For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Karwa Chauth Vrat: સરગીમાં જરૂરથી ખાવ આ વસ્તુઓ, નહિ લાગે ભૂખ અને તરસ

વિશેષજ્ઞો એક દિવસના વ્રત પહેલા પૌષ્ટિક 'સરગી થાળી' જમવાની સલાહ આપે છે. આ ખાદ્ય પદાર્થો નિશ્ચિત રીતે 'સરગી થાળી'ને ખાસ અને સંપૂર્ણ બનાવી દે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ 24 ઓક્ટોબરના રોજ કડવા ચોથ છે જેની તૈયારી પરિણીત મહિલાઓ કરી રહી છે. તે પોતાના પતિની લાંબી ઉંમરની કામના કરીને પોતાના હાથમાં મહેંદી લગાવે છે અને દિવસભર ઉપવાસ રાખે છે. ચંદ્રમાની પૂજા કર્યા બાદ વ્રત ખોલે છે. આ તહેવાર દરમિયાન 'સરગી' એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પરોઢ પહેલા પરિણીત મહિલાઓએ પોતાની સાસુ દ્વારા બનાવેલ 'સરગી થાળી'માં પિરસેલી વસ્તુઓ જમવાની હોય છે. વિશેષજ્ઞો એક દિવસના વ્રત પહેલા પૌષ્ટિક 'સરગી થાળી' જમવાની સલાહ આપે છે. આ ખાદ્ય પદાર્થો નિશ્ચિત રીતે 'સરગી થાળી'ને ખાસ અને સંપૂર્ણ બનાવી દે છે.

સૂકા મેવા

સૂકા મેવા

દેશમાં દરેક વ્રત દરમિયાન લોકો સામાન્ય રીતે ખુદને ઉર્જાવાન બનાવવા અને ખુદને ફૂલ રાખવા માટે સૂકા મેવાનુ સેવન કરે છે. સરગી થાળીમાં પલાડેલા કદ્દુના બી, તરબૂજના બી અને બદામ હોવા જોઈએ જે આખો દિવસનો ઉપવાસ રાખનાર વ્યક્તિને જરૂરી પોષણ પૂરુ પાડે છે.

તાજા ફળ

તાજા ફળ

તાજા ફળ શરીરને ઉચ્ચ પાણીની માત્રા પૂરી પાડે છે માટે હંમેશા ઉપવાસ પહેલા પૂરતા ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે. નિર્જળા વ્રત રાખવા માટે દાડમ, સંતરા અને અન્ય ખાટા ફળો સહિત તાજા ફળ ડિહાઈડ્રેશનને અટકાવશે.

દહીં સાથે સ્ટફ્ડ રોટલી

દહીં સાથે સ્ટફ્ડ રોટલી

ઉપવાસ દરમિયાન એસિડિટીથી બચવા માટે સ્ટફ્ડ રોટલીને શાક અને દહીં સાથે ખાવાની સલાહ આપવામાં આવે છે. સરગી થાળીમાં આ ખાદ્ય પદાર્થ પ્રોટીન મેળવવામાં મદદ કરશે અને વ્યક્તિને વધુ સમય સુધી એનર્જી આપશે.

દહીં-જલેબી

દહીં-જલેબી

અમુક જગ્યાએ સરગીમાં દહીં-જલેબી ખાવાનો પણ રિવાજ છે. આનુ કારણ એ પણ છે કે દહીં શરીરને જરૂરી ઠંડક આપીને પાણીની કમી પૂરી કરવા સાથે જલેબીની મિઠાશ શરીરમાં શુગર ઘટવા નથી દેતુ. આનાથી આખા દિવસની ઉર્જા મળી રહે છે.

મિઠાઈ

મિઠાઈ

અમુક મિઠાઈ ખાધા બાદ ઉપવાસ શરૂ કરવાનુ હંમેશા સારુ રહે છે. મનની ઉર્જા અને પવિત્રતા મેળવવા માટે સેકેલી સેવઈ કે સોજીનો હલવો સારો વિકલ્પ રહેશે. હંમેશા એ વાતનુ ધ્યાન રાખો કે સરગી થાળીથી કડવા ચોથ વ્રત રાખનાર વ્યક્તિ ખુશ અને સંતુષ્ટ રહે.

English summary
What is Sargi in Karva Chauth? Know nutritious Sargi food items list in gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X