જ્યોતિષ: જાણો શું છે ગુરુ ચંડાલ યોગ, અને તે કેવો પ્રભાવ પાડે છે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો તમારી કુંડળીમાં ગુરુ ચંડાલ યોગ હોય તો આવી કુંડળીવાળા જાતકોની કુંડળીને અશુભ માનવામાં આવે છે. આ યોગના કારણે જે તે વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. કહેવાય છે કે જે લોકોની કુંડળીમાં આ રીતનો ગુરુ ચંડાલ યોગ હોય છે તે તેમના જીવનમાં અનેક અનૈતિક કામો કરે છે અને તે ધન પણ અનૈતિક રીતે જ કમાય છે.
શું છે ગુરુ ચંડાલ રોગ?
ગુરુને દેવ સ્વરૂપ મનાય છે તો રાહુ રાક્ષસ વંશી. આ બન્ને વચ્ચે કોઇ પણ પ્રકારનો સંબંધ હોવાથી ચંડાલ યોગનું નિર્માણ થાય છે. ગુરુ જ્યારે રાહુ સાથે સંબંધ બનાવે છે ત્યારે ગુરુ પોતાનું દેવત્વ બચાવવા માટે નિરંતર પ્રયાસ કરે છે. પણ રાહુ પોતાની દુષ્ટતાથી ગુરુનો પથ ભષ્ટ્ર કરવા માટે ષડયંત્ર રચતો રહે છે. ત્યારે જેની કુંડલીમાં આ યોગ હોય છે તેને રાહુ અનૈતિક કાર્ય કરવા પ્રેરિત કરતો રહે છે.
ત્યારે ગુરુ ચંડાલ યોગના દુષ પ્રભાવ અને તેના નિવારણ વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

પ્રભાવ
કુંડળમાં રાહુ અને ગુરુનો કોઇ પણ પ્રકારનો સંબંધ હોવાથી શિષ્ય ગુરુ માટે સમર્પિત નથી રહેતો તેની ઇર્ષો કરે છે. અને બધાની સામે તેનું અપમાન પણ કરે છે.

પ્રભાવ
ચંડાલ યોગથી તે વ્યક્તિ છલ-કપટ, ચોરી, ચરિત્રહિનતા, દારૂ, ધ્રુમપાન, બીજાને યુઝ કરવાના કાર્યો કરે છે

રાક્ષસ રૂપ
આવા લોકો અચાનક જ રાક્ષણ રૂપ ધારણ કરી લે છે જેમાં લાલચ, ગુસ્સો અને અનૈતિકતા મૂળ કારણ હોય છે અને હિંસક વ્યવહાર પણ કરે છે.

સપ્તમ ભાવે
જ્યારે ગુરુ અને રાહુ એક બીજાના સપ્તમ સ્થાને હોય છે ત્યારે અને ગુરુ સાથે કેતુ પણ બેઠો હોય છે ત્યારે ગુરુને શુભ ફળ આપવામાં કેતુ મહત્વની ભૂમિકા ભજવે છે.

નિરાશા
વળી ચંડાલ યોગથી વિચારો પણ અસ્પષ્ટ થાય છે અને વ્યક્તિ નિરાશ પણ બને છે.

ઉપાય
ચંડાળ યોગ વાળા જાતકે વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન કરવું જોઇએ. ભૈરવ સ્ત્રોત અને હનુમાન ચાલીસાના રોજ પાઠ કરવા જોઇએ.

ઉપાય
ગુરુને બલવાન કરવા કેસર અને હળદરનો ઉપયોગ કરવો જોઇએ. શનિવારે દારૂને ધ્રુમપાન ના કરવું જોઇએ.

ઉપાય
ગુરુવારે પીપળના ઝાડની સેવા કરી વુદ્ઘજનો અને જરૂરીયાંતમંદ ગરીબોને ભોજન કરાવવું જોઇએ.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા






Click it and Unblock the Notifications
