્યારે જ જોડાઈ જાઓ.

કન્યા

કન્યા

પૈસાની બચત કરવાની પ્રવૃત્તિ અપનાવો. તમારી આવ્કમાંથી થોડી રાશિ પરોપકારના કાર્યોમાં રાખો. આનાથી માનસિક સુકૂન મળશે. પરિવારમાં કોઈ વ્યક્તિ સાથે મિત્રતા ઘનિષ્ઠ થશે. નોકરીયાત લોકોએ પોતાના કાર્યના સિલસિલામાં યાત્રાઓ કરવી પડી શકે છે. સ્થનાંતરણ પ્રમોશનના યોગ છે. વેપારીઓ પોતાના કાર્યમાં બદલાવ કરશે. આનાથી આર્થિક લાભ થવાની સ્થિતિ છે. આ અઠવાડિયે સંકટોનાં સમાધાન મળનાર છે. કોઈ મિત્ર અથવા પરિવારના સબ્યના સહયોગથી પરેશાનીઓનો રસ્તો ખોજવામાં સફળ થશો.

તુલા

તુલા

સંકટનો સમય ટળી ગયો છે પરંતુ હજી પણ ઘણી સાવધાનીથી ચાલવાનો સમય છે. કોઈપણ પ્ેરકારની પરેશાની આવવા પર અથવા નિર્ણય લેવામાં સમસ્યા થાય તો પરિવારના અનુભવી લોકો સાથે વાત કરો. પારિવારિક જીવન સુખદ રહેશે. સંતાન અને જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. કોઈ મનોરંજક યાત્રા પર જવાની સ્થિતિ બનશે અથવા ઘર પરિવારમાં કોઈ મનોરંજક કાર્ય થશે. સ્વાસ્થ્યમાં પહેલાથી સુધારો આવી રહ્યો છે. પૈસાની બચત થવાથી કેટલાય પ્રકારના સંકટ ટળી જશે. આનાથી માનસિક શાંતિમ મહેસૂસ કરશો.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના નોકરીયાત લોકોને પરિવારમાં કોઈ મોટી સમસ્યા આવી શકે છે. પૈસાની જરૂરત મહેસૂસ થશે. કાર્યમાં શિથિલતા રહેવાથી આર્થિક સંકટ મહેસૂસ કરશો પરંતુ અઠવાડિયાના અંતિમ બે દિવસે બધા જ સંકટ ઘટી જશે અને માનસિક શાંતિ મહેસૂસ કરશો. સપ્તાહમા કોઈ જૂના મિત્ર કે સહયોગી સામે આવી જશે જે તમને મુસિબતમાં નાખી શકે છે. સંતાન અને જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કોઈ મોટા રોકાણથી બચો. વેપારી પોતાના કાર્યનું વિસ્તરણ કરવાની યોજના પર અમલ કરે.

ધન

ધન

સંકટપૂર્ણ સમય ટળતો જઈ રહ્યો છે. જૂની પરેશાનીઓનો અંત આ અઠવાડિયે થવા લાગશે અને તમે રાહત મહેસૂસ કરશો. આર્થિક સ્થિતિ મજબૂત થતાં જ પ્રોપર્ટીમાં રોકાણ કરશો. ભૂમિ, સંપત્તિ સંબંધી ડીલથી લાભ કમાશો. શારીરિક સ્વાસ્થ્ય સારું થશે. પરિવારમાં સામંજસ્ય સારો રહેશે. નોકરીયાત લોકોને પ્રમોશન મળશે. સંતાન પક્ષ સાથે જોડાયેલા કામ સારાં થશે. અવિવાહિતોના વિવાહના યોગ બની શકે છે. કોઈ વિશેષ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શક છે.

મકર

મકર

આર્થિક સમસ્યાઓનું સમાધાન મળશે. અત્યાર સુધી જે કમીઓ હતી તે પૂરી થનાર છે. જીવનમાં કોઈ વિશેષ વ્યક્તિનું આગમન થશે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. નોકરીયાત લોકોને પ્રગતિ મળશે. કારોબારીઓએ કાર્ય વિસ્તરણ પર ધ્યાન આપવું. ભાગીદારીમાં કોઈ કાર્ય પ્રારંભ કરી શકો છો. કોઈ મોટો પ્રોજેક્ટ હાથ લાગી શકે છે. જૂના રોકાણ લાભ આપશે અને તમને મોટા સંકટથી બચાવી લેશે. આ અઠવાડિયે સ્વાસ્થ્ય સારું રહેશે. માનસિક સુખ- શાંતિ પ્રાપ્ત થશે.

કુંભ

કુંભ

જૂના દિવસોથી ચાલી રહેલી પરેશાનીઓનો અંત આવશે. આર્થિક, શારીરિક, માનસિક, પારિવારિક, સામાજિક તમામ પ્રકારની પરિસ્થિતિઓમાં સુધાર આવશે અને તમે એકે શાનદાર જીવન તરફ આગળ વધશો. જેમની પાસે અત્યાર સુધી કોઈ જૉબ નથી તેમનું સપનું પૂરું થનાર છે. કારોબારી લાભની સ્થિતિમાં આવશે. નવા કાર્ય પ્રારંભ કરવા માટે અઠવાડિયું શ્રેષ્ઠ છે. ભૂમિ સંપત્તિ વાહન ખરીદવાના યોગ છે. સારા લોકો સાથે મિત્રતા થશે. પ્રેમ પ્રકરણમાં લાભ થશે. કોઈ સંબંધી વધુ નજીક આવશે.

મીન

મીન

તમારી બગડેલી માનસિક પરિસ્થિતિમાં ખુદે જ સુધાર કરવો પડશે. દિમાગમાંથી નકારાત્મક વાતોને કાઢી ફેંકો અને સકારાત્મક ઉર્જાથી ખુદને ભરી લો. આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. સંપત્તિ ખરીદ વેચાણના યોગ છે. રોગોથી મુક્તિ મળશે. તમારી શારીરિક ફિટનેસ પર ધ્યાન આપો. જિમ, એક્સરસાઈજ, યોગ અપનાવો અને તે અનુસાર જ ખાણીપીણી રાખો. નોકરીયાતોના કાર્યના વખાણ થશે. વેપારીઓને લાભ પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધમાં મજબૂતી આવશે. ધન આગમનનો માર્ગ ખુલશે.

English summary
Read Weekly Forecast, astrology prediction.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X