For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Diwali 2020: દિવાળીમાં લક્ષ્મીનુ પૂજન ભગવાન ગણેશજી સાથે કેમ થાય છે?

મા લક્ષ્મી ભગવાન વિષ્ણુના પત્ની છે પરંતુ દિવાળીના પૂજનમાં તેમની સાથે બિરાજવાનો અધિકાર શ્રી ગણેશને મળે છે. જાણો કારણ.

|
Google Oneindia Gujarati News

Diwali 2020: ધાર્મિક આયોજનનો પ્રારંભ સદા ગણપતિ પૂજા સાથે થાય છે, આ હિંદુ ધર્મની પરંપરા છે. આપણે ત્યાં ગણપતિ પ્રથમ પૂજ્ય દેવ માનવામાં આવ્યા છે, તેમને વિઘ્નહર્તાનુ નામ મળ્યુ છે. એ માનવામાં આવે છે કે ગણપતિના સ્મરણ સાથે પ્રારંભ કરેલુ દરેક કામ નિર્વિઘ્ને સંપન્ન થઈ જાય છે. આ અંગે કથા પણ પ્રચલિત છે કે કેવી રીતે ગણપતિએ ભગવાન શિવ અને મા પાર્વતીની પરિક્રમા દ્વારા તેમને પ્રસન્ન કરીને પ્રથમ પૂજ્ય દેવનુ સ્થાન મેળવ્યુ હતુ. પરંતુ એક વિચિત્ર સંયોગ એ મળે છે કે દિવાળી પર મા લક્ષ્મીની પૂજા ગણેશજી સાથે કરવામાં આવે છે. અહીં ગણપતિ મા લક્ષ્મીના પહેલા નહિ પરંતુ તેમની સાથે એક આસન પર બેસાડીને પૂજવામાં આવે છે. સર્વવિદિત છે કે મા લક્ષ્મી ભગવાન વિષ્ણુના પત્ની છે પરંતુ દિવાળીના પૂજનમાં તેમની સાથે બિરાજવાનો અધિકાર શ્રી ગણેશને મળે છે.

જાણો આની પાછળનુ કારણ

જાણો આની પાછળનુ કારણ

સર્વવિદિત છે કે સમુદ્રમંથન સમયે અનેક અમૂલ્ય સંપત્તિઓ સાથે ધનની અધિષ્ઠાત્રી દેવી મા લક્ષ્મીનુ પણ પ્રાગટ્ય થયુ હતુ. બરાબર એ જ સમયે પ્રભુ વિષ્ણુિ સાથે તેમના વિવાહ પણ સંપન્ન કરવામાં આવ્યા હતા. આનુ કારણ એ હતુ કે સ્વયં લક્ષ્મીએ શ્રી વિષ્ણુનુ વરણ કર્યુ હતુ. આ ઉપરાંત શ્રી વિષ્ણુ સંસારના પાલક પણ છે તો સ્વાભાવિક રીતે ધનની વ્યવસ્થા તેમના હાથમાં જ રહેવાથી સહુનુ પાલન, પોષણ સુચારુ રીતે ચાલી શકે છે.

દેવી લક્ષ્મી સ્વભાવે ચંચળ હતા

દેવી લક્ષ્મી સ્વભાવે ચંચળ હતા

અહીં સુધી તો બધુ કામ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યુ હતુ પરંતુ દેવી લક્ષ્મી સ્વભાવે ચંચળ હતા. તે કોઈના વશમાં નહોતા. તે સરળ હ્રદયા હતા અને માનિની પણ. જે પણ તેમનુ સ્મરણ અને તપ કરે, તે વિચાર્યા વિના તેમના પર કૃપાળુ થઈ જતા. તે જેનાથી રુષ્ટ થઈ જતા તેમને વિના કારણે દરિદ્ર બનાવી દેતા. ત્યારે તેમની કૃપાથી જે અયોગ્ય વ્યક્તિ પુષ્કળ ધન મેળવી લેતા, તે અહંકારી થઈ જતા અને બીજા પર અત્યાચાર કરવા લાગતા હતા. શ્રી લક્ષ્મીના આ ચંચળ સ્વભાવથી સૃષ્ટિની વ્યવસ્થા બગડવા લાગી અને આસુરી શક્તિઓ તેમને પ્રસન્ન કરીને બળશાળી બનવા લાગ્યા. ત્યારે દેવત્રયી અર્થાત શિવ, વિષ્ણુ અને બ્રહ્માજીએ મળીને આ સમસ્યાનુ સમાધાન કાઢ્યુ. ત્યારે બુદ્ધિના દેવતા ગણપતિને દેવી લક્ષ્મીના સખા બનાવવામાં આવ્યા.

મા લક્ષ્મી ધનની અધિષ્ઠાત્રિ બની રહ્યા

મા લક્ષ્મી ધનની અધિષ્ઠાત્રિ બની રહ્યા

આ વ્યવસ્થા બાદ દેવી લક્ષ્મી ધનની અધિષ્ઠાત્રી બની રહ્યા પરંતુ તેમને ધન આપવાની નિર્ણય બુદ્ધિ ગણપતિજીના આધીન થઈ ગઈ. આ વ્યવસ્થા બાદ દેવી લક્ષ્મીના ચંચળ સ્વભાવના કારણે નિર્ણય નિયંત્રિત થઈને વિવેકસંમત થઈ ગયા. આ વ્યવસ્થાથી સંસારને એ સંદેશ મળ્યો કે ધન મહાશક્તિ છે પરંતુ વિવેક વિના જો તેનો ઉપયોગ કરવામાં આવ્યો તો તે સર્જનાત્મક નહિ પરંતુ મારક થઈ શકે છે. ધન મંગળકારક પણ હોઈ શકે છે અને અમંગળકારક પણ થઈ શકે છે. ધન અપાર શક્તિ આપે છે પરંતુ તેનુ સ્વરૂપ તેના ઉપયોગની રીત પર નિર્ભર કરે છે. આ રીતે ધન અને વિવેકના સંતુલને દેવી લક્ષ્મી અને ગણપતિજીની પૂજા એક સાથે, એક જ દિવસે કરવાની પરંપરા સ્થાપિત કરી.

Dhanteras 2020 : ધનતેરસ શુક્રવારે, જાણો કેવી રીતે કરશો પૂજાDhanteras 2020 : ધનતેરસ શુક્રવારે, જાણો કેવી રીતે કરશો પૂજા

English summary
Why is Mata Lakshmi and Lord Ganesha worshiped together on Diwali.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X