અકાળે મોત થાય તો આત્માનું શું થાય? જાણો શું કહે છે ગરૂડ પુરાણ?
ભારતીય શાસ્ત્રોમાં અકાળે મોતને લઈને ઘણું કહેવાયુ છે. હિન્દુ પરંપરામાં મોત બાદ આત્માના પ્રવાસનું વર્ણન ગરૂડ પુરાણમાં મળે છે.
ગરૂડ પુરાણ આત્માની ગતિ અને મોક્ષ જેવી બાબતો પર પ્રકાશ પાડે છે. ઘણા લોકોને સવાલ થાય કે અકાળે મોત થાય તો આત્માનું શું થાય? આ સવાલનો જવાબ પણ ગરૂડ પુરાણ આપે છે.

કોઈ વ્યક્તિ કુદરતી સમય પહેલા મૃત્યુ પામે તેને અકાળે મૃત્યુ કહેવાય છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, અકસ્માત, હત્યા, આત્મહત્યા અથવા ગંભીર બીમારી જેવા કારણો હોઈ શકે છે.
પુરાણો અનુસાર, અકાળે મૃત્યુ પછી આત્મા મૂંઝવણ અને પીડામાં હોય છે. તેણે અચાનક શરીર છોડવું પડે છે. જેના કારણે આત્માને તેના અધૂરા કામ અને ઈચ્છાઓને કારણે ભટકવું પડી શકે છે.
અકાળે મોત બાદ આત્માનું શું થાય?
- મોક્ષ પ્રાપ્તિમાં અવરોધ : અકાળ મૃત્યુ પછી આત્માને તરત જ મોક્ષ મળતો નથી. અધૂરી ઈચ્છાઓને લીધે આત્મા પૃથ્વી પર ભટકતો રહે છે.
- નકારાત્મક ઉર્જાનો પ્રભાવ : અકાળs મૃત્યુને કારણે આત્મા પર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડી શકે છે, જેને શાંત કરવા માટે પૂજા અને અનુષ્ઠાનની જરૂર પડે છે.
- ગરુડ પુરાણનો ઉલ્લેખ :ગરુડ પુરાણ અનુસાર, અકાળે મૃત્યુ પછી આત્મા ઘણીવાર પ્રેત યોનીમાં જાય છે. જ્યાં સુધી યોગ્ય તર્પણ ન કરવામાં આવે ત્યાં સુધી આ સ્થિતિ ચાલુ રહે છે.
આત્માને મોક્ષ આપવાની રીતો
- 1. શ્રાદ્ધ અને તર્પણ : આત્માની શાંતિ માટે પવિત્ર જળ, ધૂપ અને વિશેષ મંત્રોનો ઉપયોગ કરીને શ્રાદ્ધ અને તર્પણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
- 2. મહામૃત્યુંજય મંત્રનો જાપઃ ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી આત્માને શાંતિ મળે છે.
- 3. પિંડ દાન : પિંડ દાન આત્માને મોક્ષ કે આગલા જન્મમાં લઈ જવામાં મદદ કરે છે.
- 4. પ્રાર્થના અને ધ્યાન : પરિવારના સભ્યોએ નિયમિત રીતે ધ્યાન અને પ્રાર્થના કરીને આત્માની શાંતિ માટે પ્રાથના કરી શકે છે.
- 5. ધાર્મિક પગલાં : આત્માને મોક્ષ પ્રાપ્તિના માર્ગ પર લઈ જવા ધાર્મિક અને આધ્યાત્મિક પગલાં લેવા જરૂરી છે.
અકાળે મૃત્યુ મુશ્કેલ અનુભવ હોઈ શકે છે, પરંતુ આ નિયમોનો એક ભાગ છે. આત્માની શાંતિ અને મોક્ષ માટે પરિવાર અને સમાજનો સહયોગ જરૂરી છે. પરિવારની મુખ્ય જવાબદારી છે કે તે આત્માને શાંતિ આપે અને તેને ધાર્મિક વિધિઓ અને પ્રાર્થના દ્વારા આગળ વધવાનો માર્ગ બતાવે.












Click it and Unblock the Notifications
