• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાશિ પ્રમાણે આ વેલન્ટાઈન પર ગર્લફ્રેન્ડને આપો ગિફ્ટ

|
Google Oneindia Gujarati News

ફેબ્રુઆરી મહિનામાં હવામાં કંઈક અલગ જ અહેસાસ હોય છે, કારણ છે 14 ફેબ્રુઆરીએ ઉજવાતો વેલેન્ટાઈન ડે. કેટલાક લોકો આ ખાસ દિવસ ઉજવે છે, તો કેટલાક લોકો માટે તે બાકીના દિવસો જેવો જ હોય છે. જે તમે પણ આ ખાસ દિવસની તૈયારી કરી રહ્યા છો, તો આ લેખ તમને કામ લાગી શકે છે. આ આર્ટિકલ વાંચીને જાણો કે આ વેલેન્ટાઈન પર તમારે તમારી ગર્લફ્રેન્ડની રાશિ પ્રમાણે કઈ ગિફ્ટ આપવી જોઈએ.

આ પણ વાંચો: આ રાશિઓનું હૃદય ખુબ જ કોમળ હોય છે, ખુબ જ જલ્દી માફ કરી દે છે

મેષ (21 માર્ચ – 19 એપ્રિલ)

મેષ (21 માર્ચ – 19 એપ્રિલ)

તમે તમારી ગર્લફ્રેન્ડ માટે એડવેન્ચરને લગતી સરપ્રાઈઝ ટિકિટ ખીદી શકો છો. જો તમારું બજેટ મોટું હોય તો પ્લેનની ટિકિટ લો. જો બજેટ લિમિટેડ હોય તો કોઈ કોન્સર્ટ કે ફિલ્મની ટિકિટ ખરીદો.

વષભ (20 એપ્રિલ – 21 મે)

વષભ (20 એપ્રિલ – 21 મે)

તમારે તમારા પાર્ટનરને જણાવવું જોઈએ કે ગિફ્ટ માટે તમે ખૂબ જ મહેનત અને પ્રયત્ન કર્યા છે. તમે તમારા ઘરે જ એક રોમેન્ટિક ડિનર પ્લાન કરી શકો છો, જેની તમામ તૈયારી તમે જાતે કરેલી હોવી જોઈએ. સાથે જ કેન્ડલ્સ અને બેકગ્રાઉન્ડમાં રોમેન્ટિક મ્યુઝિક રાખવાનું ન ભૂલતા.

મિથુન (22 મે- 21 જૂન)

મિથુન (22 મે- 21 જૂન)

તમારે થોડું રિસર્ચ કરવું જોઈએ, સાથે જ તમારે ગિફ્ટ માટે બજેટ કરતા વધુ ખર્ચ કરવાની જરૂર નથી. તમે નેટ પર જુદી જુદી પ્રકારના એસેન્સિયલ ઓઈલ વિશે વાંચો. આજકાલ તેની ડિમાન્ડ વધુ છે. તમારી ગર્લફ્રેન્ડને ધ્યાનમાં રાખી કોઈ એક ઓઈલ ખરીદો અને પછી ગર્લફ્રેન્ડને એક મસ્ત મસાજ આપો. જેનાથી તેમના સ્ટ્રેસમાં ઘટાડો થશે અને રિલેક્સ ફિલ થશે.

કર્ક (22 જૂન – 22 જુલાઈ)

કર્ક (22 જૂન – 22 જુલાઈ)

તમારી ગર્લફ્રેન્ડ રોમેન્ટિક છે અને તેમને કેરિંગ અને પેમ્પર ગમે છે, આ વાતનો તમારે ફાયદો ઉઠાવવો જોઈએ. તમારે આ માટે ખાસ મહેનત કરવાની જરૂર નથઈ. તમે તેમને ચોકલેટનું બોક્સ અને એક બુકે આપી શકો છો.

સિંહ ( 23 જુલાઈ – 22 ઓગસ્ટ)

સિંહ ( 23 જુલાઈ – 22 ઓગસ્ટ)

સિંહ રાશિ હોવાને કારણે તેમને ફેન્સી, શાઈની અને લક્ઝુરિયસ વસ્તુઓ ગમે છે. પરંતુ તેમની પર્સનાલિટી લાગણીશીલ છે. તમે તેમને પર્સનલાઈઝ્ડ જ્વેલરી ગિફ્ટ આપી શકો છો, શક્ય હોય તો તેના પર નામ પણ લખાવો. ગિફ્ટ મળેલી આ ફેન્સી જ્વેલરી પહેરવી તેમને ખૂબ ગમશે.

કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)

કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)

આ એક એવી રાશિ છે, જેની સાથે તમે બેઝિક વસ્તુઓ દ્વારા જોડાઈ શકો છો. આ રાશિની યુવતીઓ સરપ્રાઈઝ નથી સંભાળી શક્તી અને લાગણીશીલ થઈ જાય છે. તમે તેમને વાઈનની એક બોટલ અને મીઠાઈ ગિફ્ટ આપી શકો છો. આ વસ્તુઓ તે તમારી સાથે જ શૅર કરશે.

તુલા ( 23 સપ્ટેમ્બર – 22 ઓક્ટોબર)

તુલા ( 23 સપ્ટેમ્બર – 22 ઓક્ટોબર)

આ રાશિની યુવતીઓ માટે કશુંક ક્રિએટિવ કરો. યાદ રાખો કે આ રાશિની છોકરીઓ સેન્ટિમેન્ટલ હોય છે. તેમને એવા લોકો સાથે રહેવું ગમે છે જે બોલીને નહીં પરંતુ પોતાની પ્રવ્રુત્તિ દ્વારા પ્રેમ વ્યક્ત કરે છે. તમે તેમને કોઈ ખાસ ફોટો ગિફ્ટ આપી શકો છો.

વ્રુશ્ચિક (23 ઓક્ટોબર 22 નવેમ્બર)

વ્રુશ્ચિક (23 ઓક્ટોબર 22 નવેમ્બર)

આ રાશિની ગર્લફ્રેન્ડ માટે તમે કોઈ બોર્ડ ગેમ ખરીદો, જેને તમે વેલેન્ટાઈનના દિવસે ઘરે બેસીને સાથે રમી શકો. આ રાશિની યુવતીઓનો સ્વભાવ કોમ્પિટિટિવ હોય છે, એટલે રમવા દરમિયાન વાતાવરણ ગરમાઈ શકે છે, પરંતુ તે નોર્મલ છે. વિશ્વાસ રાખો તેમને આ ગિફ્ટ ખૂબ જ ગમશે.

ધનુ (23 નવેમ્બર 21 ડિસેમ્બર)

ધનુ (23 નવેમ્બર 21 ડિસેમ્બર)

આ રાશિની યુવતીઓને એડવેન્ચર પસંદ છે. તેઓ હંમેશા તમારી સાથે બોન્ડ અને સંબંધો મજબૂત બનાવવા ઈચ્છે છે. તેમને મોંઘી કે લક્ઝુરિયસ ચીજોની અપેક્ષા નથઈ હોતી. તમે તેમની સાથે કોઈ નાનકડી ટ્રિપ કે પછી ગેમ રમી શકો છો.

મકર (22 ડિસેમ્બર 20 જાન્યુઆરી)

મકર (22 ડિસેમ્બર 20 જાન્યુઆરી)

તમારી ગર્લફ્રેન્ડને જે ગીતો પસંદ છે, તેનું એક પ્લેલિસ્ટ બનાવો. પ્રયત્નો કરો કે તેમાં એવા ગીતો વધુ હોય જે તમારા સંબંધોને ડિસ્ક્રાઈબ કરતા હોય.

કુંભ (21 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)

કુંભ (21 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)

આ રાશિની મહિલાઓ સમજદાર હોય છે, સાથે જ તેમને વાંચવું ખૂબ ગમે છે. તેમના માટે એવી બુક ખરીદો જેને તે લાંબા સમયથી વાંચવા ઈચ્છતી હોય. સાંજને ખાસ બનાવવા માટે તમે સાથે બેસીને પુસ્તક વાંચી શકો છો.

મીન (19 ફેબ્રુઆરી 20 માર્ચ)

મીન (19 ફેબ્રુઆરી 20 માર્ચ)

આ રાશિની યુવતીઓ ખૂબ જ રોમેન્ટિક હોય છે. તેમના માટે ગિફ્ટ પસંદ કરવા તમારે વધુ મહેનતની જરૂર નથી. તમે તેમને હાર્ટ શેપનો ફુગ્ગો અને હાથેથી બનાવેલું વેલેન્ટાઈન કાર્ડ ગિફ્ટ કરી શકો છો.

English summary
On valentines according to zodiac zign you should gift your girlfriend
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X