2019માં આ રાશિના જાતકો પર રહેશે મા લક્ષ્મીની કૃપા, થશે ધનવર્ષા

વર્ષ 2019નં વર્ષ દરેક વ્યક્તિ માટે કંઈક ને કંઈક નવું લઈને આવ્યું છે, આશા છે કે આ વર્ષ તમામ લોકો માટે સારું સાબિત થશે.

વર્ષ 2019નં વર્ષ દરેક વ્યક્તિ માટે કંઈક ને કંઈક નવું લઈને આવ્યું છે, આશા છે કે આ વર્ષ તમામ લોકો માટે સારું સાબિત થશે. જ્યાં એક તરફ નવું વર્ષ કેટલાક લોકો માટ અત્યંત ભાગ્યશાળી રહેશે, ખાસ કરીને આર્થિક મામલે તો બીજી તરફ કેટલાક લોકોને આર્થિક તંગી રહેશે. તો ચાલો જાણીએ 2019નું વર્ષ કઈ રાશિ માટે આર્થિક મોરચે ફાયદાકારક રહેશે અને કઈ રાશિના લોકોને આ વર્ષે ફાયદો નહીં થાય.

આ પણ વાંચો: 2019માં આ રાશિના જાતકોના કરિયરને મળશે નવી દિશા, થશે પ્રમોશન

મેષ

મેષ

મેષ રાશિના જાતકો માટે આ વર્ષ આર્થિક મોરચે શુભ રહેશે, ખાસ કરીને વર્ષની શરૂઆતમાં તમને કોઈ મોટો નાણાકીય ફાયદો થશે. આ વર્ષે રોકાણમાં પણ તમને ફાયદો થશે.

વૃષભ

વૃષભ

આ રાશિના જાતકોની કમાણી વધશે, પરંતુ વધેલા ખર્ચા તમને મુસ્કેલીમાં મૂકી શકે છે. તમે વધુ બચત કરવામાં નિષ્ફળ સાબિત થશો.

મિથુન

મિથુન

આ વર્ષે તમારા મોટા ભાગના પ્રયાસો સફળ થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવી રાખશો.

કર્ક

કર્ક

આર્થિક મામલે તમારા માટે આ વર્ષ લાભદાયક સાબિત થશે. ખાસ કરીને શરૂઆતના મહિનામાં લાભ થશે. એટલું જ નહીં તમે કંઈક નવું કામ શરૂ કરી શકો છો, જેમાં તમને સારો એવો ફાયદો થશે.

સિંહ

સિંહ

આર્થિક મામલે તમારા માટે આ વર્ષ ચડાવ ઉતાર વાળું રહેશે. તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ વર્ષના મધ્યમાં તમને કોઈ મોટું નુક્સાન થઈ શકે છે.

કન્યા

કન્યા

આ રાશિના જાતકોની કમાણી સારી થશે અને વધુ કમાણી મટે કેટલીક સારી તક પ્રાપ્ત થશે, જો કે સાથે સાથે ખર્ચા પણ વધશે. જો તમે ખર્ચ અને આવકમાં સંતુલન જાળવી રાખશો તો વધુ મુશ્કેલી નહીં થાય.

તુલા

તુલા

આર્થિક મોરચે તુલા રાશિના જાતકો માટે વર્ષ 2019નું વર્ષ શુભ રહેશે. તમને આશા કરતા વધુ આવક થશે, સાથે જ આ વર્ષે નવો બિઝનેસ પણ શરૂ કરી શકો છો.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના જાતકો માટે નવું વર્ષ આર્થિક મોરચે ખાસ નહીં રહે. પૈસા કમાવા માટે તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.પરંતુ પરિણામ આશા પ્રમાણે નહી આવે. આ ઉપરાંત તમારા ખર્ચ પણ વધી શકે છે.

ધન

ધન

ધન રાશિના જાતકો માટે વર્ષ 2019 ખૂબ જ ભાગ્યશાળી રહેશે. તમારી મહેનત રંગ લાવશે અને મોટા આર્થિક લાભ થશે, પરંતુ તમારે તમારા બજેટ પર ધ્યાન આપવું પડશે.

મકર

મકર

મકર રાશિના જાતકોને વર્ષની શરૂઆતમાં આર્થિક લાભ થશે. સાથે જતમારો આર્થિક પક્ષ મજબૂત કરવાની તમારી કોશિશો સફળ થશે પરંતુ જરૂર કરતા વધુ ખર્ચ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

કુંભ

કુંભ

તમારા માટે આ વર્ષ પૈસા કમાવાની તક લઈને આવ્યું છે. જો તમે સમજી વિચારીને આર્થિક નિર્ણય લેશો તો આ વર્ષ ફાયદાકારક સાબિત થશે.

મીન

મીન

પૈસા મામલે નવું વર્ષ તમારા માટે ખાસ ફાયદાકારક નહીં રહે. તમારા મોટા ભાગા પ્રયત્નો ફેલ થશે અને તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X