For Quick Alerts
For Daily Alerts
જાણો... કેવી ગ્રહસ્થિતિમાં વ્યક્તિ છોડે છે નોકરી
અમેરિકાની એક ખાનગી માર્કેટ રિસર્ચ કંપનીએ તાજેતરમાં જ યુવાનોના ઝડપી નોકરી છોડવા કે બદલવાની પ્રવૃત્તિ પર એક સર્વે રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે 75 ટકા યુવાનો કંપનીનો ટાર્ગેટ પૂરો નહીં કરી શકવાથી અને કંપનીની આંતરિક પોલિસીથી પરેશાન થઈને નોકરી છોડી રહ્યા છે. યુવાનોના આ વર્તન પાછળ અનેક કારણ હોઈ શકે છે, પરંતુ આ પ્રવૃત્તિ કંપનીઓને ભારે પડી રહી છે.
નોકરી છોડવાના આ નિર્ણયને જ્યોતિષની નજરે જોઈએ તો કેટલીક વિશેષ ગ્રહ સ્થિતિ સામે આવે છે, જે દર્શાવે છે કે યુવાનો કઈ સ્થિતિમાં નોકરી છોડી રહ્યા છે. ચાલો તેને સમજવાનો પ્રયત્ન કરીએ.

આવા લોકોને મળે છે નોકરીમાં પ્રમોશન
- સૌથી પહેલા આપણે વાત કરીએ ગ્રહોની. નોકરી સંબંધિત ગ્રહ છે સૂર્ય અને ગુરુ. જે જાતકની કુંડળીમાં ગુરુ અને સૂર્ય શુભ સ્થિતિમાં સ્વગ્રહી કે ઉચ્ચ હોય તેમની નોકરી સ્થાયી રહે છે. તેઓ પોતાનું કામ સંભાળીને કરે છે, અને નોકરીમાં પ્રમોશન મેળવે છે.
- કુંડળીનું દસમું સ્થાન કર્મ સ્થાન હોય છે. અહીંથી આજીવિકાના સોર્સ જાણી શખાય છે. આ દસમા સ્થાનમાં સૂર્ય કે ગુરુ હોય તો વ્યક્તિ પોતાની આકરી મહેનતના આધારે નોકરીમાં ઉચ્ચ પદ સુધી પહોંચે છે. જો દસમા ઘરમાં સૂર્ય હોય તો વ્યક્તિને નોકરી તો મોટી મળે છે, પરંતુ તે પોતાના સિદ્ધાંતો છોડી નથી શક્તા, એટલે તેમને નોકરી છોડવી પડે છે.

દસમા સ્થાનમાં રાહુ કે કેતુની દ્રષ્ટિ હોય તો
- દસમા સ્થાનમાં રાહુ કે કેતુની દ્રષ્ટિ હોય અને દસમા સ્થાનનો સ્વામી (દસમેશ) અશુભ ગ્રહો હોય તો વ્યક્તિના જીવનમાં સ્થાયી નોકરી નથી રહેતી. તે જુદા જુદા પ્રકારની નોકરી કેર છે. આ જ કારણે તેની કોઈ ક્રેડિબિલિટી પણ નથી બની શક્તી અને તે સામાન્ય નોકરી સુધી જ સીમિત થઈ જાય છે.
- કેન્દ્ર સ્થાન એટલે કે પ્રથમ, ચોથા, સાતમા અને દસમામાં કોઈ શુભ ગ્રહ ન હોય દસમેસ સાથે રાહુ-શનિનો સંબંધ હોય તો વ્યક્તિ બોસ સાથે ઝઘડીને નોકરી છોડે છે.

સૂર્ય સાથે રાહુ કોઈ સ્થાનમાં બેઠો હોય તો
- જો સૂર્ય સાથે રાહુ કોઈ પણ સ્થાનમાં બેઠો હોય તો આવક સ્થાન એટલે કે એકાદશ ભાવમાં કોઈ શુભ ગ્રહ ન હોય તો વ્યક્તિને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે.
- લગ્ન સ્થાનમાં સૂર્ય સિંહ રાશિનો હોય તો જાતક સ્વાભિમાની હોય છે અને પોતાના સિદ્ધાંતો સાથે સમજૂતી નથી કરી શકતો. આવામાં જાતક ઘણીવાર તણાવમાં આવીને નોકરી છોડે છે, પરંતુ આવા કિસ્સામં તેના નસીબ એટલા સારા હોય છે કે તેને તરત બીજી નોકરી મળી જાય છે.