ઈશુના જન્મ દિવસની શુભેચ્છાઓ "મેરી ક્રિસમસ"
કિસ્મસ પર લોકોના ઘરોમાં તેની તાડમાર તૈયારીઓ થઈ રહી છે. મોટા હોય કે બાળકો તેની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. બાળકો રાહ જોઈને બેઠા હોય છે કે સાન્તા આવે અને તેમને સારા સારા રમકડા, કપડા અને ગિફ્ટો આપે. શા માટે ક્રિસમસ મોટા તહેવાર રૂપે દિવસને દિવસે ભારતમાં ઉજવાઈ રહ્યો છે? ક્યારેય તમે જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આખરે શું કારણ છે આ તહેવાર મનાવવા પાછળનું?
ઈશુનો જન્મ દિવસ
ઘણા પુસ્તકોમા લખાઈ ચુક્યું છે કે, 25 ડિસેમ્બરને રોમન લોકો એક તહેવારના રૂપે મનાવે છે. આ દિવસ ઈશુના જન્મની ખુશીઓ રૂપે મનાવાય છે. આ દિવસે સમગ્ર વિશ્વમાં રજા હોય છે. આ દિવસે લોકો એકબીજાને ગિફ્ટ આપે છે. પરંતુ ધીરે ધીરે આ ઉત્સવનુ સ્વરૂપ મોટું થતું ગયું. અન્ય દેશોમાં પણ તે ઉજવાવા માંડ્યું. જેને કારણ તે આજે એક મોટા તહેવાર રૂપે ઉજવાઈ રહ્યું છે.
ક્રિસમસ ટ્રી થી ઘરમાં આવે છે સુખ શાંતિ અને યશ
નાતાલના તહેવારની રોનક જ છે ક્રિસમસ ટ્રી. ઈશુના જન્મ દિવસની ઉજવણીના સ્વરૂપે લોકો પોતાના ઘરમાં ક્રિસમસ ટ્રી લાવે છે અને તેને શણગારે છે. અનેક રંગના તારલા ઘંટડીઓ, રંગબેરંગી ફૂલો અને લાઈટો વડે તેને સજાવવામાં આવે છે. આ પ્રથા વર્ષોથી ચાલી આવી રહી છે. એવું મનાય છે કે ક્રિસમસ ટ્રી લાવવાથી ઘરમાં આખા વર્ષ દરમિયાન સુખ અને શાંતિ જળવાઈ રહે છે.
જિંગલ બેલ જિંગલ બેલ....
કેટલાક લોકોનુ માનવું છે કે સાન્તા ક્લોઝ ભગવાન તરફથી મોકલાયેલો દૂત છે. જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે સાન્તા ક્લોઝ ઈસુના પિતા છે, પરિણામે તેમના દિકરાના જન્મ દિવસે તેઓ બધાને ગિફ્ટો વહેંચે છે. આ રેડ ડ્રેસ પહેરનારા અને "જિંગલ બેલ જિંગલ બેલ" ગાનારા અને વગાડનારા સાન્તાની ક્રિસમસ સમયે તમામ બાળકો તરફથી આતુરતાથી રાહ જોવાતી હોય છે કે કઈ ચોકલેટ કે ગ્રીફ્ટ મળશે?
પ્રેમ અને યશનું પ્રતીક
યશ, પ્રેમ અને ઉત્સાહનુ પ્રતિક ક્રિસમસએ પ્રેમ, ખુશીઓ અને ઉત્સાહ લાવનારો તહેવાર છે. માત્ર ઈસાઈ ધર્મના લોકો માટે જ નહિં પણ હવે દરેક ધર્મના લોકો તેને ખાસ તહેવાર તરીકે મનાવે છે. લોકો એકબીજાને ચોકલેટ અને ભેટો આપી પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. માટે તમે પણ જોરદાર રીતે આ ખુશીઓનું સ્વાગત કરો...મેરી ક્રિસમસ