શું છે નજરનું લાગવું? કેવી રીતે ઉતારશો નજર?

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

નજર લાગવા અને ઉતારવા વિશે લગભગ બધા જ લોકોએ સાંભળ્યુ હશે. તમે પણ બાળપણમાં જોયું હશે કે જ્યારે તમે બિમાર પડતા હશો ત્યારે અથવા ભુખ ન લાગતી હોય તો આપણા દાદી કે નાની કે માતાએ તમારી નજર ઉતારી હશે. નજર ઉતારવાની અનેક રીતો આપણે ત્યાં પ્રચલિત છે, શું તમે જાણો છો કો આખરે આ નજરનું લાગવું શું છે અને શા માટે નજર લાગે છે. તેમજ આ નજર ઉતારવા માટે કયા ઉપાયો કરવા જોઈએ. આવો મેળવીએ આ વિશે જાણકારી..

નજર લાગવું

નજર લાગવું

જ્યારે કોઈ વ્યકિતની પ્રગતિ થાય છે, તેના જીવનમાં ખુશીઓ હોય, તેની પાસે ખૂબ પૈસા હોય, તેમનો બિઝનેસ સારો ચાલતો હોય અને જ્યારે વ્યકિત તેના જીવનમાં ખુશ હોય તો તેમનાથી જલનારા લોકો કે દ્વેષ રાખનારા લોકો તેમના વિશે ખરાબ વિચારો કરવા લાગે છે. તેમને એવું લાગે છે કે આ વ્યકિતની આટલી ઉન્નતિ કેવી રીતે થતી હશે, જ્યારે મારી પ્રગતિ કેમ થતી નથી. તેને પ્રગતિ કરનારા માટે જલન થવા લાગે છે. તેનાથી તેના મગજમાંથી ભયંકર નકારાત્મક ઉર્જા નીકળે છે, જે સીધી ખુશનુમા વ્યકિતને અસર કરે છે. આ એક સામાન્ય પ્રકિયા છે.

નજર લાગવાથી શું થાય છે?

નજર લાગવાથી શું થાય છે?

જ્યારે સામે વાળી વ્યકિતને ખરાબ નજર લાગે છે ત્યારે તેની ઉન્નતિમાં અડચણો આવવા લાગે છે. તેની પાસે ધનનું આગમન ઓછુ થતું જાય છે. તેની ખુશીઓને નજર લાગી જાય છે. તમારી સાથે પણ આવું કંઈ થયું હશે. તમે બિમારી રહેવા લાગતા હોવ, આર્થિક તંગી રહેતી હોય.

કેમ લાગે છે નજર?

કેમ લાગે છે નજર?

જ્યોતિષ શાસ્ત્રની વરાહ સંહિતા ગ્રંથના શગુન વિચારમાં નજર દોષ વિશે વિસ્તારથી જણાવાયું છે. જ્યોતિષના અન્ય ફલિત ગ્રંથોમાં પણ રાહુ અને ચંદ્રના અશુભ અસરથી નજર લાગી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની જન્મ કુંડળીમાં ચંદ્ર અને રાહુ ખરાબ સ્થિતિમાં હોય છે, તેમને નજર જલ્દી અને વારંવાર લાગે છે. ઉપરાંત જે લોકોની રાશિ, નક્ષત્ર સ્વામી કે પાપ ગ્રહ બળવાન હોય તો આ લોકો નજરથી જલ્દી પ્રભાવિત થાય છે.

કેવી રીતે ઉતારશો નજર?

કેવી રીતે ઉતારશો નજર?

શકુન શાસ્ત્રમાં નજર ઉતારવાની અનેક રીતો વિશે જણાવામાં આવ્યુ છે. આપણા વડિલો આમાની અનેક રીતોને અજમાવતા આવ્યા છે. બાળકોને હંમેશા નજર લાગતી હોય છે, જેથી તે ખાવા-પીવાનું બંધ કરી દેશે. કેટલાક બાળકો ઉલ્ટી કરવા લાગે છે અથવા તેમને ઝાડા થઈ જાય છે. જો આવું થાય તો બાળકને પાનમાં ગુલાબની સાત પાંખડી મુકી તમારા ઈષ્ટદેવનું નામ લઈ ખવડાવી દેવાથી ખરાબ નજર ઉતરી જાય છે.

કેવી રીતે ઉતારશો નજર?

કેવી રીતે ઉતારશો નજર?

-જે વ્યકિતને નજર લાગી હોય તેના માથા પરથી લીંબુ સાત વખત ફેરવી ચાર ટુકડામાં કાપી ચાર રસ્તે ચારે દિશામાં ફેંકી દો. નજર ઉતરી જશે.

-જો કામમાં મન ન લાગતુ હોય તો 7 આખા લાલ મરચા લઈ 9, 11, 21 વખત ઉતારી આગમાં નાખી દેવાથી નજર ઉતરી જાય છે.

-નાના બાળકો વધુ રડતા હોય કે ખીજાયેલા રહેતા હોય તો લાલ મરચુ, અજમો, પીળી સરસવને બાળક પરથી ઉતારી બાળી દો. તેનાથી નજર દોષ ખતમ થાય છે.

કેવી રીતે ઉતારશો નજર?

કેવી રીતે ઉતારશો નજર?

-નજર દોષને કારણે આંખ અને માથું ભારે થઈ જતુ હોય છે. જેથી રવિવારે કે શનિવારે વ્યકિતના માથા પરથી ત્રણ વખત દૂધ ઉતારી કુતરાને આપી દો.

-જમવાના નામથી ચીડ આવતી હોય તો વ્યકિત પરથી તેલ લાગેલી રોટલી સાત વખત ઉતારી કાળા કુતરાને ખવડાવી દો.

English summary
As the word indicates, evil eye is bad eye. Almost all the religions of the world accept it in one form or the other

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.