For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંકશાસ્ત્ર મુજબ તમારા માટે કયા નંબરનુ ઘર ભાગ્યશાળી છે? જાણો આ રીતે

અંકશાસ્ત્ર મુજબ તમારા માટે કયા નંબરનુ ઘર ભાગ્યશાળી છે એ જાણો આ રીતે...

By Desk
|
Google Oneindia Gujarati News

પોતાના સપનાનુ ઘર શોધવુ અને એ ખરેખર આપણા માટે યોગ્ય છે કે નહિ એ સુનિશ્ચિત કરવુ મુશ્કેલ કામ છે. ઘર એ સૌ કોઈના માટે જીવનભરનુ રોકાણ હોય છે. જ્યોતિષ વિજ્ઞાનમાં તમારી જન્મતિથિ યોગ્ય નંબરનુ ઘર પસંદ કરવામાં તમારી મદદ કરી શકે છે. સંપત્તિ ખરીદવા માટે તમને તમારા જીવનપથ નંબર મુજબ ઘર ખરીદવાનુ સૂચન કરવામાં આવે છે. જીવનપથ નંબર એટલે કે તમારી જન્મતિથિના દરેક આંકડાનો સરવાળો.

home

ઉદારહણ તરીકે જો તમારી જન્મતિથિ 16-2-2002 હોય તો જન્મતિથિમાં રહેલા બધા આંકડાઓનો સરવાળો કરતા આપણને 4 નંબર મળે છે માટે તમારો જીવન પથ નંબર 4 છે. ભાડાનુ ઘર લેવા માટે તમારા જન્મતિથિ નંબર સાથે જાવ જેને સાઈકિક નંબર કહેવામાં આવે છે. જો તમારી જન્મતિથિ 16 હોય તો તમારો સાઈકિક નંબર 1+6=7 છે.

તમારા ઘરના અંક જ્યોતિષની ગણતરી કેવી રીતે કરશો

એક ઘરના અંકની ગણતરી માટે અક્ષર અને ઘરનો નંબર બંનેને ધ્યાનમાં રાખો. દરેક વર્ણ માટે નંબર ફાળવવામાં આવ્યો છે જે નીચે મુજબ છેઃ

વર્ણ - અંક મૂલ્ય

A, I, J, Q, Y - 1
B, K, R - 2
C, G, L, S - 3
D, M, T - 4
E, H, N, X - 5
U, V, W - 6
O, Z - 7
F,P - 8

ઉદા. જો તમારુ સરનામુ A54 હોય તો તમારા ઘરનુ અંક મૂલ્ય 1+5+4=1+0=1 થયુ. (Aનુ મૂલ્ય 1 છે)

English summary
Which number of house is lucky for you according to numerology? Know here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X